Home » International News » America » The federal government has shut down after Rand Paul blocked budget vote

ફેડરલ બજેટ અટકાતા, અમેરિકામાં આજે સવારથી શટડાઉન શરૂ

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 11:50 AM

આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં ત્રણ દિવસો સુધી અમેરિકામાં શટડાઉન થયું હતું

 • The federal government has shut down after Rand Paul blocked budget vote
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અમેરિકન કોંગ્રેસના સમય પર બજેટ બિલ પાસ નહીં કરવાના કારણે અમેરિકાને 'શટ ડાઉન'નો સામનો કરવો પડશે.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન કોંગ્રેસમાં ખર્ચ સાથે સંબંધિત બજેટ ડીલને અપ્રૂવ કરી દીધી છે. આ ડીલમાં સ્ટોપગેપ ગવર્મેન્ટ ફંડિંગ બીલ પણ સામેલ છે. બીલ લાગુ થયા બાદ અમેરિકામાં શટડાઉન ખતમ થઇ ગયું છે. અમેરિકન કોંગ્રેસમાં ખર્ચ સાથે સંબંધિત બીલ પસાર નહીં થવાના કારણે શટડાઉનની સ્થિતિ બની ગઇ હતી. લૉમેકર્સને આશા હતી કે, ફ્લોટિંગ (અસ્થાયી) ફેડરલ બજેટનો સમય પૂર્ણ થયા પહેલા નવા ખર્ચ બિલને મંજૂરી મળી જશે. પરંતુ એવું શક્ય બન્યું નહીં. તેથી સરકારે અડધી રાત્રે શટડાઉન જાહેર કરી દીધું હતું.


  - ફેડરલ ગવર્મેન્ટે રિપબ્લિક સેનેટ રેન્ડ પૉલ બજેટ વોટ બ્લોક કર્યા બાદ શટડાઉન શરૂ થયું હતું.
  - કોંગ્રેસ લીડર્સ બે વર્ષની બજેટ ડીલ પર સહમતિ દર્શાવી હતી. પરંતુ બંને પાર્ટીમાં આતંરિક વિભાગોમાં અસમંજસમાં હોવાના કારણે બિલ અટક્યું હતું.
  - જીઓપી સેનેટર પોલે આ બિલમાં 400 બિલિયન ડોલર (અંદાજિત 2600 કરોડ રૂપિયા)ના ખર્ચ સામે વિરોધ ઉઠાવ્યો હતો. પોલે વોટ બ્લોક કરીને લીડર્સને બિલ પર ઓપન ડિબેટ કરવાનું કહ્યું હતું.
  - વ્હાઇટ હાઉસે એજન્સીને આગામી થોડાં દિવસો માટે અસ્થાયી ફંડિંગ અટકી જશે તેના માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.
  - યુએસ શટડાઉન ડેમોક્રેટ ઇમિગ્રેશન ચિંતા બાદ શરૂ થયું છે.

  જાન્યુઆરીની શરૂઆતમાં ત્રણ દિવસ સુધી શટડાઉન
  - આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં ત્રણ દિવસો સુધી અમેરિકામાં શટડાઉન થયું હતું.
  - સરકારી કામકાજ ફરીથી શરૂ થઇ શકે તે માટે એક ફ્લોટિંગ બજેટને અમેરિકાના બંને સદનમાં પાસ કરવામાં આવ્યું હતું.
  - ફેડરલ ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, કર્મચારીઓને પોતાની ડ્યુટીના સંદર્ભે ઓફિસમાં સંપર્ક કરવો જોઇએ. સરકારી કામ ફરીથી ચાલી શકે.
  - આ માટે અમેરિકન સંસદના બંને હાઉસ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સથી બે વર્ષ માટે નવા બિલને પાસ કરવું ખૂબ જ જરૂરી છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે શટડાઉન?

 • The federal government has shut down after Rand Paul blocked budget vote
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રિપબ્લિક સેનેટ રેન્ડ પૉલે આ બિલમાં 400 બિલિયન ડોલર (અંદાજિત 2600 કરોડ રૂપિયા)ના ખર્ચ સામે વિરોધ ઉઠાવ્યો હતો.

