ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» US to PAK: Immediately arrest Taliban leaders or expel them out of country

  તાલિબાન નેતાઓને અરેસ્ટ કરો કે દેશ બહાર કાઢો: USની પાક.ને ચેતવણી

  divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 10:50 AM IST

  પાકિસ્તાનમાં આશરો લેનારા તાલિબાનના આ જ નેતાઓએ ત્યાંની સેનાની મદદથી ભારતની એમ્બેસીને પણ નિશાનો બનાવી હતી
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   વોશિંગ્ટન/નવી દિલ્હી: કાબુલની સૌથી મોટી હોટલ ઇન્ટર-કોન્ટિનેન્ટલ પર હુમલામાં 22 લોકોના માર્યા ગયાના બે દિવસ પછી અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ વલણ વધુ કડક કરી નાખ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું છે કે કાબુલ હુમલા માટે જવાબદાર તાલિબાનના નેતાઓની તાત્કાલિક ધરપકડ કરો અથવા તો પછી દેશની બહાર કાઢી મૂકો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આશરો લેનારા તાલિબાનના આ જ નેતાઓએ ત્યાંની સેનાની મદદથી ભારતની એમ્બેસીને પણ નિશાનો બનાવી હતી. આ ઉપરાંત પણ તાલિબાનના આતંકીઓ પાક. આર્મીની મદદથી અફઘાનિસ્તાનમાં હુમલાઓ કરે છે.

   હવે અમને તાત્કાલિક એક્શન જોઇએ

   - સોમવારે રાતે વ્હાઇટ હાઉસમાં થયેલી એક મીટિંગ પછી ત્યાંની પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સ મીડિયાની સામે આવી. તેમણે પાકિસ્તાનને લઇને કડક વલણ દર્શાવ્યું.

   - સેન્ડર્સે કહ્યું- અમે પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું છે કે તેમણે તાત્કાલિક તાલિબાન નેતાઓની ધરપકડ કરવી પડશે અથવા તો પછી તેમને દેશની બહાર કાઢી મૂકવા પડશે. આ આતંકીઓ પાકિસ્તાનની જમીનથી જ પોતાના બદ્ઇરાદાઓને અંજામ આપતા રહ્યા છે.

   - સેન્ડર્સે કહ્યું- પાકિસ્તાનમાં આશરો લેનારા આ આતંકીઓ પાડોશી દેશોમાં હુમલો કરે તેને હવે સહન કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે તાલિબાને જ ઇન્ટર-કોન્ટિનેન્ટલ હોટલ પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. હુમલામાં 22 લોકોના મોત થઇ ગયા હતા.

   અમારા ઇરાદા મજબૂત

   - સેન્ડર્સે આગળ કહ્યું- કાબુલની સૌથી મોટી હોટલ પર આતંકી હુમલો થયો. આ પ્રકારના હુમલાઓ પછી અફઘાનિસ્તાન સાથે અમારા સંબંધો વધુ મજબૂત થયા છે. અમે એ સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે અમેરિકા પોતાના આ દોસ્તની મદદ હવે વધુ સારી રીતે કરશે.

   - પ્રેસ સેક્રેટરીએ એમપણ કહ્યું કે હુમલા દરમિયાન અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ ખૂબ સારી અને ઝડપી કાર્યવાહી કરી. અમેરિકન સૈનિકોએ પણ આ ઓપરેશનમાં તેમની મદદ કરી. અફઘાનિસ્તાનના દુશ્મન ભલે જ્યાં હોય, અમેરિકા તેમને નહીં છોડે.

   મોટી હોટલોમાં સામેલ

   - અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઇન્ટર-કોન્ટિનેન્ટલ હોટલ પર શનિવારે રાતે હુમલો થયો હતો. ઇન્ટરકોન્ટિનેન્ટલ એ જ હોટલ છે જેના પર 2011માં તાલિબાનોએ હુમલો કર્યો હતો. ત્યારે 9 હુમલાખોરો સહિત કુલ 21 લોકો માર્યા ગયા હતા.

   - આ કાબુલની સૌથી મોટી લક્ઝરી હોટલોમાંની એક છે જે એક પહાડી પર બનેલી છે.
   - અફઘાન રાજધાનીના સરકારી ઓફિસરો અને વિદેશી મહેમામનો અહીંયા રોકાવાનું પસંદ કરે છે. આ હોટલમાં મોટાભાગે લગ્ન, સંમેલન અને રાજનૈતિક મીટિંગ્સ થાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US to PAK: Immediately arrest Taliban leaders or expel them out of country
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `