Home » NRG » USA » Indian girl was among three people killed when two small training aircraft from a flight school collided

US: બે ટ્રેઇની એરક્રાફ્ટ હવામાં ટકરાયાં, ભારતીય યુવતી સહિત ત્રણનાં મોત

Divyabhaskar.com | Updated - Jul 19, 2018, 11:58 AM

બંને એરક્રાફ્ટ્સ પાઇપર પીએ-34 અને સેસના 172 મિયામીના ડીન ઇન્ટરનેશનલ ફ્લાઇટ સ્કૂલના હતા

  • Indian girl was among three people killed when two small training aircraft from a flight school collided
    નિશાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ મિયામીની ડીન ઇન્ટરનેશનલ ફ્લાઇટ સ્કૂલમાં એડમિશન લીધું હતું.

    - ગયા વર્ષે 10 વર્ષમાં આ ફ્લાઇટ સ્કૂલમાં 12થી વધુ વિમાન દુર્ઘટનાઓ થઇ

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ફ્લોરિડામાં એક એરલાઇન સ્કૂલના બે ટ્રેઇની એરક્રાફ્ટ હવામાં ટકરાયા હતા. જેના કારણે 19 વર્ષની ભારતીય મૂળની નિશા સેજવાલ સહિત 3 લોકોનાં મોત થયા હતા. આ ઘટના 17 જુલાઇની છે. મિયામી હેરાલ્ડના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, બંને ફ્લાઇટને સંભવતઃ ટ્રેઇની પાઇલટ ઉડાવી રહ્યા હતા. પોલીસે ત્રણ લોકોનાં માર્યા ગયાની પુષ્ટી કરી છે. આ ઘટનામાં વધુ એક વ્યક્તિના મોતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિયામી ડેડ કાઉન્ટીના મેયર અનુસાર, બંને એરક્રાફ્ટ્સ પાઇપર પીએ-34 અને સેસના 172 ડીન ઇન્ટરનેશનલ ફ્લાઇટ સ્કૂલના હતા. આ સ્કૂલના વિમાનોની 2007થી લઇને 2017 સુધી 12થી વધુ દુર્ઘટનાઓ થઇ ચૂકી છે.


    ગયા વર્ષે જ લીધું હતું એડમિશન


    - નિશાના ફેસબુક પેજ અનુસાર, તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ ડીન ઇન્ટરનેશનલ ફ્લાઇટ સ્કૂલમાં એડમિશન લીધું હતું. તેણે દિલ્હીની એમિટી પબ્લિક સ્કૂલ અને ડીએવી મોડલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો.
    - માર્યા ગયેલા લોકોમાં જ્યોર્જ સાંચેજ (22) અને રાલ્ફ નાઇટ (72)નો પણ સમાવેશ થાય છે. એક વિમાનમાંથી બે લોકોના શબ અને બીજાં વિમાનમાં ત્રીજાં વ્યક્તિનું શબ મળ્યું હતું.
    - મિયામી પોલીસના જણાવ્યા અનુસાર, બંને વિમાનોથી સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. પ્રાથમિક તપાસમાં તેમાંથી એક પાઇલટ, એક ટ્રેનર અથવા ટ્રેનર અને એક સ્ટુડન્ટ હશે.


    માછલી પકડવા ગયેલા વ્યક્તિએ બનાવ્યો વીડિયો


    - આ દુર્ઘટનાના સાક્ષી ડેનિયન મિરાલેસ નામનો વ્યક્તિ છે જે એરપોર્ટ પાસે આવેલી નહેરમાં માછલી પકડવા ગયો હતો.
    - તેણે બંને વિમાનોની ટક્કરનો વીડિયો પણ તૈયાર કર્યો છે. ડેનિયલે જણાવ્યું કે, મેં એક અજીબ અવાજ સાંભળ્યો, એવું લાગ્યું કે આ વિમાનનો અવાજ છે.
    - અવાજ કંઇક એવો હતો કે 18 પૈડાંવાળો ટ્રક 140 કિમી/કલાકની ઝડપે જઇ રહ્યો હોય અને તે સડક પરથી ઉતરી જાય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending