અમેરિકામાં પ્રવેશનો નવો રસ્તો શોધ્યો, જીવના જોખમે સુરંગ ખોધી USમાં મારી રહ્યા છે એન્ટ્રી

માઇગ્રન્ટ્સ જેવા દિવાલ કૂદીને બોર્ડરમાં ઘૂસ્યા અમેરિકન બોર્ડર પેટ્રોલ ગાર્ડ્સે તેઓની ધરપકડ કરી લીધી

divyabhaskar.com | Updated - Dec 05, 2018, 04:21 PM
Border patrol: illegal crossings by migrants into the U.S.

ન્યૂયોર્ક: અમેરિકાના તિજુઆના બોર્ડર પર માઇગ્રન્ટ્સ બોર્ડર વૉલની નીચે થઇ ગેરકાયદે પ્રવેશ કરી રહ્યાં છે. યુએસ કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શનના જણાવ્યા અનુસાર, મંગળવારે માઇગ્રન્ટ્સ નક્કર પતરાં જડેલી દિવાલની નીચે ખાડો કરીને પ્રવેશ કરી રહ્યા હતા. બે અઠવાડિયા પહેલાં તિજુઆના પહોંચેલા માઇગ્રન્ટ્સ ગેરકાયદે રીતે અપનાવીને દિવાલની નીચેથી એન્ટ્રી કરી પોતે એજન્ટ દ્વારા પ્રવેશ્યા હોવાનો દાવો કર્યો હતો. રવિવારથી માઇગ્રન્ટ્સ બોર્ડર ફેન્સની ઉપર ચઢીને અથવા દિવાલની નીચે અમુક ઇંચનો ખાડો બનાવીને ઘૂસણખોરી કરી રહ્યા છે. આ પ્રકારે એન્ટ્રી કરતાં માઇગ્રન્ટ્સની બોર્ડર પેટ્રોલ ઓફિસરે ધરપકડ કરી હતી.

લાંબી રાહથી કંટાળીને માઇગ્રન્ટ્સ આ પ્રકારની રીતો અપનાવી રહ્યા છે

- ગત ઓક્ટોબર મહિનાથી હોન્ડૂરાસ અને સેન્ટ્રલ અમેરિકાથી આવેલા માઇગ્રન્ટ્સ યુએસ બોર્ડર પોલીસી અને આશ્રય પ્રક્રિયાની ધીમી પ્રોસેસથી હવે કંટાળી રહ્યા છે.
- અમેરિકા પ્રતિ દિવસે 100 જેટલી જ આશ્રય એપ્લિકેશન પર કામ કરે છે. જેના કારણે કેટલાંક માઇગ્રન્ટ્સ દિવાલ કૂદીને અથવા દિવાલની નીચે ખાડો ખોદી તેમાંથી પસાર થઇ એન્ટ્રી કરી રહ્યા છે.
- બોર્ડર પર એકઠાં થયેલા માઇગ્રન્ટ્સ ઉપરાંત કેટલાંક ચાઇનીઝ ટૂરિસ્ટ્સ બોર્ડરની તસવીરો લઇ રહ્યા છે તે પણ અમેરિકા માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
- સોમવારે સાંજે બે ડઝનથી વધુ માઇગ્રન્ટ્સ દિવાલ પર ચઢીને પ્રવેશ કરનારી કોશિશ કરી રહ્યા હતા.
- તિજુઆના પહોંચેલા માઇગ્રન્ટ્સની સંખ્યા 120થી વધુ હોવાનો દાવો યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટ્સ કરી રહ્યા છે.

અટકાવવા ટ્રમ્પે એક્ઝિક્યૂટિવ ઓર્ડર આપ્યા

- સેન્ટ્રલ અમેરિકાના ડઝનથી વધુ માઇગ્રન્ટ્સ ગત રવિવારે વધુ એકવાર અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે બોર્ડર ફેન્સિંગ તોડવાના પ્રયત્નો કર્યા હતા.
- આ અગાઉ નવેમ્બર મહિનાના અંતમાં સેન્ટ્રલ અમેરિકન્સ અને બોર્ડર એજન્ટ્સ વચ્ચે ઘર્ષણ થતાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને રબર બુલેટ્સ અને ટીયર ગેસ છોડ્યા હતા. - હજારો માઇલ્સ દૂર પોતાનો દેશ છોડીને આવેલા આ માઇગ્રન્ટ્સ અમેરિકામાં રાજકીય આશ્રય ઇચ્છે છે. તેઓ સેન્ટ્રલ અમેરિકામાં હિંસા અને ગુનાખોરીના વધુ પ્રમાણના કારણે અમેરિકામાં આશ્રય મેળવવા માટે આવ્યા છે.
- માઇગ્રન્ટ્સ જે પ્રકારે ગેરકાયેદસર રીતે પ્રવેશ કરી રહ્યા છે તે જોતાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર આપ્યા છે. જે અનુસાર, આશ્રયની દરેક એપ્લિકેશનની જવાબદારી જજની સ્પેશિયલ પેનલની રહેશે.

ગુફામાં રહેવાનું પસંદ કરે છે આ ગામના લોકો, 700 વર્ષથી શરૂ છે આ પરંપરા

X
Border patrol: illegal crossings by migrants into the U.S.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App