ટ્રમ્પની નવી ઇમિગ્રેશન પોલીસીઃ વિઝા લોટરી, ફેમિલી બેઝ્ડ માઇગ્રેશનનો અંત

જો પ્રેસિડન્ટને કોંગ્રેસનો સપોર્ટ મળી જશે તો અમેરિકામાં માઇગ્રેશન અને વિઝાને લગતી 4 પિલ્લર પોલીસી લાગુ થશે

divyabhaskar.com | Updated - Jan 31, 2018, 01:36 PM
ટ્રમ્પે ઔપચારિક રીતે કોંગ્રેસ સામે પોતાનો ચાર-પિલ્લર પ્લાન રજૂ કર્યો છે, જેનું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને અગાઉ અનાવરણ કર્યુ હતું.
ટ્રમ્પે ઔપચારિક રીતે કોંગ્રેસ સામે પોતાનો ચાર-પિલ્લર પ્લાન રજૂ કર્યો છે, જેનું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને અગાઉ અનાવરણ કર્યુ હતું.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ફર્સ્ટ સ્ટેટ ઓફ યુનિયન એડ્રેસમાં ઇમિગ્રેશન ડીલ ઓફર કરી હતી. આ ડીલ કે પોલીસીને તેઓએ 'ન્યૂ અમેરિકન મોમેન્ટ' નામ આપ્યું છે. ટ્રમ્પે એડમિનના લૉમેકર્સને પણ લાંબાગાળાથી આપવામાં આવેલા વચનોને પુરાં કરવા માટે ઇમિગ્રેશન સિસ્ટમના કાયદા સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાનું કહ્યું છે. જેથી રાષ્ટ્રને નુકસાન પહોંચાડવા ઇચ્છતા અનિષ્ટોને આડકતરી રીતે સંદેશ મળે.

ટ્રમ્પની પ્રપોઝલ
- ટ્રમ્પે ઔપચારિક રીતે કોંગ્રેસ સામે પોતાનો ચાર-પિલ્લર પ્લાન રજૂ કર્યો છે, જેનું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને અગાઉ અનાવરણ કર્યુ હતું.
- પહેલો પિલ્લર, જેને ટ્રમ્પના એન્ટી-ઇમિગ્રન્ટ બેઝ્ડ વિરોધી મેમ્બર્સનો સપોર્ટ મળવો મુશ્કેલ છે, તે છે 'પાથ ટુ સિટિઝનશિપ' જેમાં 1.8 મિલિયન માઇગ્રન્ટ્સ (ડ્રીમર્સ)નો ઉલ્લેખ છે, જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યા હતા.
- બીજો પિલ્લર, 'સિક્યોર ધ બોર્ડર' છે જેમાં મેક્સિકોની બોર્ડર પર દીવાલ તૈયાર કરવામાં આવે અને વધુ સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ એજન્ટ્સની ભરતી કરવામાં આવે.
- ટ્રમ્પે કહ્યું કે, હાલના અઠવાડિયામાં જ ન્યૂયોર્કમાં બે આતંકવાદી હુમલાઓ થયા, આ માત્ર વીઝા લોટરી અને ચેઇન માઇગ્રેશનના કારણે શક્ય બન્યું. આતંકીઓના કારણે આવા પ્રોગ્રામ રિસ્ક પેદા કરે છે. જેથી તેઓ મેરિટ બેઝ્ડ ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરશે.
- ત્રીજાં પિલ્લરમાં અમેરિકાની ગ્રીન કાર્ડ લોટરી સિસ્ટમ ખતમ કરી દેવામાં આવશે. જેના બદલે માઇગ્રન્ટ્સ અને યુએસ માટે સ્કિલ્ડ બિઝનેસમેન માટે મેરિટ-બેઝ્ડ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. લોટરી સિસ્ટમથી વિઝા મળવાની પ્રક્રિયા એ એક એવો પ્રોગ્રામ છે જેની મદદથી અકૂશળ લોકોને પણ ગ્રીન કાર્ડ મળી શકે છે. તેના બદલે હવે મેરિટના આધારે ગ્રીન કાર્ડ આપવામાં આવશે.
- ચોથા પિલ્લરમાં ચેઇન માઇગ્રેશનનો અંત લાવવાની પ્રપોઝલ છે. જેમાં માઇગ્રન્ટ્સ તેમના ફેમિલી મેમ્બર્સને અમેરિકા લાવી શકે છે તેવી ચેઇન માઇગ્રેશન પોલીસીને ખતમ કરવાનો ઉલ્લેખ છે. ટ્રમ્પે કહ્યું કે, યોગ્યતા આધારિત વિઝા પોલીસીની દિશામાં આગળ વધવાનો સમય આવી ગયો છે.


