અમેરિકાએ પાકિસ્તાનને આપવાની 2130 કરોડ રૂપિયાની મદદ રોકી, કહ્યું- હજુ આતંકીઓને છાવરી રહ્યાં છે

અમેરિકા તરફથી પાકિસ્તાનને અપાતી આ સહાય રકમને કોએલિશન સપોર્ટ ફંડ (CSF) નામ આપવામાં આવ્યું હતું.

Divyabhaskar.com | Updated - Sep 02, 2018, 09:02 AM
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું કહે
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું કહે

અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી 300 મિલિયન ડોલર (2130 કરોડ રૂપિયા)ની મદદને રદ કરી દીધી છે. અને સાથે તેમ પણ કહ્યું છે કે ઈસ્લામાબાદ આતંકીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ સહાય રકમને કોએલિશન સપોર્ટ ફંડ (CSF) નામ આપવામાં આવ્યું હતું.

વોશિંગ્ટનઃ અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી 300 મિલિયન ડોલર (2130 કરોડ રૂપિયા)ની મદદને રદ કરી દીધી છે. અને સાથે તેમ પણ કહ્યું છે કે ઈસ્લામાબાદ આતંકીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ સહાય રકમને કોએલિશન સપોર્ટ ફંડ (CSF) નામ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાન દ્વારા આતંકીઓને આપવામાં આવતી ઢીલને ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું હતું કે પાકિસ્તાને કોઈ કાર્યવાહી તો નથી કરી, પરંતુ તેના ઉલટું તેઓ ખોટું અને દગાબાજી કરે છે.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે ગત 17 વર્ષથી અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરૂદ્ધ અમેરિકાની આગેવાની સેના યુદ્ધ લડી રહી છે અને પાકિસ્તાન આતંકીઓનું સુરક્ષિત સ્થળ બની ગયું છે. એક અમેરિકન ઓફિસરના જણાવ્યા મુજબ, "અમેરિકાના રક્ષા મંત્રી જેમ્સ મેટીસે કહ્યું હતું કે જો પાકિસ્તાન આતંકીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે છે તો તેને 300 મિલિયન ડોલરની CSF આપવામાં આવી શકે છે. પરંતુ તેવું થયું નહીં."

પાકિસ્તાનને ન મળ્યાં 5.680 કરોડ રૂપિયા


અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગોનના પ્રવક્તા લેફટનન્ટ જનરલ ક્રોન ફોકનરે કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં પણ અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવનારી 500 મિલિયન ડોલરની સહાયતા રદ કરી હતી. કુળ મળીને અમેરિકાએ 5,680 કરોડ રૂપિયાની સહાયતા રકમ રદ કરી ચુક્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને મદદ ન દેવાનો નિર્ણય તે સમયે લીધો જ્યારે વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને મિલ્ટ્રી ઓફિસર જોસેફ ડનફોર્ડ સપ્ટેમ્બર ઈસ્લામાબાદ જવાના છે. મેટિસે મંગળવારે કહ્યું હતું કે ઈસ્લામાબાદમાં પાકિસ્તાનની સાથે વાતચીતનો મુખ્ય મુદ્દો આતંકીઓ પર કાર્યવાહી જ રહેશે.

X
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું કહેટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું કહે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App