તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

US: બોર્ડર વૉલ મુદ્દે સહમતિ નહીં થતા શટડાઉન, 8 લાખ કર્મચારીઓ હડતાળ પર જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રમ્પે ટ્વીટર પર શટડાઉનના બે કલાક પહેલાં મોડી રાત્રે બિલ પસાર થવાની સંસદની કાર્યવાહી દરમિયાન વીડિયો પોસ્ટ કર્યો હતો. (ફાઇલ) - Divya Bhaskar
ટ્રમ્પે ટ્વીટર પર શટડાઉનના બે કલાક પહેલાં મોડી રાત્રે બિલ પસાર થવાની સંસદની કાર્યવાહી દરમિયાન વીડિયો પોસ્ટ કર્યો હતો. (ફાઇલ)

- અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરી 'ડેમોક્રેટ શટડાઉન' પર રોષ વ્યક્ત કર્યો. 
- અમેરિકન સાંસદોએ શુક્રવારે સાંજે સેનેટરોએ કહ્યું કે, જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટ્સ સાથે સંધિ નહીં કરે, ત્યાં સુધી તેઓ વધારાના કાયદા પર હસ્તાક્ષર નહીં કરે.
- શટડાઉન પર અધિકારીઓએ કહ્યું કે, લાઇફ સેફ્ટી અને પ્રોપર્ટી પ્રોટેક્શનને લગતી એજન્સી અને પ્રોગ્રામ ચાલુ રહેશે. 
- સાઉથ મેક્સિકો બોર્ડર પર માઇગ્રન્ટ્સને અટકાવવા બોર્ડર વૉલ માટે ટ્રમ્પ ફંડ ઇચ્છે છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, જો ડેમોક્રેટ્સ બજેટ પસાર નહીં કરે તો તે સ્પેન્ડિંગ બિલ પર સાઇન નહીં કરે. 

 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની સરકારે ક્રિસમસટાઇમ શટડાઉન શરૂ કરી દીધું છે. શુક્રવારે અમેરિકન કોંગ્રેસમાં ટ્રમ્પની બોર્ડર વૉલ યોજના માટે ફંડ પર સહમતિ બની શકી નહતી. ટ્રમ્પે સાઉથ મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવા માટે 5.7 અબજ ડૉલર (અંદાજિત 40 હજાર કરોડ)ના ફંડની માંગણી કરી હતી. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, આ બિલ પસાર નહીં થયું તો તેઓ બજેટ (ગવર્મેન્ટ સ્પેન્ડિંગ બિલ) પર હસ્તાક્ષર નહીં કરે, જેનાથી સરકારના અનેક વિભાગો હડતાળ પર જઇ શકે છે. ટ્રમ્પે 'ડેમોક્રેટ શટડાઉન' પર ટ્વીટર પર રોષ ઠાલવ્યો હતો. આ શટડાઉનના કારણે અંદાજિત 8 લાખ ફેડરલ વર્કર્સ ગવર્મેન્ટ રિઓપન સુધી કામ પર નહીં જઇ શકે. 

 

 

ફંડની માગ વચ્ચે સેનેટ સ્થગિત 


- સેનેટમાં શુક્રવારે બોર્ડર વૉલ પર ચર્ચા થઇ, તેમ છતાં સાંસદોની વચ્ચે ફંડ્સને લઇ સહમતિ બની શકી નહતી અને કાર્યવાહી સ્થગિત કરવી પડી. 
- નવી સમજૂતી નહીં થયા બાદ અમેરિકામાં રાત્રે 12 વાગ્યા બાદ અંદાજિત એક ચતુર્થાંશ અમેરિકન ફેડરલ એજન્સીઓના ફંડ અટકી જશે. જેના કારણે ગૃહ વિભાગ, પરિવહન, કૃષિ, વિદેશ અને ન્યાય વિભાગ શટડાઉન પર જશે. આ ઉપરાંત નેશનલ પાર્ક અને જંગલો પણ બંધ કરી દેવામાં આવશે.  

 

OUR GREAT COUNTRY MUST HAVE BORDER SECURITY! pic.twitter.com/ZGcYygMf3a

— Donald J. Trump (@realDonaldTrump) December 22, 2018
 
 


શનિવારે 12 વાગ્યાથી શટડાઉન શરૂ 


- મુખ્ય સરકારી કચેરીઓના કામકાજ શનિવારે 12 વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યા હતા. 
- ટ્રમ્પે આ શટડાઉન માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે ગત અઠવાડિયે જ યુએસ-મેક્સિકો બોર્ડર મુદ્દે ફંડ નહીં મળે તો શટડાઉન કરવાનો મને 'ગર્વ' થશે તેવું નિવેદન આપ્યું હતું. 


