Home » International News » America » US President Trump wants to stop subsidies to India China and other growing economies

ભારત-ચીનને સબસીડી આપવી મૂર્ખતા, US પોતે ઝડપથી પ્રગતિ કરવા માંગે છે- ટ્રમ્પ

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 06:09 PM

ટ્રમ્પે કહ્યું- અમે ઈચ્છીએ છીએ કે અમેરિકા બીજા કોઈ દેશની તુલનામાં ઝડપથી આગળ વધે

  • US President Trump wants to stop subsidies to India China and other growing economies
    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ)

    વોશિંગ્ટન. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ભારત અને ચીન જેવા વિકસતી અર્થવ્યવસ્થાઓને આપવામાં આવતી સબસીડીને રોકવા માંગે છે. ઉત્તરી ડકોટા પ્રાંતના ફાર્ગો શહેરમાં પાર્ટી મીટિંગ દરમિયાન તેઓએ કહ્યું- અમેરિકા પણ એક વિકાસશીલ દેશ છે. અમે ઈચ્છીએ છીએ કે અમેરિકા બીજા કોઈ દેશની તુલનામાં ઝડપથી આગળ વધે. ભારત-ચીનને સબ્સિડિ આપવાને તેઓએ મૂર્ખતા ગણાવી છે.

    તેઓએ વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યૂટીઓ)ની ટીકા કરી. કહ્યું કે, આ બહુપક્ષીય વ્યાપાર સંગઠને ચીનને સભ્ય બનાવીને 'દુનિયાની એક મોટી આર્થિક તાકાત' બનવાની તક આપી.

    ભારત-ચીન ઝડપથી આગળ વધી રહ્યા છે

    ટ્રમ્પે કહ્યું કે, આપણે ભારત અને ચીન જેવા દેશોને એટલા માટે સબસીડી આપી રહ્યા છીએ કારણ કે તેઓ વિકાસશીલની કેટેગરીમાં આવે છે અને હજુ પર્યાપ્ત રીતે વિકસિત નથી. તે માત્ર ગાંડપણ છે. ભારત, ચીન કે પછી બીજા લાભાર્થી, સૌ હકિકતમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આ દેશ પોતાને વિકાસશીલ કહે છે અને આ કેટેગરીમાં હોવાના કારણે તેઓ સબસીડી મેળવે છે. એટલા માટે આપણે તેમને નાણા આપવા પડે છે. પરંતુ, હવે વધુ નહીં. અમે તેને બંધ કરવા જઈ રહ્યા છીએ, એનાથી વિશેષ કહું કે અમે તેને બંધ કરી ચૂક્યા છીએ. અંતે આપણે પણ વિકાસશીલ છીએ. હું ઈચ્છું છું કે અમેરિકાને પણ આ કેટેગરીમાં રાખવામાં આવે. અમે બાકીના દેશોની વધુ ઝડપથી આગળ વધવા માગીએ છીએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