Divya Bhaskar

Home » International News » America » Scary Landing After United Flight Loses Engine Cover Over Pacific Ocean

USમાં દુર્ઘટના ટળી, UAની ફ્લાઇટનું એન્જીન કવર હવામાં ઉખડ્યું

Divyabhaskar.com | Updated - Feb 14, 2018, 06:17 PM

યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ 1175એ સાન ફ્રાન્સિસ્કોથી હોનોલુલૂ માટે ઉડાણ ભરી હતી.

  • Scary Landing After United Flight Loses Engine Cover Over Pacific Ocean
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્લાઇટમાં 373 પેસેન્જર્સ સવાર હતા.

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં યુનાઇટેડ એરલાઇન્સની એક ફ્લાઇટ સાથે દુર્ઘટના થતા અટકી ગઇ. સાન ફ્રાન્સિસ્કોથી હોનોલુલૂ જઇ રહેલી ફ્લાઇટના એક કલાકની ઉડાણ બાદ ફ્લાઇટના એન્જિનનું કવર હવામાં ઉખડી ગયું. પાયલટે સમજણ દાખવીને ફ્લાઇટને હોનોલુલૂ સુધી ગયો. આ દરમિયાન કોઇ પણ પ્રકારનું નુકસાન ના થયું, જો કે, પેસેન્જર્સ ખૂબ જ ડરી ગયા હતા.

    ક્યાં થઇ હતી આ ઘટના?


    - યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ 1175એ સાન ફ્રાન્સિસ્કોથી હોનોલુલૂ માટે ઉડાણ ભરી હતી. અંદાજિત એક કલાક બાદ પેસિફિક ઓશિયન (પ્રશાંત મહાસાગર) પર ફ્લાઇટના ડાબા તરફનું એન્જિન કવર અચાનક હવામાં ઉખડી ગયું.
    - સારી વાત એ રહી કે આ કવર ફ્લાઇટ સાથે ના ટકરાયું. આ ફ્લાઇટમાં 373 પેસેન્જર્સ સવાર હતા.
    - પાયલટે ઘટનાની જાણકારી હોનોલુલૂ એરપોર્ટને આપી. પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. આ દરમિયાન ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ રન-વેની પાસે મોજૂદ હતી.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, પેસેન્જર્સે શૅર કર્યા અનુભવો...

  • Scary Landing After United Flight Loses Engine Cover Over Pacific Ocean
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્લાઇટની ડાબી તરફનું એન્જિન ઉખડી ગયું

    પેસેન્જર્સે શૅર કર્યા એક્સપિરિયન્સ 


    - આ ફ્લાઇટની એક પેસેન્જર મારિયી ફલાશિયે ટ્વીટમાં લખ્યું, મારાં જીવનની આ સૌથી ડરામણી ફ્લાઇટ હતી. 
    - પ્લેનમાં સવાર એરિક હડાડે એન્જિન કવર વગરના પેસિફિકની ઉપર ઉડતાં પ્લેનનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.
    - જેટ કાર્ટર નામના એક પેસેન્જરે પ્લેનની અંદર કેબિન હલતી હોય તેવો વીડિયો પોસ્ટ કર્યો છે. 

  • Scary Landing After United Flight Loses Engine Cover Over Pacific Ocean
    પેસેન્જર્સે વીડિયો અને પિક્ચર સોશિયલ મીડિયા પર શૅર કર્યા

    સહી-સલામત ઘરે પહોંચ્યા પેસેન્જર્સ 


    - યુનાઇટેડ એરલાઇન્સના સ્પોક્સપર્સન ચાર્લ્સ હોબાર્ટે જણાવ્યું કે, પાયલટે સમજદારીથી ફ્લાઇટને ડેનિયલ કે, ઇનોયે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરાવી. ત્યારબાદ પેસેન્જર્સને સામાન્ય રીતે પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા અને ગેટ સુધી લઇ જવામાં આવ્યા. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending