ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» US delays decision on work permits of spouses of H 1B visa holders

    H-1B વિઝા હોલ્ડર્સ અંગે US દ્વારા મળી મોટી રાહત, ભારતીયો ખુશ

    divyabhaskar.com | Last Modified - Mar 04, 2018, 10:15 AM IST

    આ ફેંસલો ટળી જવાથી ભારતીય કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળી છે
    • ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથી (પતિ અથવા પત્ની)ના કામના અધિકારને સમાપ્ત કરવા વિશેનો નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો છે. (પ્રતીકાત્મક તસવીર)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથી (પતિ અથવા પત્ની)ના કામના અધિકારને સમાપ્ત કરવા વિશેનો નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો છે. (પ્રતીકાત્મક તસવીર)

      વોશિંગ્ટન: અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથી (પતિ અથવા પત્ની)ના કામના અધિકારને સમાપ્ત કરવા વિશેનો નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો છે. આ ફેંસલો ટળી જવાથી ભારતીય કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળી છે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી- ડીએચએસએ આ અઠવાડિયે અદાલતની સામે કહ્યું કે તેઓ હાલમાં એચ-4 વીઝાનો ઉપયોગ કરનારા એચ-1બી વિઝા હોલ્ડર્સના પતિ-પત્નીઓના કામનો અધિકાર સમાપ્ત કરવાનો નિર્ણય જૂન સુધી નહીં લે. આ નિર્ણયના આર્થિક પ્રભાવની સમીક્ષા કરવા માટે સમયની જરૂર છે.

      જૂન સુધીમાં થઇ શકે છે નિર્ણય

      - 2015થી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા એચ-1બી વિઝા હોલ્ડર્સ એટલે કે હાઇલી સ્કિલ્ડ પ્રોફેશનલ્સના પતિ-પત્નીઓ એચ-4 આશ્રિત વિઝા પર અમેરિકામાં કામ કરવા માટે લાયક છે. પૂર્વ ઓબામા એડમિનિસ્ટ્રેશને આ બાબતે નિયમ જાહેર કર્યો હતો.

      - ડીએચએસ પહેલા આ વિશે 28 ફેબ્રુઆરીના રોજ નિર્ણય કરવાનું હતું. ડિપાર્ટમેન્ટે કોર્ટ સમક્ષ કહ્યું કે આ મામલે નવી રીતે આર્થિક વિશ્લેષણની જરૂર છે, જેમાં કેટલાક અઠવાડિયાઓનો સમય લાગી શકે છે.

      - એવું અનુમાન છે કે ડીએચએસ પ્રસ્તાવિત નિયમની મંજૂરીને લઇને આ વિશે 'ઑફિસ ઑફ મેનેજમેન્ટ એન્ડ બજેટ'ને જૂન 2018 સુધીમાં રજૂ કરશે. તેનાથી એચ-1બી વિઝા હોલ્ડર્સના પતિ-પત્નીઓને થોડાક સમય માટે રાહત મળી છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીય કર્મચારીઓ છે.

    • પ્રતીકાત્મક તસવીર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રતીકાત્મક તસવીર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: US delays decision on work permits of spouses of H 1B visa holders
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `