Home » International News » America » US in cincinnati gunman kills three people and police shoot him dead

USની બેંકમાં ફાયરિંગ, એક ભારતીય સહિત ત્રણનાં મોત; પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 11:22 AM

અમેરિકાના સિનસિનાટી શહેરની એક બેંકમાં ગુરૂવારે એક ગનમેને ગોળીઓ ચલાવીને મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરી દીધી.

  • US in cincinnati gunman kills three people and police shoot him dead
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આરોપીએ સૌથી પહેલાં ફાઉન્ટેન સ્કેવરની પાસે સ્થિત ફિફ્થ થર્ડ બેંકની બહારે ગોળીઓ ચલાવી. જે બાદ તે બેંકમાં દાખલ થયો અને ફાયરિંગ કર્યું

    ઓહિયોઃ અમેરિકાના સિનસિનાટી શહેરના ફિફ્થ થર્ડ બેંકમાં ગનમેને ખુલ્લેઆમ ગોળીઓ ચલાવીને ભારતીય મૂળના નાણાંકીય સલાહકાર પૃથ્વીરાજ કંડેપી સહિત ત્રણ લોકોની હત્યા કરી દીધી છે. પોલીસે તેને રોકવાના પ્રયાસો કર્યાં. આરોપી ન માન્યો તો તેને ગોળી મારી દીધી.

    29 વર્ષના પૃથ્વીરાજ કંડેપી આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાનો રહેવાસી હતો. તેલગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના એક સભ્યને જણાવ્યું કે કંડેપી બેંકમાં સલાહકાર રીતે કામ કરતાં હતા. તેમના મૃતદેહને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

    આરોપીની ઓળખ ન થઈ શકી

    શહેરના પોલીસ પ્રમુખ ઈલિયટ ઇસાકના જણાવ્યા મુજબ આરોપીએ સૌથી પહેલાં ફાઉન્ટેન સ્કેવરની પાસે સ્થિત ફિફ્થ થર્ડ બેંકની બહારે ગોળીઓ ચલાવી. જે બાદ તે બેંકમાં દાખલ થયો અને ફાયરિંગ કર્યું. આરોપીની ઓળખ થઈ શકી નથી. આ ઉપરાંય તે પણ જાણ નથી થઈ કે તેને લોકો પર ગોળીઓ કેમ ચલાવી. ઘટનામાં કોઈ પોલીસ કર્મચારી ઘાયલ થયો ન હતો.

    ફાયરિંગ 4 ઘાયલ

    સિનસિનાટીના મેયર જોન ક્રેનલે જણાવ્યા મુજબ, ગોળીબારીમાં સામાન્ય નાગરિક માર્યા ગયા. સમગ્ર ઘટના થોડાં સમયમાં જ થઈ ગઈ. પોલીસે જણાવ્યા મુજબ 4 જેટલાં ઈજાગ્રસ્તોને સિનસિનાટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં છે.

    આરોપીએ ડઝન ગોળીઓ ચલાવી


    ફાઉન્ટેન સ્કેવરની પાસે એક દુકાનમાં કામ કરનારી ઈબોની જિનયાર્ડે જણાવ્યું કે ફાયરિંગનો અવાજ સંભળાતાં જ તે અન્ય કર્મચારીઓ અને ગ્રાહકોની સાથે જમીન પર સુઈ ગઈ. ગનમેન તેની ઘણી નજીક હતો અને તેને બારૂદની પણ સુગંધ આવતી હતી. જિનયાર્ડે જણાવ્યું કે જો અમે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હોત તો તેઓ અમને પણ મારી નાંખત. એક અન્ય પ્રત્યક્ષદર્શી લિયોનોર્ડ કેને જણાવ્યું કે જ્યારે તે બેંકમાં ઘૂસવાનો હતો ત્યારે એક વ્યક્તિને અંધાધુંધ ફાયરિંગ કરતાં જોયો. તે સમયે એક મહિલા બેંકમાં જતી રહી હતી. લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ હેડફોન લગાવવાને કારણે મહિલાને કંઈજ સંભળાયું નહીં. આરોપીએ તેની હત્યા કરી દીધી.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • US in cincinnati gunman kills three people and police shoot him dead
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પોલીસે જણાવ્યા મુજબ 4 જેટલાં ઈજાગ્રસ્તોને સિનસિનાટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં છે
  • US in cincinnati gunman kills three people and police shoot him dead
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શહેરના પોલીસ પ્રમુખ ઈલિયટ ઇસાકના જણાવ્યા મુજબ આરોપીએ સૌથી પહેલાં ફાઉન્ટેન સ્કેવરની પાસે સ્થિત ફિફ્થ થર્ડ બેંકની બહારે ગોળીઓ ચલાવી
  • US in cincinnati gunman kills three people and police shoot him dead
    પોલીસે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો, આરોપી ન માન્યો તો તેને ગોળી મારી દેવામાં આવી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