  શું છે શટડાઉનનો અર્થ? 


  - અમેરિકામાં આ બજેટ પહેલી ઓક્ટોબરથી પહેલાં પાસ થઇ જવું જોઇએ. આ દિવસથી ફેડરલ ગવર્મેન્ટના નાણાકીય વર્ષની શરૂઆત થાય છે. પરંતુ ભૂતકાળમાં ઘણીવાર એવું થયું છે કે, કોંગ્રેસ સમયસીમાની અંદર બજેટ પાસ નથી કરાવી શકી અને તેના ઉપર સોદાબાજી નવા વર્ષમાં પણ ચાલતી રહી છે. 
  - પરંતુ આ માટે સંઘ એજન્સીઓ માટે અસ્થાયી આધાર પર પૈસાની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. આ વખતે કોંગ્રેસ ફંડિંગ યથાવત રાખવાના મુદ્દે સહમતિ બનાવવામાં નિષ્ફળ રહી અને શનિવારથી અનેક ફેડરલ એજન્સીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. 
  - શટડાઉન દરમિયાન રહેણાંક, પર્યાવરણ, શિક્ષા અને કોમર્સ જેવા વિભાગોમાં કામ કરનારા મોટાંભાગના લોકો ઘરે જ રહે છે. ટ્રેઝરી, સ્વાસ્થ્ય, રક્ષા અને વાહનવ્યવહાર જેવા વિભાગોનો અડધો સ્ટાફ પણ કામ પર નથી જઇ શકતો. 
  - જો કે, રાષ્ટ્રીય સુરક્ષા, ડાક સેવાઓ, એર ટ્રાફિક, જીવન જરૂરી સેવાઓ, સ્વાસ્થ્ય, વીજળી, કુદરતી આપત્તિ, ટેક્સ જેવા સેવાઓનું કામકાજ યથાવત રહે છે. 

   

 • The federal government has shut down after Rand Paul blocked budget vote
  સેનેટ મેજોરિટી લીડર્સ મિત્ચ મેકકોનેલ સાથે અન્ય કર્મચારીઓ પિત્ઝા લઇને જઇ રહ્યા છે. સેનેટ બિલને સાંજ સુધી પસાર થવાની આશા ઠગારી નિવડ્યા બાદ, તમામ સભ્યો માટે મોડી રાત્રે ભોજનની વ્યવસ્થા કરવી પડી હતી.

  અમેરિકામાં એન્ટી-ડિફેશિએન્સી એક્ટ લાગુ છે 


  - અમરિકામાં હાલ એન્ટી-ડિફેશિએન્સી એક્ટ લાગુ છે. જે હેઠળ અમેરિકામાં પૈસાની ઉણપ થવા પર ફેડરલ એજન્સીઓએ પોતાનું કામકાજ અટકાવવું પડે છે એટલે કે કર્મચારીઓને રજા પર મોકલી દેવામાં આવે છે. 
  - આ દરમિયાન તેઓને વેતન આપવામાં નથી આવતું, આવી સ્થિતિમાં સરકાર ફેડરલ બજેટ લાગે છે, જેને પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં પાસ કરાવવું જરૂરી હોય છે. 
  - હાલની પરિસ્થિતિમાં એવું અનુમાન છે કે, આઠ લાખથી વધારે ફેડરલ કર્મચારીઓ ગેરહાજર રહેશે. માત્ર આપાતકાલિન સેવાઓ જ ખુલ્લી રહેશે. 
  - આ પહેલાં 20 જાન્યુઆરીના રોજ સરકારે ખર્ચને લઇને લાવવામાં આવેલા મહત્વપૂર્ણ ઇકોનોમિક બિલને અમેરિકન પાર્લામેન્ટમાં મંજૂરી મળી શકી નહતી, જેના કારણે સરકારને શટડાઉનની જાહેરાત કરવી પડી હતી. 

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