હાફિઝને ક્લીનચિટ પર USનો પાક.ને ઠપકો, કહ્યું- કાયદા મુજબ સજા કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોશિંગ્ટન: આતંકી હાફિઝ સઇદને ક્લીનચિટ આપવા માટે અમેરિકાએ પાકિસ્તાનને જબરદસ્ત ઠપકો આપ્યો છે. અમેરિકાએ કહ્યું કે, હાફિઝ વિરુદ્ધ કાયદા હેઠળ કેસ ચાલવો જોઇએ. તાજેતરમાં જ પાક. પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ હાફિઝને સાહેબ કહ્યું હતું. એમ પણ કહ્યું હતું કે તેના પર પાકિસ્તાનમાં કોઇ કેસ નોંધાયેલો નથી, પરિણામે કોઇ સજા થઇ ન શકે. 

 

પાકિસ્તાનને અમે ઘણીવાર કાર્યવાહી કરવા માટે કહી ચૂક્યાં છે

 

- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, અમેરિકા વિદેશ મંત્રાલયની પ્રવક્તા હીધર નુઅર્ટે ગુરુવારે કહ્યું, "સઇદ પર સંપૂર્ણપણે કાયદા હેઠળ કેસ ચલાવવો જોઇએ. પાકિસ્તાનને અમે ઘણીવાર કહી ચૂક્યા છીએ."

- "હાફિઝ સઇદ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC) 1267માં આતંકી તરીકે રજિસ્ટર થયેલો છે. અલ કાયદા સેન્કશન્સ કમિટીએ તેને આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલો હોવાને કારણે લિસ્ટમાં નાખેલો હોવાની વાત કરી હતી."

- "અમે પાકિસ્તાન સરકારને અમારી વાત સ્પષ્ટ શબ્દોમાં જણાવી ચૂક્યા છે. હાફિઝ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ."
- "અમે એ પણ જોઇશું કે પાક. પીએમ અબ્બાસીએ હાફિઝ પર શું કમેન્ટ કરી હતી."

 

હાફિઝ એક આતંકી છે

 

- નુઅર્ટે કહ્યું કે અમેરિકા સઇદને એક આતંકી માને છે. તે આતંકી સંગઠન સાથે જોડાયેલો છે. તે 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે જેમાં ઘણા અમેરિકીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા. 

- "ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આશા રાખે છે કે પાકિસ્તાન આતંકવાદના મુદ્દે કડક કાર્યવાહી કરશે."
- ઉલ્લેખનીય છે કે આ મહિને અમેરિકાએ પાકને આતંકીઓ પર કાર્યવાહી ન કરવા માટે 2 અબજ ડોલરની મદદને બંધ કરી દીધી હતી. તેનાથી નારાજ પાક.એ પણ અમેરિકાને મિલિટ્રી-ઇન્ટેલિજન્સ મદદ બંધ કરવાનું એલાન કર્યું હતું. 

 

કોણ છે હાફિઝ સઇદ?

 

- હાફિઝ સઇદ આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાનો પ્રમુખ છે. તે એક અન્ય આતંકી સંગઠન લશ્કરે-તોઇબાનો કો-ફાઉન્ડર પણ છે. આ બંને સંગઠનોનો હાથ ભારતમાં થયેલા અનેક આતંકી હુમલાઓમાં રહ્યો છે. હાફિઝના માથે અમેરિકાએ 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે. 

- હાફિઝ 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે, જેમાં 166 લોકોના મોત થયા હતા. હાલ તે પાકિસ્તાનમાં નજરકેદ છે. પાક સરકારે તેનું નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL) માં પણ સામેલ કર્યું છે. એટલે કે તે પાક છોડીને જઇ શકે નહીં. પાકિસ્તાને હાફિઝ સઇદને આતંકી પણ માન્યો છે. પંજાબ પ્રોવિન્સની સરકારે સઇદનું નામ એન્ટિ-ટેરરિઝમ ઍક્ટ (ATA) ના 4th શેડ્યુલમાં સામેલ કરેલું છે.

અન્ય સમાચારો પણ છે...