ટ્રમ્પ વિરુદ્ધ લખનાર દેશને બચાવી નથી રહ્યા, કાયર કૃત્યથી નુકસાન કરી રહ્યા છે: મેલાનિયા

ટ્રમ્પના એક ઓફિસરે એનવાયટીમાં 'આઈ એમ પાર્ટ ઓફ રેસિડન્સ ઈનસાઈડ ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન' નામથી લેટર લખ્યો છે

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 11:15 AM
officer of Trump wrote an article titled 'I am Part of Resistance Inside the Trump Administration'

અમેરિકાના એક ઓફિસરે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખમાં લખ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દેશને નુકસાન થઈ રહ્યું છે. આ વિશે મેલાનિયા ટ્રમ્પે કહ્યું છે કે, ટ્રમ્પ વિરુદ્ધ લખનાર ઓફિસર દેશને બચાવી નથી રહ્યા પરંતુ તેમની કાયર હરકતથી દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.

વોશિંગ્ટન: અમેરિકાના એક ઓફિસરે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખમાં લખ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દેશને નુકસાન થઈ રહ્યું છે. આ વિશે મેલાનિયા ટ્રમ્પે કહ્યું છે કે, ટ્રમ્પ વિરુદ્ધ લખનાર ઓફિસર દેશને બચાવી નથી રહ્યા પરંતુ તેમની કાયર હરકતથી દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.

મેલાનિયાએ એવું પણ કહ્યું છે કે, કોઈ વ્યક્તિ લોકોને નકારાત્મક કામો માટે દોષિત કહેવાની તાકાત ધરાવે છે તો તેણે જાહેરમાં આવીને આ વાત કરવી જોઈએ. લોકો પાસે તેમની તાકાત મુકવાનો પણ અધિકાર હોય છે.

પ્રેસે નિષ્પક્ષ રહેવું જોઈએ

મેલાનિયાએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કોઈ પણ રેફરન્સ વગર ન્યૂઝ છાપવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ પોતે રિપોર્ચ્સ માટે એક અજાણ્યા સ્ત્રોત રહે છે. દેશમાં દરેકને બોલાવાની આઝાદી છે. લોકતંત્ર માટે પ્રેસની આઝાદી ખૂબ જરૂરી છે પરંતુ પ્રેસે સ્પષ્ટ, જવાબદાર અને નિષ્પક્ષ રહેવું જોઈએ. આજે કોઈ પણ રેફરન્સ વગર ન્યૂઝ છાપનારની સંખ્યા વધી ગઈ છે. કોઈ પણ નામ વગર લોકો દેશનો ઈતિહાસ લખી રહ્યા છે. શબ્દોની ઘણી કિંમત હોય છે. આરોપના ગંભીર પરિણામ આવી શકે છે. મેલાનિયા તરફથી તેમનું નિવેદન તેમની પ્રવક્તા સ્ટેફની ગ્રીશમ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ટ્રમ્પ પણ ઘણીવારફેક ન્યૂઝમીડિયા અને પ્રેસ પર પ્રતિબંધ લગાવવાનો આરોપ મુકી ચૂક્યા છે.

ઓફિસરે એક લેખમાં કરી છે ટ્રમ્પની નિંદા


ટ્રમ્પ એડ્મિનિસ્ટ્રેશનમાં હાજર ઓફિસરે ન્યૂયોર્ક ટાઈમ્સમાં 'આઈ એમ પાર્ટ ઓફ રેજિસ્ટેંસ ઈનસાઈડ ધી ટ્રમ્પ એડ્મિનિસ્ટ્રેશન' નામથી લેખ લખ્યો છે. લેખમાં ઓફિસરે તેમના નામનો ખુલાસો નથી કર્યો. લેખમાં લખ્યું છે કે, ટ્રમ્પ દ્વારા નિમણૂક કરવામાં આવેલા લોકો કેવી રીતે આપણી લોકતાંત્રિક સંસ્થાઓને બચાવશે, જ્યારે કે તેઓ માત્ર તેમની નીતિ લાગુ કરવા માગે છે. જ્યાં સુધી ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં રહેશે ત્યાં સુધી આ બધુ ચાલું રહેશે.

X
officer of Trump wrote an article titled 'I am Part of Resistance Inside the Trump Administration'
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App