અમેરિકાએ 11 દેશોના શરણાર્થી પર લગાવેલો પ્રતિબંધ હટાવ્યો

આ 11 દેશોના શરણાર્થીઓના નામ જાહેર નથી કરવામાં આવ્યા.

divyabhaskar.com | Updated - Jan 30, 2018, 12:21 PM
10 મુસ્લિમ બહુમતીવાળા દેશો અને નોર્થ કોરિયાના શરણાર્થીઓએ કડક સિક્યોરિટીનો સામનો કરવો પડશે. (ફાઇલ)
10 મુસ્લિમ બહુમતીવાળા દેશો અને નોર્થ કોરિયાના શરણાર્થીઓએ કડક સિક્યોરિટીનો સામનો કરવો પડશે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ આજે મંગળવારે 'હાઇ રિસ્ક બેઝ્ડ' 11 દેશોના શરણાર્થીઓ પરથી પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. તેમ છતાં અમેરિકામાં પ્રવેશ માટે ઇચ્છુક શરણાર્થીઓએ પહેલાં કરતા વધુ કડક સિક્યોરિટીમાંથી પસાર થવું પડશે. આ 11 દેશોના શરણાર્થીઓના નામ જાહેર નથી કરવામાં આવ્યા. પરંતુ 10 મુસ્લિમ બહુમતીવાળા દેશો અને નોર્થ કોરિયાના શરણાર્થીઓએ કડક સિક્યોરિટીનો સામનો કરવો પડશે.

ઓક્ટોબરમાં લગાવ્યો હતો પ્રતિબંધ
- હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટજેન નિલ્સનના જણાવ્યા અનુસાર, આ ખૂબ જ જરૂરી છે કે, અમને એ બાબતની માહિતી હોય કે અમેરિકામાં કોણ પ્રવેશ કરી રહ્યું છે.
- નિલ્સને કહ્યું કે, વધારે સિક્યોરિટી ઉપાયોના કારણે ખોટાં લોકો માટે અમારાં શરણાર્થી કાર્યક્રમનો લાભ ઉઠાવવાનું મુશ્કેલ બનશે. સુરક્ષા ઉપાય એ સુનિશ્ચિત કરશે કે અમે દેશ માટે વધુ સતર્ક દ્રષ્ટીકોણ અપનાવીએ.
- ઉલ્લેખનીય છે કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વધતી જતી આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગત ઓક્ટોબર મહિનામાં શરણાર્થી નીતિની સમીક્ષા બાદ પ્રતિબંધ લગાવ્યો હતો.
- જો કે, તે સમયે પણ અધિકારીક રીતે ઓળખ નહોતી બતાવવામાં આવી. પરંતુ શરણાર્થી ગ્રુપનું કહેવું છે કે, આ દેશોમાં ઇજિપ્ત, ઇરાન, ઇરાક, લીબિયા, માલી, નોર્થ કોરિયા, સોમાલિયા, દક્ષિણ સૂડાન, સીરિયા અને યમન સામેલ છે.
- નામ નહીં જણાવવાની શરતે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, 11 દેશો માટે વધારવામાં આવેલી સુરક્ષા તપાસની નીતિ મુસ્લિમોને ધ્યાનમાં રાખીને નથી બનાવવામાં આવી.

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વધતી જતી આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગત ઓક્ટોબર મહિનામાં શરણાર્થી નીતિની સમીક્ષા બાદ પ્રતિબંધ લગાવ્યો હતો. (ફાઇલ)
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વધતી જતી આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગત ઓક્ટોબર મહિનામાં શરણાર્થી નીતિની સમીક્ષા બાદ પ્રતિબંધ લગાવ્યો હતો. (ફાઇલ)
શનિવારે વ્હાઇટ હાઉસની બહાર રેફ્યૂજી બૅનના વિરોધીઓએ દેખાવ કર્યો હતો.
શનિવારે વ્હાઇટ હાઉસની બહાર રેફ્યૂજી બૅનના વિરોધીઓએ દેખાવ કર્યો હતો.
X
10 મુસ્લિમ બહુમતીવાળા દેશો અને નોર્થ કોરિયાના શરણાર્થીઓએ કડક સિક્યોરિટીનો સામનો કરવો પડશે. (ફાઇલ)10 મુસ્લિમ બહુમતીવાળા દેશો અને નોર્થ કોરિયાના શરણાર્થીઓએ કડક સિક્યોરિટીનો સામનો કરવો પડશે. (ફાઇલ)
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વધતી જતી આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગત ઓક્ટોબર મહિનામાં શરણાર્થી નીતિની સમીક્ષા બાદ પ્રતિબંધ લગાવ્યો હતો. (ફાઇલ)પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વધતી જતી આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગત ઓક્ટોબર મહિનામાં શરણાર્થી નીતિની સમીક્ષા બાદ પ્રતિબંધ લગાવ્યો હતો. (ફાઇલ)
શનિવારે વ્હાઇટ હાઉસની બહાર રેફ્યૂજી બૅનના વિરોધીઓએ દેખાવ કર્યો હતો.શનિવારે વ્હાઇટ હાઉસની બહાર રેફ્યૂજી બૅનના વિરોધીઓએ દેખાવ કર્યો હતો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App