ચેતવણી / આતંકવાદી હુમલાઓની સંભાવનાના પગલે પાકિસ્તાન ના જાય US નાગરિકઃ અમેરિકા

બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા નહીં જવાની સલાહ (ફાઇલ)
બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા નહીં જવાની સલાહ (ફાઇલ)
X
બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા નહીં જવાની સલાહ (ફાઇલ)બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા નહીં જવાની સલાહ (ફાઇલ)

  • યુએસ નાગરિકોએ પાક યાત્રા પર નાગરિકોને પુનઃવિચાર કરવાનું કહ્યું છે 
  • ફેડરલ એવિએશન મિનિસ્ટ્રેશને એક નોટિસ જાહેર કરી છે 
  • આતંકવાદી ગ્રૂપ પાકિસ્તાનમાં હુમલાઓની યોજના બનાવી રહ્યું છે 

divyabhaskar.com

Feb 14, 2019, 04:59 PM IST
વોશિંગ્ટનઃ અમેરિકાએ મુખ્ય રીતે આતંકવાદ અને પાકિસ્તાનની અંદર અથવા તેની નજીક સિવિલ એરક્રાફ્ટને થનારા જોખમોને કારણ પોતાના નાગરિકોને એશિયન દેશોની યાત્રા પર પુનઃવિચાર કરવાની અપીલ કરી છે. ફેડરલ એવિએશન મિનિસ્ટ્રેશને બુધવારે જાહેર કરેલી એક નોટિસમાં કહ્યું કે, આતંકવાદી ગ્રૂપ પાકિસ્તાનમાં સંભવિત હુમલાઓની યોજના બનાવી રહ્યું છે. 
 

પાકિસ્તાનની યાત્રા પર પુનઃવિચાર કરોઃ US

વિદેશ મંત્રાલયે પોતાની લેટેસ્ટ ટ્રાવેલ એડવાઇઝરીમાં કહ્યું, આતંકવાદના કારણે પાકિસ્તાનની યાત્રા પર પુનઃવિચાર કરો. તેણે અમેરિકન નાગરિકોને આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાઓના કારણે ભૂતપૂર્વ ફેડરલ-એડમિનિસ્ટ્રેટેડ ટ્રાઇબલ એરિયા (FATA) અને કાશ્મીરના પાકિસ્તાનના કબ્જાવાળા હિસ્સા સહિત બલૂચિસ્તાન તથા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની યાત્રા નહીં કરવાનું કહ્યું છે. મંત્રાલયે કહ્યું કે, આતંકવાદી જૂથ પાકિસ્તાનમાં હુમલાની યોજના બનાવી રહ્યું છે. 
આતંકવાદી પરિવહનના હબ, માર્કેટ, શોપિંગ મોલ, મિલિટરી ઓફિસ, એરપોર્ટ્સ, યુનિવર્સિટી, પર્યટક સ્થળો, સ્કૂલો, હોસ્પિટલો, પ્રાર્થના હૉલ અને સરકારી કેન્દ્રોને નિશાન બનાવી શકે છે. તેઓએ કહ્યું કે, છેલ્લાં અનેક વર્ષોમાં મોટાંપાયે આતંકવાદી હુમલાથી સેંકડો લોકો ઘાયલ થયા છે. પોતાના નાગરિકોથી કાશ્મીરના પાકિસ્તાનના કબ્જાવાળા ભાગમાં નહીં જવાનો અનુરોધ કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે, એવી જાણકારી મળી છે કે, વિસ્તારમાં આતંકવાદી ગ્રૂપ સક્રિય છે. તેણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે સશસ્ત્ર સંઘર્ષનું જોખમ બનીરહ્યું છે. ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે નિયંત્રણ રેખા પર વારંવાર ફાયરિંગ થાય છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી