વિઝા / દાયકાઓથી ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયો માટે ખુશખબર, US સેનેટમાં નવા કાયદાની રજૂઆત

ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન એક્ટ હેઠળ પાંચ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ LPR કેટેગરીઝ માટે દર વર્ષે 1.40 લાખ વિઝા આપવામાં આવે છે. (ફાઇલ)
ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન એક્ટ હેઠળ પાંચ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ LPR કેટેગરીઝ માટે દર વર્ષે 1.40 લાખ વિઝા આપવામાં આવે છે. (ફાઇલ)
X
ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન એક્ટ હેઠળ પાંચ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ LPR કેટેગરીઝ માટે દર વર્ષે 1.40 લાખ વિઝા આપવામાં આવે છે. (ફાઇલ)ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન એક્ટ હેઠળ પાંચ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ LPR કેટેગરીઝ માટે દર વર્ષે 1.40 લાખ વિઝા આપવામાં આવે છે. (ફાઇલ)

  • હાલની સિસ્ટમ હેઠળ 9,800 ભારતીયોને દર વર્ષે અમેરિકન ગ્રીન કાર્ડ મળે છે.
  • આ એવું બિલ છે જે ગ્રીન માટે પ્રતિ-દેશ કૅપને હટાવવામાં મદદરૂપ સાબિત થશે. 

divyabhaskar.com

Feb 09, 2019, 03:41 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના હાઉસ ઓફ રેપ્રિઝન્ટેટિવ અને સેનેટ સભ્યોએ નવા કાયદાની જાહેરાત કરી છે. આ નવા કાયદા હેઠળ પ્રતિ-દેશ ગ્રીન કાર્ડ લિમિટને દૂર કરવાના નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ બિલ પસાર થયું તો અમેરિકામાં કાયમી વસવાટની રાહ જોતાં હજારો ભારતીયોને ફાયદો થશે. અમેરિકાની સિલિકોન વેલીની ટોચની કંપનીઓ જેમ કે, ગૂગલ અને કોર્પોરેટ બોડી - યુએસ ચેમ્બર ઓફ કોમર્સ પણ આ કાયદાના પક્ષમાં છે. 
1. હાઇ સ્કિલ્ડ ઇમિગ્રેશન કાયદાનો પ્રસ્તાવ રજૂ
અમેરિકામાં વસતા ભારતીયો પ્રોફેશનલ મોટાંભાગે H1-B વિઝા પર જ જતા હોય છે. એચ1-બી વિઝા હેઠળ તેઓ અમેરિકાની ટોચ કંપનીઓમાં કામ કરી શકે છે. હાલમાં થયેલાં કેટલાંક સર્વેક્ષણ અનુસાર, અમુક કેટેગરીમાં ભારતીય પ્રોફેશનલ્સ ગ્રીન કાર્ડ માટે 151 વર્ષ સુધી રાહ જોવી પડે છે. 
યુનાઇટેડ સ્ટેટ રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ્સ અને જેઓ અહીં શરૂઆતમાં H1-B અથવા L વિઝા પર આવ્યા હોય તેવા વિદેશીઓને દર વર્ષે 140,000 ગ્રીન કાર્ડ્સ મંજૂર કરે છે. હાલના કાયદા પ્રમાણે ગ્રીન કાર્ડના સાત ટકા સૌથી પોપ્યુલર દેશોને આપવામાં આવે છે. 
આ સાત ટકાની લિમિટના કારણે ચીન અથવા ભારતના પોસ્ટ-ગ્રેજ્યુએટ્સને અડધા દાયકા સુધી અથવા તેનાથી વધુ વર્ષો સુધી રાહ જોવી પડે છે. સેનેટમાં રિપબ્લિકન માઇક લી અને ડેમોક્રેટિક કમલા હેરિસે ફેરનેસ ફોર હાઇ સ્કિલ્ડ ઇમિગ્રેશન કાયદાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ એવું બિલ છે જે ગ્રીન માટે પ્રતિ-દેશ કૅપને હટાવવામાં મદદરૂપ સાબિત થશે. 
અન્ય 13 સાંસદોએ પણ ફેરનેસ ફોર હાઇ-સ્કિલ્ડ ઇમિગ્રન્ટ્સ એક્ટ હેઠલ પ્રતિ દેશ કૅપ અને ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડને 7 ટકાથી વધારીને 15 ટકા કરવાના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવે છે. 
5. માત્ર 9,800 ભારતીયોને ગ્રીન કાર્ડ
અસ્થાયી વિઝા પર કામ કરવા અમેરિકા આવેલા અંદાજિત 4 લાખ 20 હજાર વિદેશી વર્કર્સ H1-B વિઝાને લઇને કડક નિયમોના શિકાર થઇ રહ્યા છે. તેમાંથી 3 લાખ ભારતીય છે. અમેરિકામાં તેઓના સ્થાયી રોકાણ અને નાગરિકતાના આધાર તેમના મૂળ દેશ આધારિત ક્વોટા પર નિર્ભર થઇ ગયું છે. સાથે જ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મુદ્દે વધુ ભાર આપવાની કિંમત કાયદેસર ઇમિગ્રન્ટ્સને ચૂકવવી પડે છે. 
હાલની સિસ્ટમ હેઠળ 9,800 ભારતીયોને દર વર્ષે અમેરિકન ગ્રીન કાર્ડ મળે છે. અમેરિકામાં મોટાંભાગના ભારતીયો ટ્રમ્પનું સમર્થન કરે છે. તેનું કારણ એ છે કે, તેઓએ ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારાનો ભરોસો આપે છે. કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, હાલની ઇમિગ્રેશન સિસ્ટમ કાયદેસર રીતે અમેરિકા આવનારા લોકો માટે જોખમ ઉભું કરે છે, જ્યારે કાયદેસર પ્રવાસીઓની સહાયતા કરે છે જેને અનેક એમ્નેસ્ટી અને રેગ્યુલરાઇઝેશન પ્રોગ્રામ્સનો ફાયદો મળે છે.  
વર્તમાન સિસ્ટમમાં ગ્રીન કાર્ડ્સ માટે 7 ટકા કંન્ટ્રી ક્વોટા અથવા લીગલ પર્માનેન્ટ રેસિડન્સી (LPR) લાગુ થાય છે, તેથી ભારત અને ચીન જેવા મોટાં દેશોના નાગરિકોને અમેરિકાની નાગરિકતા મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે, કારણ કે આ બંને દેશોમાંથી અમેરિકા જતા લોકોની સંખ્યા વધુ હોય છે. 
અત્યારે જે ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન એક્ટ હેઠળ પાંચ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ LPR કેટેગરીઝ માટે દર વર્ષે 1.40 લાખ વિઝા આપવામાં આવે છે. આ આંકડો નાણાકીય વર્ષ 2017માં મંજૂર કરવામાં આવેલા કુલ 11 લાખ વિઝાના અંદાજિત 12 ટકા પડે છે. પછી જે દેશોના ઇમિગ્રન્ટ્સ અમેરિકા આવે છે, તેમના પર મંજૂર કરવામાં આવેલા તમામ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ LPRના વાર્ષિક મહત્તમ 7 ટકાના નિયમ લાગુ થાય છે. તેનો અર્થ એ છે કે, દર વર્ષે ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા ત્રણ લાખ ભારતીયોમાંથી અંદાજિત 9,800 ઇમિગ્રન્ટ્સને જ સફળતા મળે છે. આ પ્રકારે રાહ જોનારાઓની સંખ્યા પ્રતિવર્ષ વધતી જ રહે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી