પેન્ટાગન / ભારત-અમેરિકા સાથે મળીને ડ્રોન બનાવશે, ક્રોસ બોર્ડર ઓપરેશનમાં મદદરૂપ સાબિત થશે

divyabhaskar.com

Mar 16, 2019, 04:00 PM IST
ડ્રોનને લઇને અમેરિકન એર ફોર્સ રિસચ્ર લેબોરેટરી અને ભારતીય ડિફેન્સ રિસર્ચ, ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની વચ્ચે વાતચીત ચાલી રહી છે.
ડ્રોનને લઇને અમેરિકન એર ફોર્સ રિસચ્ર લેબોરેટરી અને ભારતીય ડિફેન્સ રિસર્ચ, ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની વચ્ચે વાતચીત ચાલી રહી છે.
X
ડ્રોનને લઇને અમેરિકન એર ફોર્સ રિસચ્ર લેબોરેટરી અને ભારતીય ડિફેન્સ રિસર્ચ, ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની વચ્ચે વાતચીત ચાલી રહી છે.ડ્રોનને લઇને અમેરિકન એર ફોર્સ રિસચ્ર લેબોરેટરી અને ભારતીય ડિફેન્સ રિસર્ચ, ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની વચ્ચે વાતચીત ચાલી રહી છે.

  • એપ્રિલમાં ડ્રાફ્ટ તૈયાર થશે, સપ્ટેમ્બરમાં હસ્તાક્ષર થશે 
  • ગુફાઓ-સુરંગોના નિરિક્ષણમાં કારગત સાબિત થશે 

વોશિંગ્ટન (યુએસ): ભારત-અમેરિકા સંયુક્ત રીતે એરક્રાફ્ટ મેન્ટેનન્સ અને રક્ષા સહયોગ સિવાય વ્યાજબી ડ્રોનને બનાવવાના પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરશે. પેન્ટાગન અનુસાર, હાલમાં જ બંને દેશોની વચ્ચે ડિફેન્સ ટેક્નિક અને વ્યાપરિક પહેલને લઇને ચર્ચા થઇ. તેનો ઉદ્દેશ્ય નાના હથિયારોની નવી ટેક્નિક પર કામ કરવાનું છે.   
નાના યુએવી બનાવવામાં આવશે
1.અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટના અપર સચિવ એલન લોર્ડે શુક્રવારે કહ્યું કે, અમે ડ્રોન બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરીશું. ભારતના રક્ષા સચિવ અજય કુમારે જણાવ્યું કે, અમારી ટીમ સ્પેશિયલ પ્રોડક્ટ્સને નક્કી કરેલી તારીખમાં બનાવવાને લઇને કામ કરી રહી છે. તેની જવાબદારી મુખ્ય વ્યક્તિઓ પાસે છે. 
યોગ્ય પ્રાઇઝમાં હથિયાર બનાવવાની કોશિશ
2.લોર્ડે કહ્યું, અમારાં પ્રયત્નો યુદ્ધ લડનારાઓને યોગ્ય કિંમતે હથિયારમાં વધુમાં વધુ સુવિધા આપવાના છે. આ મિશનમાં અમારું ધ્યાન ત્રણ બાબતો પર છે. તેમાં માનવતાને સહયોગ, આપદામાં રાહત, ક્રોસ બોર્ડર ઓપરેશન અને ગુફાઓ, સુરંગોના નિરિક્ષણમાં મદદ કરવાનો છે. 
એપ્રિલ સુધી યોજનાનો દસ્તાવેજ
3.ડ્રોનને લઇને અમેરિકન એર ફોર્સ રિસચ્ર લેબોરેટરી અને ભારતીય ડિફેન્સ રિસર્ચ, ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની વચ્ચે વાતચીત ચાલી રહી છે. એપ્રિલમાં બંને દેશો દ્વારા ટેક્નિકલ યોજના દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે. 
બંને દેશોના લોકોને મળશે લાભ
4.લોર્ડે કહ્યું, અમે આ યોજના પર સપ્ટેમ્બરમાં હસ્તાક્ષર કરીશું. આ સહયોગ અમારી સરકાર અને અમારી ઇન્ડસ્ટ્રીઝને લઇને છે. તેનો લાભ ભારતીય અને અમેરિકન બંને તરફના લોકોને મળશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી