યુએસ / અમેરિકાના નોર્થ-મિડવેસ્ટમાં વાવાઝોડું ત્રાટક્યું, ભારે હિમવર્ષાના કારણે 1 લાખ ઘરોમાં વીજળી ઠપ

divyabhaskar.com | Updated - Feb 13, 2019, 01:48 PM
ભારે વરસાદના કારણે કેન્ટુકીમાં આવેલી ઓહિયો નદીનું સ્તર ઉપર ઉંચુ જતું રહ્યું છે.
ભારે વરસાદના કારણે કેન્ટુકીમાં આવેલી ઓહિયો નદીનું સ્તર ઉપર ઉંચુ જતું રહ્યું છે.
X
ભારે વરસાદના કારણે કેન્ટુકીમાં આવેલી ઓહિયો નદીનું સ્તર ઉપર ઉંચુ જતું રહ્યું છે.ભારે વરસાદના કારણે કેન્ટુકીમાં આવેલી ઓહિયો નદીનું સ્તર ઉપર ઉંચુ જતું રહ્યું છે.

  • મંગળવારે મિડવેસ્ટ અને નોર્થવેસ્ટમાં વાવાઝોડું ત્રાટક્યું હતું
  • ન્યૂઇંગ્લેન્ડમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે જનજીવન ઠપ 
  • આખા અમેરિકામાં 2,000થી વધુ ફ્લાઇટ્સ રદ 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં મિડવેસ્ટ અને નોર્થ વેસ્ટમાં વધુ એકવાર વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડાંના કારણે વાહનવ્યવહારને અસર થઇ છે અને વીજ પુવરઠો ઠપ થઇ ગયો છે. મંગળવારે વહેલી સવારે વાવાઝોડું ન્યૂયોર્ક શહેર પહોંચ્યું હતું. શરૂઆતમાં અહીં બેથી 4 ઇંચ હિમવર્ષા થઇ હતી. મંગળવાર બપોરે ન્યૂયોર્કમાં હિમવર્ષા અને વરસાદ થતાં સ્થિતિ વધુ મુશ્કેલ બની હતી. નોર્થ વિસ્કોઇનથી નોર્થ મિશિગન સુધી 6થી 12 ઇંચ હિમવર્ષા થઇ હતી, ન્યૂયોર્ક અને નોર્થ ઇંગ્લેન્ડમાં 12થી 18 ઇંચ હિમવર્ષા થઇ હોવાનું નોંધવામાં આવ્યું છે. 

1 લાખથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ઠપ

1.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાંના કારણે હિમવર્ષા અને વરસાદના કારણે મુસાફરીમાં ભારે મુશ્કેલીઓ ઉભી થશે. ભારે પવનના કારણે આજે બુધવારે મોટાંભાગના શહેરોમાં વીજ પુરવઠો નહીં હોય. 
2.મિશિગન, ઓહાયો, ઇન્ડિયાના અને ઇન્યુનોઇસમાં અંદાજિત 1 લાખથી વધુ મકાનો અને બિઝનેસ હાઉસમાં મંગળવાર રાતથી વીજ પુરવઠો ખોરવાયો છે. મિડવેસ્ટ અને નોર્થ ઇસ્ટના મોટાભાગના એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આખા અમેરિકામાં મંગળવારે બપોરે 1 વાગ્યાથી અંદાજિત 2000 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. 
3.ભારે વરસાદના કારણે કેન્ટુકીમાં આવેલી ઓહિયો નદીનું સ્તર ઉપર ઉંચુ જતું રહ્યું છે. અપર મિડવેસ્ટમાં અન્ય સ્ટેટ કરતાં વધુ હિમવર્ષા થઇ હતી. મિનેપોલિસમાં ત્રણથી 5 ઇંચ હિમવર્ષા થઇ હતી. પેન્સિલવેનિયામાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App