ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» US says meeting of Trump and Kim Jong possible only if N Korea stops Atomy Test

    NKorea એટમી હથિયાર ટેસ્ટ બંધ કરે, તો જ ટ્રમ્પ-ઉનની મુલાકાત: US

    divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 11:43 AM IST

    કિમ જોંગે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મીટિંગ માટે બાકાયદા આમંત્રણ મોકલ્યું હતું, જેને ટ્રમ્પે સ્વીકારી લીધું
    • ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને મે માં મળવા માટે સંમતિ દર્શાવી છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને મે માં મળવા માટે સંમતિ દર્શાવી છે. (ફાઇલ)

      વોશિંગ્ટન: અમેરિકાએ મંગળવારે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત નોર્થ કોરિયાના ન્યુક્લિયર હથિયારો અને મિસાઇલ ટેસ્ટ અટકાવ્યા પછી જ શક્ય બને તેમ છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું કે અમેરિકાને આશા છે કે નોર્થ કોરિયા આ શરતોને માનશે અને બંને દેશોની વચ્ચે આ મીટિંગ થશે. ઉલ્લેખનીય છે કે નોર્થ કોરિયાના શાસક કિમ જોંગે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મીટિંગ માટે બાકાયદા આમંત્રણ મોકલ્યું હતું, જેને ટ્રમ્પે સ્વીકારી લીધું.

      નોર્થ કોરિયાએ કર્યા ઘણા વાયદા

      - મંગળવારે વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું, "અમને સંપૂર્ણ આશા છે કે આ મીટિંગ થશે."

      - સારાના જણાવ્યા પ્રમાણે, નોર્થ કોરિયાએ સાઉથ કોરિયાથી મીટિંગનો મેસેજ મોકલ્યો છે. અમેરિકાએ તેને સ્વીકારી લીધો. નોર્થ કોરિયાએ ત્રણ વચનો આપ્યા છે. જો તેઓ તેને પૂરાં કરશે તો આ મીટિંગ થશે.
      - સારાએ કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે નોર્થ કોરિયા એટમી પ્રોગ્રામ બંધ કરે. આ કારણે જ તેના પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે."

      મે માં થઇ શકે છે બંને નેતાઓની મુલાકાત

      - ગત દિવસોમાં સાઉથ કોરિયાનું એક ડેલિગેશન નોર્થ કોરિયા ગયું હતું. જે પછી આ ડેલિગેશન અમેરિકા ગયું. જ્યાં ડેલિગેશને ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે કિમ જોંગે તેમને મીટિંગ માટે ઇન્વાઇટ કર્યા છે.

      - ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને મે મહિનામાં મળવા માટે સંમતિ દર્શાવી છે. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હશે.

      સાઉથ કોરિયાએ નિભાવી મધ્યસ્થીની ભૂમિકા

      - ઉલ્લેખનીય છે કે અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે મુલાકાત કરાવવામાં સાઉથ કોરિયાએ જ મધ્યસ્થીની ભૂમિકા નિભાવી છે. સાઉથ કોરિયાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (એનએસએ) ચુંગ યુઈ-યોંગે એ વાતની જાણકારી આપી કે, ટ્રમ્પ ઉન સાથે મુલાકાત કરવા સહમત થયા છે.

    • નોર્થ કોરિયાના હવાલાથી સાઉથ કોરિયાએ કહ્યું થે કે ઉન એટમી ટેસ્ટ બંધ કરવા અને પરમાણુ પ્રસાર અટકાવવા માટે પ્રતિબદ્ધ છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નોર્થ કોરિયાના હવાલાથી સાઉથ કોરિયાએ કહ્યું થે કે ઉન એટમી ટેસ્ટ બંધ કરવા અને પરમાણુ પ્રસાર અટકાવવા માટે પ્રતિબદ્ધ છે. (ફાઇલ)

      વોશિંગ્ટન: અમેરિકાએ મંગળવારે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત નોર્થ કોરિયાના ન્યુક્લિયર હથિયારો અને મિસાઇલ ટેસ્ટ અટકાવ્યા પછી જ શક્ય બને તેમ છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું કે અમેરિકાને આશા છે કે નોર્થ કોરિયા આ શરતોને માનશે અને બંને દેશોની વચ્ચે આ મીટિંગ થશે. ઉલ્લેખનીય છે કે નોર્થ કોરિયાના શાસક કિમ જોંગે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મીટિંગ માટે બાકાયદા આમંત્રણ મોકલ્યું હતું, જેને ટ્રમ્પે સ્વીકારી લીધું.

      નોર્થ કોરિયાએ કર્યા ઘણા વાયદા

      - મંગળવારે વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું, "અમને સંપૂર્ણ આશા છે કે આ મીટિંગ થશે."

      - સારાના જણાવ્યા પ્રમાણે, નોર્થ કોરિયાએ સાઉથ કોરિયાથી મીટિંગનો મેસેજ મોકલ્યો છે. અમેરિકાએ તેને સ્વીકારી લીધો. નોર્થ કોરિયાએ ત્રણ વચનો આપ્યા છે. જો તેઓ તેને પૂરાં કરશે તો આ મીટિંગ થશે.
      - સારાએ કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે નોર્થ કોરિયા એટમી પ્રોગ્રામ બંધ કરે. આ કારણે જ તેના પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે."

      મે માં થઇ શકે છે બંને નેતાઓની મુલાકાત

      - ગત દિવસોમાં સાઉથ કોરિયાનું એક ડેલિગેશન નોર્થ કોરિયા ગયું હતું. જે પછી આ ડેલિગેશન અમેરિકા ગયું. જ્યાં ડેલિગેશને ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે કિમ જોંગે તેમને મીટિંગ માટે ઇન્વાઇટ કર્યા છે.

      - ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને મે મહિનામાં મળવા માટે સંમતિ દર્શાવી છે. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હશે.

      સાઉથ કોરિયાએ નિભાવી મધ્યસ્થીની ભૂમિકા

      - ઉલ્લેખનીય છે કે અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે મુલાકાત કરાવવામાં સાઉથ કોરિયાએ જ મધ્યસ્થીની ભૂમિકા નિભાવી છે. સાઉથ કોરિયાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (એનએસએ) ચુંગ યુઈ-યોંગે એ વાતની જાણકારી આપી કે, ટ્રમ્પ ઉન સાથે મુલાકાત કરવા સહમત થયા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: US says meeting of Trump and Kim Jong possible only if N Korea stops Atomy Test
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `