Home » International News » America » In his tweets, trump also threatened to pull out of a free trade agreement with Mexico

DACA પ્રોગ્રામને ટ્રમ્પે કર્યો પૂર્ણ, નવા નિર્ણયથી 8 લાખ લોકો છોડશે US

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 12:19 PM

ટ્રમ્પે 'DACA અથવા ડ્રીમર (ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ) ડીલ હવે નહીં' તેવી ટ્વીટ કરી હતી

 • In his tweets, trump also threatened to pull out of a free trade agreement with Mexico
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  એટર્ની જનરલ જેફ સેશન્સના નિવેદન આપ્યું હતું કે, યુએસ માર્ચ 2018માં DACA પ્રોગ્રામ રદ્ કરી દેશે. જે હેઠળ 8 લાખ લોકોને અમેરિકા છોડવું પડશે. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી છે કે, 'ડ્રીમર' પ્રવાસીઓની મદદ માટે હવે કોઇ વાતચીત નહીં થાય. તેઓએ મેક્સિકોને ધમકી આપી છે - જો તેણે લોકોને અમેરિકામાં ઘૂસવાથી નહીં અટકાવ્યા તો અમેરિકા તેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ ખતમ કરી લેશે. ટ્રમ્પે પહેલાં 'ઇસ્ટરની શુભકામનાઓ' ટ્વીટ કરી. ત્યારબાદ 'DACA અથવા ડ્રીમર (ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ) ડીલ હવે નહીં' તેવી ટ્વીટ કરી હતી. બાદમાં ચર્ચ જતાં પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે, મેક્સિકોની સીમા પર અમેરિકાની મદદ કરવી જ પડશે. ઘણાં લોકો અમેરિકામાં આવી રહ્યા છે કારણ કે, તેઓ ડીએસીએનો ફાયદો લેવા ઇચ્છે છે.

  વર્ષ 2017માં કરી હતી DACA ડીલ ખતમ કરવાની જાહેરાત


  - ગત સપ્ટેમ્બર, 2017માં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, તેઓ ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સ (DACA) ડીલને ખતમ કરી દેવા ઇચ્છે છે.
  - એટર્ની જનરલ જેફ સેશન્સના નિવેદન અનુસાર, યુએસ માર્ચ 2018માં DACA પ્રોગ્રામ રદ્ કરી દેશે. જે હેઠળ 8 લાખ લોકોને અમેરિકા છોડવું પડશે. ટ્રમ્પે આ નિર્ણય પર લૉમેકર્સને નવા કાયદાઓ ઘડવા માટે 6 મહિનાનો સમય આપ્યો હતો.

  ડાકા હેઠળ ફાયદો ઉઠાવે છે લોકો


  - આજે ઇસ્ટર નિમિત્તે ઇપિસ્કોપલ ચર્ચમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, ઘણાં બધા લોકો ડાકા ડીલનો ફાયદો ઉઠાવી અમેરિકામાં ઘૂસી રહ્યા છે.
  - ટ્રમ્પે ટ્વીટમાં જો મેક્સિકો તેના લોકોને અમેરિકામાં ઘૂસવાથી નહીં અટકાવે તો, આગામી દિવસોમાં મેક્સિકો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પુર્ણ કરી દેવાની પણ ધમકી આપી હતી.
  - ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે, 'મેક્સિકો અમેરિકામાં ગેરકાયેદસર રીતે ઘૂસતા લોકોને અટકાવવા માટે ખૂબ જ ઓછા પ્રયાસો કરે છે. જો મેક્સિકોની સાઉથ બોર્ડરથી મોટી સંખ્યામાં ઘૂસતા લોકોને અટકાવવામાં નહીં આવે તો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર તેની અસર જોવા મળશે.'
  - અમેરિકામાં મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર રીતે ઘૂસતા ડ્રીમર્સ આપણાં ઇમિગ્રેશન લો ઉપર હસતા હોય છે. જો તેઓ ડ્રગ્સ અને લોકોને આવતા નહીં અટકાવે તો હું તેમની આવકના સૌથી સ્ત્રોત તરીકે ગણાતી NAFTA ડીલ પણ કેન્સલ કરી દઇશ. હવે બોર્ડર વૉલ જોઇએ છે.

  શું છે NAFTA?


  - નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (NAFTA), એ યુનાઇટેડ સ્ટેટ, મેક્સિકો અને કેનેડા વચ્ચેની ટ્રેડ ડીલ છે. ટ્રમ્પ એવું માને છે કે, NAFTA અમેરિકા માટે યોગ્ય નથી.
  - તેથી જ વોશિંગ્ટન ત્રણ દેશો વચ્ચે માલસામાન અને સેવાઓના વિનિયમમાં અવરોધોને દૂર કરવા માટે ડીલના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે.

  આગળની સ્લાઇડમાં જાણો, શું છે DACA?

 • In his tweets, trump also threatened to pull out of a free trade agreement with Mexico
  ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે, ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા પ્રવાસીઓ આપણાં ઇમિગ્રેશન લૉની મજાક ઉડાવે છે.

  શું છે DACA? 


  - DACA પ્રોગ્રામને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ શરૂ કર્યો હતો. જેથી બાળકોની ઉંમરે અમેરિકા લાવવામાં આવેલા અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા નાગરિકોને દેશનિકાલ સામે રક્ષણ મળી શકે. ટ્રમ્પે વર્ષ 2017માં જ આ પ્રોગ્રામને ખતમ કરી દીધો હતો. 
  - વર્ષ 2012માં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના કાર્યકાળમાં શરૂ થયેલો ડ્રિમર્સ પ્રોગ્રામ એક ગવર્મેન્ટ કાર્યક્રમ હતો. જે હેઠળ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા બાળકોને અસ્થાયી રીતે રહેવા, અભ્યાસ કરવા અને કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. 
  - આ નીતિ અપ્રવાસીઓની કાયદા સ્થિતિમાં કોઇ બદલાવ નથી કરતી પરંતુ તેઓને દેશનિકાલથી બચાવે છે. 
  - ડ્રીમર હેઠળ જે આવેદન આપવામાં આવે છે, તેમાં વ્યક્તિના જૂના રેકોર્ડ અને બીજી વાતોનું વેરિફિકેશન કરવામાં આવે છે. જો તેમાં તેઓ પાસ થઇ જાય તો ડ્રીમર્સને ડ્રાઇવિંગ લાઇસન્સ, કોલેજમાં એડમિશન, વર્ક પરમિટની મંજૂરી મળી જાય છે. 
  - જે ડ્રીમર્સ આ વેરિફિકેશનમાં પાસ નથી થતાં તેઓને પરત મોકલી આપવામાં આવે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