ટ્રમ્પે ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરી આપી જાણકારી 


- 'આપણે શટડાઉન કરી રહ્યા છીએ, આપણે આ અંગે કંઇ જ કરી શકીએ એમ નથી કારણ કે, શટડાઉનને અટકાવવા માટે ડેમોક્રેટ્સના મત જરૂરી છે. આશા રાખીએ કે, આ શટડાઉન લાંબા સમય સુધી ના ચાલે.'
- ટ્રમ્પે ટ્વીટર પર શટડાઉનના બે કલાક પહેલાં મોડી રાત્રે બિલ પસાર થવાની સંસદની કાર્યવાહી દરમિયાન વીડિયો પોસ્ટ કર્યો હતો.
- અમેરિકાના રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ સાંસદોએ આ અઠવાડિયે શોર્ટ-ટર્મ ફંડિંગ કાયદા માટે જે ડીલ સામે મુકી હતી તેમાં ટ્રમ્પના બોર્ડર વૉલ માટે 5 બિલિયન ડોલરનો સમાવેશ નહતો, તેથી ગુરૂવારે પ્રેસિડન્ટે કહ્યું હતું કે, તેઓ આ બિલ પર હસ્તાક્ષર નહીં કરે. 
- ટ્રમ્પનું કહેવું છે કે, મેક્સિકો બોર્ડર ખુલ્લી હોવાના કારણે ગેરકાયદે ઇમિગ્રેશન વધી રહ્યું છે. જેના કારણે અમેરિકામાં ક્રાઇમ પણ વધી રહ્યા છે. તેને અટકાવવા માટે મેક્સિકો બોર્ડર પર દિવાલ હોવી જરૂરી છે. 
- આ બોર્ડર વૉલ માટે ટ્રમ્પે કોંગ્રેસ પાસે 5 બિલિયન ડોલર (40,000 કરોડ)ની માગ કરી છે. સત્તારૂઢ રિપબ્લિકન પાર્ટીના બહુમતવાળી પ્રતિનિધિ સભા (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ)માં આ સંબંધે એક બિલ પહેલેથી જ પાસ થઇ ગયું છે. પરંતુ સંસદના ઉચ્ચ ગૃહ સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીનો દબદબો છે. સેનેટમાં બિલ પાસ કરાવવા માટે ટ્રમ્પને ડેમોક્રેટ્સના વોટની જરૂર છે.

 

શનિવારે ફરીથી સંસદની કાર્યવાહી 


- બોર્ડર ફંડ માટેની ડેડલાઇન પહેલાં સાંસદોએ વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ અને અન્ય વ્હાઇટ હાઉસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેથી બંને પોલિટિકલ પાર્ટી અને ટ્રમ્પ વચ્ચે બિલની રકમને લઇ વચગાળાનો રસ્તો મળી શકે. 
- જો કે, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટ વચ્ચે કોઇ સહમતિ નહીં થતા સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવી પડી અને મોડી રાત્રે 12 વાગ્યાથી પાર્શિયલ શટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું હતું. 
- આ સપ્તાહના અંતમાં સંસદની કાર્યવાહી શરૂ કરવામાં આવશે જો કે, તેમાં કોઇ નવા પ્રસ્તાવો રજૂ કરવામાં આવશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. 


અનેક મહત્વપૂર્ણ એજન્સીઓ કામકાજ પ્રભાવિત થશે 


- ફેડરલ ગવર્મેન્ટના ત્રણ ક્વાર્ટરના પ્રોગ્રામ્સને આગામી 30 સપ્ટેમ્બર સુધીનું ફંડ પહેલેથી જ આપી દેવામાં આવ્યું છે, જેમાં ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, લેબર ડિપાર્ટમેન્ટ, હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસનો સમાવેશ થાય છે. 
- જ્યારે હોમલેન્ડ સિક્યોરિટી, જસ્ટિસ, એગ્રિકલ્ચરના ફંડ શુક્રવારે મોડીરાતથી જ અટકી ગયા હતા. 
- શટડાઉનની સ્થિતિમાં અમેરિકામાં અનેક મહત્વપૂર્ણ એજન્સીઓના કામ પ્રભાવિત થઇ શકે છે. ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરી હતી કે, જો ડેમોક્રેટ્સે બોર્ડર સિક્યોરિટી માટે વોટ ના કર્યા તો આજે સરકાર કામ નહીં કરે. ટ્રમ્પની આ જાહેરાતની અસર શૅરમાર્કેટમાં પણ જોવા મળી હતી.

 

ત્રણ મહિના પહેલાં આ જ મુદ્દે શટડાઉનની ધમકી આપી હતી 

 

- ટ્રમ્પે ચૂંટણી પહેલાં વાયદો કર્યો હતો કે, પ્રેસિડન્ટ બન્યા બાદ તેઓ મેક્સિકો બોર્ડર પરથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અને ડ્રગ્સની તસ્કરી અટકાવવા માટે બોર્ડર વૉલ તૈયાર કરાવશે. 
- આ વાયદાને પુરો કરવા માટે તેઓ છેલ્લાં ઘણાં સમયથી કોંગ્રેસ પાસે ફંડ્સની માગ કરી રહ્યા છે. ત્રણ મહિના પહેલાં સપ્ટેમ્બરમાં પણ તેઓએ કોંગ્રેસને હડતાળ પર જવાની ધમકી આપી હતી.  

 

અન્ય સમાચારો પણ છે...