ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» North Korea sent items used in ballistic missile and chemical weapons programs to Syria

  UN રિપોર્ટમાં ખુલાસો: સીરિયાને કેમિકલ હથિયાર આપે છે NKorea

  divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 03:44 PM IST

  સીરિયાની અસર સરકાર પર વિદ્રોહીઓને ખતમ કરવા માટે રાસાયણિક હથિયાર ઉપયોગ કરવાનો આરોપ
  • સીરિયા અને રશિયા પર આ પહેલા પણ બળવાખોરો પર રાસાયણિક હથિયાર ઉપયોગ કરવાના આરોપ લાગ્યા છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીરિયા અને રશિયા પર આ પહેલા પણ બળવાખોરો પર રાસાયણિક હથિયાર ઉપયોગ કરવાના આરોપ લાગ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના ઇસ્ટ ઘોઉટામાં બળવાખોરોને ખતમ કરવા માટે સેનાના હુમલાઓ યથાવત છે. આ ઘટના વચ્ચે યુનાઇટેડ નેશન્સના એક રિપોર્ટમાં યુદ્ધને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, નોર્થ કોરિયા સીરિયા સૈન્યને રાસાયણિક હથિયાર બનાવવા માટે જરૂરી ચીજો પુરી પાડી રહ્યું છે. યુએનના એક ડિપ્લોમેટે જણાવ્યું કે, નોર્થ કોરિયા અત્યાર સુધી સીરિયાને એસિડ રેઝિસ્ટન્ટ ટાઇલ્સ, વોલ્વ્સ અને થર્મોમીટર મોકલી ચૂક્યું છે. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, હથિયાર મોકલ્યા બાદ 2016 અને 2017માં નોર્થ કોરિયાના કેટલાંક મિસાઇલ એક્સપર્ટ્સ સીરિયા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં અસર સરકાર પર દુશ્મનોને ખતમ કરવા માટે રાસાયણિક હુમલો કરવાના આરોપ લગાવ્યા છે.

   સીરિયાનો કેમિકલ વેપન્સના ઉપયોગનો ઇન્કાર

   - સીરિયાના પ્રેસિડન્ટ બશર અલ-અસદ પર આ પહેલાં પણ ઘણીવાર દુશ્મનો વિરૂદ્ધ રાસાયણિક હથિયાર ઉપયોગ કરવાના આરોપ લાગતા રહે છે. જો કે, સીરિયાની સરકાર દરેક વખતે આ આરોપોનો ઇન્કાર કરતી રહી છે.
   - વળી, સીરિયામાં યુદ્ધ પીડિતોની મદદ કરતી સંસ્થા દાવો કરે છે કે, તેઓએ ઘણીવાર રાસાયણિક હુમલાના શિકાર લોકોને ઇલાજ કર્યો છે. સંસ્થાનો આરોપ છે કે, અસદ સરકાર છેલ્લાં ઘણાં સમયમાં રાસાયણિક હુમલા કરી ચૂકી છે.

  • યુએન રિપોર્ટ અનુસાર, નોર્થ કોરિયાના કેટલાંક સાયન્ટિસ્ટ્સ આજે પણ સીરિયામાં મોજૂદ છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુએન રિપોર્ટ અનુસાર, નોર્થ કોરિયાના કેટલાંક સાયન્ટિસ્ટ્સ આજે પણ સીરિયામાં મોજૂદ છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના ઇસ્ટ ઘોઉટામાં બળવાખોરોને ખતમ કરવા માટે સેનાના હુમલાઓ યથાવત છે. આ ઘટના વચ્ચે યુનાઇટેડ નેશન્સના એક રિપોર્ટમાં યુદ્ધને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, નોર્થ કોરિયા સીરિયા સૈન્યને રાસાયણિક હથિયાર બનાવવા માટે જરૂરી ચીજો પુરી પાડી રહ્યું છે. યુએનના એક ડિપ્લોમેટે જણાવ્યું કે, નોર્થ કોરિયા અત્યાર સુધી સીરિયાને એસિડ રેઝિસ્ટન્ટ ટાઇલ્સ, વોલ્વ્સ અને થર્મોમીટર મોકલી ચૂક્યું છે. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, હથિયાર મોકલ્યા બાદ 2016 અને 2017માં નોર્થ કોરિયાના કેટલાંક મિસાઇલ એક્સપર્ટ્સ સીરિયા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં અસર સરકાર પર દુશ્મનોને ખતમ કરવા માટે રાસાયણિક હુમલો કરવાના આરોપ લગાવ્યા છે.

   સીરિયાનો કેમિકલ વેપન્સના ઉપયોગનો ઇન્કાર

   - સીરિયાના પ્રેસિડન્ટ બશર અલ-અસદ પર આ પહેલાં પણ ઘણીવાર દુશ્મનો વિરૂદ્ધ રાસાયણિક હથિયાર ઉપયોગ કરવાના આરોપ લાગતા રહે છે. જો કે, સીરિયાની સરકાર દરેક વખતે આ આરોપોનો ઇન્કાર કરતી રહી છે.
   - વળી, સીરિયામાં યુદ્ધ પીડિતોની મદદ કરતી સંસ્થા દાવો કરે છે કે, તેઓએ ઘણીવાર રાસાયણિક હુમલાના શિકાર લોકોને ઇલાજ કર્યો છે. સંસ્થાનો આરોપ છે કે, અસદ સરકાર છેલ્લાં ઘણાં સમયમાં રાસાયણિક હુમલા કરી ચૂકી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: North Korea sent items used in ballistic missile and chemical weapons programs to Syria
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `