ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» US says China expanding in Indo pacific region wants to keep pressure on neighbours

  ઇન્ડો-પેસિફિક રિજનમાં ચીન ઘૂસણખોરી કરવા માંગે છે: US

  divyabhaskar.com | Last Modified - Feb 13, 2018, 05:21 PM IST

  અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને કહ્યું કે ચીન ઇન્ડો-પેસિફિક રીજનમાં ઘૂસણખોરી કરવા માંગે છે
  • એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ઇસ્ટ અને સાઉથ ચાઇના સીમાં તાકાત વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ઇસ્ટ અને સાઉથ ચાઇના સીમાં તાકાત વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. (ફાઇલ)

   વોશિંગ્ટન: અમેરિકાએ એકવાર ફરી ચીનની પોલિસી પર નિશાન સાધ્યું છે. અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને કહ્યું કે ચીન ઇન્ડો-પેસિફિક રીજનમાં ઘૂસણખોરી કરવા માંગે છે. આ માટે તે પોતાના પાડોશી દેશો પર દબાણ બનાવીને રાખવા માંગે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ઇસ્ટ અને સાઉથ ચાઇના સીમાં તાકાત વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે.

   દરેક રીતે તાકાત વધારી રહ્યું છે ચીન

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પેન્ટાગોને કહ્યું, "ચીન સતત પોતાની આર્થિક અને મિલિટ્રી તાકાત વધારી રહ્યું છે. આ તેની લોંગ ટર્મ સ્ટ્રેટેજીનો હિસ્સો છે. તેનો અર્થ એ છે કે તે આવનારા સમયમાં ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં પોતાનો અધિકાર વધારશે."

   - પેન્ટાગોને કોંગ્રેસમાં રજૂ થયેલા 2019ના ડિફેન્સ બજેટમાં કહ્યું, "ચીન મિલિટ્રી મોડર્નાઇઝેશન, ઓપરેશન્સ અને પોતાની ઇકોનોમિક પોલિસીઓથી પોતાના પાડોશી દેશો

   પર દબાણ વધારે છે. તેનો હેતુ ઇન્ડો-પેસિફિકમાં ફાયદો ઉઠાવવાનો છે."
   - ઉલ્લેખનીય છે કે ચીન આખા સાઉથ ચાઇના સી પર પોતાનો દાવો કરે છે. જ્યારે ત્યાંના વિસ્તારમાં વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ, બ્રુનેઇ અને તાઇવાન પણ દાવો કરે છે.

   પેન્ટાગોને બીજું શું કહ્યું?

   - "અમેરિકા અને ચીનના ડિફેન્સ રિલેશન ત્યારે જ થઇ શકે છે જ્યારે બંને દેશોની વચ્ચે પારદર્શિતા હોય."

   - "એ પણ સ્પષ્ટ છે કે રશિયા અને ચીન દુનિયા પર પોતાનું પ્રભુત્વ વધારવા માંગે છે, જેથી અન્ય દેશોની સિક્યોરિટી, ડિપ્લોમેટિક અને ઇકોનોમિક ફેંસલામાં તેમની અસર થાય."

   - "નોર્થ કોરિયા અને ઇરાન જેવા દેશ પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ અથવા આતંકવાદને ઉત્તેજન આપીને વિસ્તારમાં અસ્થિરતા પેદા કરી રહ્યા છે."

   શું છે વિવાદનું અસલી કારણ?

   - સાઉથ ચાઇના સીનો લગભગ 35 લાખ સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર વિવાદિત છે.

   - તેના પર ચીન, ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, તાઇવાન અને બ્રુનેઇ દાવો કરે છે.
   - સાઉથ ચાઇના સીમાં તેલ અને ગેસના મોટા ભંડાર દબાયેલા પડ્યા છે.
   - અમેરિકાના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારમાં 213 અબદ બેરલ તેલ અને 900 ટ્રિલિયન ક્યૂબિક ફૂટ કુદરતી ગેસનો ભંડાર છે.
   - વિયેતનામ આ વિસ્તારમાં ભારતને તેલ શોધવાની કોશિશોમાં સામેલ હોવાનું આમંત્રણ આપી ચૂક્યું છે.
   - આ સમુદ્રી રસ્તે દર વર્ષે 7 ટ્રિલિયન ડોલરનો બિઝનેસ થાય છે.
   - ચીને 2013ના અંતમાં એક મોટો પ્રોજેક્ટ ચલાવીને પાણીમાં ડૂબેલા રીફ એરિયાને આર્ટિફિશિયલ આઇલેન્ડમાં બદલી દીધો.
   - અમેરિકા અને ચીન એકબીજા પર આ વિસ્તારને 'મિલિટરાઇઝેશન' (સૈન્યીકરણ) કરવાનો આરોપ લાગી રહ્યો છે.

