તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

US: બોર્ડર સિક્યોરિટી મુદ્દે ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે ઘર્ષણ, શુક્રવારથી ગવર્મેન્ટ શટડાઉન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત અઠવાડિયે એક બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, જો બોર્ડર વૉલ માટે ફંડ નહીં મળે તો અમેરિકામાં વધુ એક વખત શટડાઉન થશે. (ફાઇલ) - Divya Bhaskar
ગત અઠવાડિયે એક બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, જો બોર્ડર વૉલ માટે ફંડ નહીં મળે તો અમેરિકામાં વધુ એક વખત શટડાઉન થશે. (ફાઇલ)

- મોટાંભાગની ગવર્મેન્ટ ઓફિસ સપ્ટેમ્બર મહિના સુધી એટલે કે આગામી નાણાકીય વર્ષ સુધી ખુલ્લી રહેશે. 
- ટ્રમ્પે બોર્ડર સિક્યોરિટી માટે 5 બિલિયન ડોલર (અંદાજિત 356 કરોડ)ની દિવાલ માટે હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટને બિલ આપ્યું છે. આ બિલ હાલ સ્થગિત રાખવામાં આવ્યું છે. 

 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની ફેડરલ સરકાર શુક્રવારથી આંશિક (partial) શટડાઉન કરશે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક્સિકો બોર્ડર પર સિક્યોરિટી વૉલ તૈયાર કરવાનું બિલ હજુ પેન્ડિંગ છે. જેથી ટ્રમ્પે અગાઉ અવાર-નવાર દિવાલ નહીં તો શટડાઉન થશે તેવી ધમકી આપી હતી. આ શટડાઉન દરમિયાન ત્રણ ચતુર્થાંશ સરકારી ઓફિસો આગામી નાણાકીય વર્ષ એટલે કે, સપ્ટેમ્બર સુધી ખુલ્લી રહેશે. ટ્રમ્પે દિવાલ માટે હોમલેન્ડ સિક્યોરીટ ડિપાર્ટમેન્ટને ઇમિગ્રેશન, ન્યાય અને આતંરિક મુદ્દાઓને પહોંચી વળવા 5 બિલિયન યુએસ ડોલર (અંદાજિત 356 કરોડ)નું બિલ મુક્યું છે. આ બિલને મંજૂર કરવાની અંતિમ મર્યાદા શુક્રવાર સુધીની છે. 


ગેરકાયદે ઇમિગ્રેશન અટકાવવું ટ્રમ્પનું ચૂંટણી ઘોષણા-પત્ર 


- પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતાના ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન ગેરકાયદે ઇમિગ્રેશનને અટકાવવાની જાહેરાત કરી હતી. પ્રેસિડન્ટ બન્યા બાદ ટ્રમ્પ સતત આ મુદ્દે દબાણ હેઠળ છે. 
- અમેરિકન કોંગ્રેસ આ મુદ્દે બિલ મંજૂર કરવા તૈયાર છે, પરંતુ તેની રકમ ખૂબ જ ઓછી છે. વળી ટ્રમ્પે ઇમિગ્રેશન મુદ્દે હજુ સુધી કોઇ નક્કર પગલાં ઉઠાવવામાં પોતાની જ પાર્ટીની બે ચેમ્બરને નિયંત્રિત રાખવામાં અસક્ષમ છે. 
- જો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ બિલ પસાર કરી દે છે તો પણ સેનેટમાં ડેમોક્રેટ્સના સહયોગ વગર બિલ પાસ નહીં થાય. ડેમોક્રેટ્સ શરૂઆતથી જ આ બિલનો વિરોધ કરતું આવ્યું છે. ડેમોક્રેટ્સે એવી જાહેરાત પણ કરી છે કે, તેઓ બોર્ડર વૉલના ટ્રમ્પના નિર્ણયને સ્વીકારવા માટે તૈયાર નથી. 

 

બોર્ડર વૉલ નહીં તો ગવર્મેન્ટ શટડાઉનઃ ટ્રમ્પ 


- વ્હાઇટ હાઉસમાં ગત અઠવાડિયે મળેલી બેઠકમાં ટ્રમ્પે ડેમોક્રેટ્સ લીડર નેન્સી પેલોસી અને ચક શુમરને કહ્યું હતું કે, જો બોર્ડર વૉલ માટે ફંડ નહીં મળે તો અમેરિકામાં વધુ એક વખત શટડાઉન થશે. ટ્રમ્પે કહ્યું કે, મને બોર્ડર સિક્યોરિટી માટે ગવર્મેન્ટ શટડાઉન કરવાનો મને ગર્વ છે. 

સર્વોપરી દેશ તરીકે ટકી રહેવા બોર્ડર સિક્યોરિટી જરૂરીઃ પ્રેસિડન્ટના સહાયક 
-  પ્રેસિડન્ટના સહાયક સ્ટીફન મિલર ઇમિગ્રેશન મુદ્દે સ્પષ્ટ છે, તેઓ પણ પ્રેસિડન્ટની શટડાઉનની ધમકીને અવાર-નવાર ઉચ્ચારતા રહે છે. 
- રવિવારે એક ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સ્ટીફને જણાવ્યું કે, આ એક મૂળભૂત મુદ્દો છે. યુનાઇટેડ સ્ટેટને સર્વોપરી દેશ તરીકે ટકી રહેવા માટે ઇમિગ્રેશન અને પ્રવેશ પ્રક્રિયા મુદ્દે કડક નિયમોને સ્થાપિત કરી તેનો અમલ કરાવવો જરૂરી છે. 
- ડેમોક્રેટ્સ આ બિલને પસાર થવા દેવામાં અડચણો ઉભી કરી રહ્યા છે. બોર્ડર સિક્યોરિટી માટે તેઓ ઓછી રકમ અપ્રૂવ કરી રહ્યા છે. 5 બિલિયનની સરખામણીએ તેઓએ માત્ર 1.6 બિલિયન (1.13 કરોડ) મંજૂર કરી રહ્યા છે. વળી, આ રકમ માત્ર બોર્ડર સિક્યોરિટી માટે છે દિવાલ માટે નથી. 
- જાન્યુઆરી મહિના સુધી પ્રેસિડન્ટ ટ્રમ્પને બોર્ડર વૉલ માટે બિલ મંજૂર કરાવવાનો આ અંતિમ અવસર છે. 

 

ટ્રમ્પે ટ્વીટ કરી રોષ ઠાલવ્યો 


- બોર્ડર વૉલ મુદ્દે ટ્રમ્પે તમામ પરિસ્થિતિ માટે ડેમોક્રેટ્સ પર દોષનો ટોપલો નાખી દીધો છે. 
- સોમવારે ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, ગમે તે સમયે તમે કોઇ ડેમોક્રેટ્સને 'દિવાલ વગર પણ તમે બોર્ડર સિક્યોરિટી તૈયાર કરી શકો છો' તેવું કહેતા સાંભળો તો તેઓને પોલિટિશિયન પાર્ટીના સભ્ય તરીકે જવાબ આપો.