કોંગ્રેસનો લૉગજામ
- ટ્રમ્પની આ પ્રપોઝલને કેટલાંક રિપબ્લિકન્સે દેશને નુકસાન પહોંચાડનાર તત્વો વિરૂદ્ધ સાવચેતીના પગલાંરૂપ ગણાવી છે. પરંતુ આ બ્લૂ પ્રિન્ટ્સને કોંગ્રેસ પસાર કરશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
- જાન્યુઆરી મહિનામાં જ ઇમિગ્રન્ટ પોલીસીના કારણે અમેરિકામાં ત્રણ દિવસનું ગવર્મેન્ટ શટ-ડાઉન થયું હતું. લૉ મેકર્સ અમેરિકામાં રહેતા 'ડ્રીમર્સ'ને લગતા કાયદાઓમાં કોઇ પણ પ્રકારના ફેરફાર લાવવામાં નિષ્ફળ રહ્યા છે. શટડાઉન ટાળવા માટે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ડ્રીમર્સને 8 ફેબ્રુઆરી સુધી ફંડિંગ આપવાનો તત્કાલિન નિર્ણય લેવાયો છે.

ડ્રગ્સ અને આતંક ફેલાવતા ઇમિગ્રન્ટ્સને રોકવાનો ઉદ્દેશ્ય
- ટ્રમ્પની આ પ્રપોઝલ અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં એવા તત્વોને સ્પષ્ટ વોર્નિંગ છે. જેઓ અહીં રહીને દેશમાં ડ્રગ્સનું વેચાણ કરે છે અને હિંસા ફેલાવે છે.
- ટ્રમ્પે ઘણીવાર ઇમિગ્રેશન મુદ્દે ટીકા અને વખાણ સહન કર્યા છે. તેના ખાસ ટેકોદારો ટ્રમ્પની વિઝા પોલીસીમાં ફેરફારને યોગ્ય નિર્ણય ગણાવી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યું કે, હાલના અઠવાડિયામાં જ ન્યૂયોર્કમાં બે આતંકવાદી હુમલાઓ થયા, આ માત્ર વીઝા લોટરી અને ચેઇન માઇગ્રેશનના કારણે શક્ય બન્યું.
ટ્રમ્પે કહ્યું કે, હાલના અઠવાડિયામાં જ ન્યૂયોર્કમાં બે આતંકવાદી હુમલાઓ થયા, આ માત્ર વીઝા લોટરી અને ચેઇન માઇગ્રેશનના કારણે શક્ય બન્યું.
આ બ્લૂ પ્રિન્ટ્સને કોંગ્રેસ પસાર કરશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
આ બ્લૂ પ્રિન્ટ્સને કોંગ્રેસ પસાર કરશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
X
ટ્રમ્પે ઔપચારિક રીતે કોંગ્રેસ સામે પોતાનો ચાર-પિલ્લર પ્લાન રજૂ કર્યો છે, જેનું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને અગાઉ અનાવરણ કર્યુ હતું.ટ્રમ્પે ઔપચારિક રીતે કોંગ્રેસ સામે પોતાનો ચાર-પિલ્લર પ્લાન રજૂ કર્યો છે, જેનું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને અગાઉ અનાવરણ કર્યુ હતું.
ટ્રમ્પે કહ્યું કે, હાલના અઠવાડિયામાં જ ન્યૂયોર્કમાં બે આતંકવાદી હુમલાઓ થયા, આ માત્ર વીઝા લોટરી અને ચેઇન માઇગ્રેશનના કારણે શક્ય બન્યું.ટ્રમ્પે કહ્યું કે, હાલના અઠવાડિયામાં જ ન્યૂયોર્કમાં બે આતંકવાદી હુમલાઓ થયા, આ માત્ર વીઝા લોટરી અને ચેઇન માઇગ્રેશનના કારણે શક્ય બન્યું.
આ બ્લૂ પ્રિન્ટ્સને કોંગ્રેસ પસાર કરશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.આ બ્લૂ પ્રિન્ટ્સને કોંગ્રેસ પસાર કરશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App