  • એક અમેરિકન થિંક ટેંકે દાવો કર્યો હતો કે સાઉથ ચાઇના સીમાં ચીન એર સ્ટ્રિપ જેવા ઘણા એસ્ટાબ્લિશમેન્ટ્સ બનાવી રહ્યું છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક અમેરિકન થિંક ટેંકે દાવો કર્યો હતો કે સાઉથ ચાઇના સીમાં ચીન એર સ્ટ્રિપ જેવા ઘણા એસ્ટાબ્લિશમેન્ટ્સ બનાવી રહ્યું છે. (ફાઇલ)

   વોશિંગ્ટન: અમેરિકાએ એકવાર ફરી ચીનની પોલિસી પર નિશાન સાધ્યું છે. અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને કહ્યું કે ચીન ઇન્ડો-પેસિફિક રીજનમાં ઘૂસણખોરી કરવા માંગે છે. આ માટે તે પોતાના પાડોશી દેશો પર દબાણ બનાવીને રાખવા માંગે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ઇસ્ટ અને સાઉથ ચાઇના સીમાં તાકાત વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે.

   દરેક રીતે તાકાત વધારી રહ્યું છે ચીન

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પેન્ટાગોને કહ્યું, "ચીન સતત પોતાની આર્થિક અને મિલિટ્રી તાકાત વધારી રહ્યું છે. આ તેની લોંગ ટર્મ સ્ટ્રેટેજીનો હિસ્સો છે. તેનો અર્થ એ છે કે તે આવનારા સમયમાં ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં પોતાનો અધિકાર વધારશે."

   - પેન્ટાગોને કોંગ્રેસમાં રજૂ થયેલા 2019ના ડિફેન્સ બજેટમાં કહ્યું, "ચીન મિલિટ્રી મોડર્નાઇઝેશન, ઓપરેશન્સ અને પોતાની ઇકોનોમિક પોલિસીઓથી પોતાના પાડોશી દેશો

   પર દબાણ વધારે છે. તેનો હેતુ ઇન્ડો-પેસિફિકમાં ફાયદો ઉઠાવવાનો છે."
   - ઉલ્લેખનીય છે કે ચીન આખા સાઉથ ચાઇના સી પર પોતાનો દાવો કરે છે. જ્યારે ત્યાંના વિસ્તારમાં વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ, બ્રુનેઇ અને તાઇવાન પણ દાવો કરે છે.

   પેન્ટાગોને બીજું શું કહ્યું?

   - "અમેરિકા અને ચીનના ડિફેન્સ રિલેશન ત્યારે જ થઇ શકે છે જ્યારે બંને દેશોની વચ્ચે પારદર્શિતા હોય."

   - "એ પણ સ્પષ્ટ છે કે રશિયા અને ચીન દુનિયા પર પોતાનું પ્રભુત્વ વધારવા માંગે છે, જેથી અન્ય દેશોની સિક્યોરિટી, ડિપ્લોમેટિક અને ઇકોનોમિક ફેંસલામાં તેમની અસર થાય."

   - "નોર્થ કોરિયા અને ઇરાન જેવા દેશ પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ અથવા આતંકવાદને ઉત્તેજન આપીને વિસ્તારમાં અસ્થિરતા પેદા કરી રહ્યા છે."

   શું છે વિવાદનું અસલી કારણ?

   - સાઉથ ચાઇના સીનો લગભગ 35 લાખ સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર વિવાદિત છે.

   - તેના પર ચીન, ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, તાઇવાન અને બ્રુનેઇ દાવો કરે છે.
   - સાઉથ ચાઇના સીમાં તેલ અને ગેસના મોટા ભંડાર દબાયેલા પડ્યા છે.
   - અમેરિકાના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારમાં 213 અબદ બેરલ તેલ અને 900 ટ્રિલિયન ક્યૂબિક ફૂટ કુદરતી ગેસનો ભંડાર છે.
   - વિયેતનામ આ વિસ્તારમાં ભારતને તેલ શોધવાની કોશિશોમાં સામેલ હોવાનું આમંત્રણ આપી ચૂક્યું છે.
   - આ સમુદ્રી રસ્તે દર વર્ષે 7 ટ્રિલિયન ડોલરનો બિઝનેસ થાય છે.
   - ચીને 2013ના અંતમાં એક મોટો પ્રોજેક્ટ ચલાવીને પાણીમાં ડૂબેલા રીફ એરિયાને આર્ટિફિશિયલ આઇલેન્ડમાં બદલી દીધો.
   - અમેરિકા અને ચીન એકબીજા પર આ વિસ્તારને 'મિલિટરાઇઝેશન' (સૈન્યીકરણ) કરવાનો આરોપ લાગી રહ્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US says China expanding in Indo pacific region wants to keep pressure on neighbours
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `