Home » International News » America » 'ધ બિસ્ટ' આગામી મહિને તદ્દન નવી અને અત્યાધુનિક ફેસિલિટી સાથે લૉન્ચ થશે | The vehicle has now been handed to the secret service

9.78 કરોડના ખર્ચે ટ્રમ્પે બદલી પ્રેસિડેન્શિયલ કાર, આ છે સેફ્ટી ફિચર્સ

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 03:23 PM

આ કારનું વજન બોઇંગ 757 પ્લેન જેટલું હશે, કોઇ પણ પ્રકારના બાયોલોજિકલ અને કેમિકલ અટેકને સહન કરવા માટે સક્ષમ

 • 'ધ બિસ્ટ' આગામી મહિને તદ્દન નવી અને અત્યાધુનિક ફેસિલિટી સાથે લૉન્ચ થશે | The vehicle has now been handed to the secret service
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  અમેરિકાના પ્રેસિડન્ટના કારના કાફલા પાછળ 103 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસિડેન્શિયલ કાર 'ધ બિસ્ટ' આગામી મહિને તદ્દન નવી અને અત્યાધુનિક ફેસિલિટી સાથે લૉન્ચ થશે. અંદાજિત 9.78 કરોડના ખર્ચે તૈયાર થયેલી કેડિલેકમાં - આઠ ઇંચ ડોર, બહારનો ભાગ બોમ્બ પ્રૂફ અને કેમિકલ અટેક માટે ઓક્સિજન સપ્લાયની સુવિધા હશે. હાલમાં આ કાર સિક્રેટ સર્વિસ પાસે ફાઇનલ ટેસ્ટ માટે છે.

  9.78 કરોડના ખર્ચે થયું નવું મોડલ તૈયાર

  - ઓબામાના કાર્યકાળ સમયની કેડિલેક લિમોઝીનમાં ફેરફાર કરીને પ્રેસિડન્ટ ટ્રમ્પ માટે અંદાજિત 9.78 કરોડ રૂપિયા ખર્ચ કરીને નવું મોડલ ઉભું કરવામાં આવ્યું છે.
  - 8 ઇંચના જાડા દરવાજા, બહારનો ભાગ બોમ્બ પ્રૂફ અને કેમિકલ અટેક દરમિયાન ઓક્સિજન સપ્લાયની સુવિધા આ લેટેસ્ટ મોડલમાં હશે.
  - ટ્રમ્પ માટે કેડિલેક કારનું નવું મોડલ તેઓની શપથવિધિ દરમિયાન જ આવી જવાનું હતું, પરંતુ તેની સુવિધાઓમાં થતાં ફેરફારના કારણે તેની લોન્ચિંગ ડેટ સતત પાછળ ધકેલાતી રહી.
  - આ કારને હાલ સિક્રેટ સર્વિસને ટેસ્ટ માટે મોકલી આપવામાં આવી છે અને આગામી મહિને ટ્રમ્પની ડ્રાઇવ માટે તૈયાર કરવામાં આવશે.
  - ઓફિશિયલ્સે ગુરૂવારે જાહેરાત કરી હતી કે, પ્રેસિડન્ટ આગામી મહિનેથી આ કારનો ઉપયોગ કરી શકશે.
  - કેડિલેક પ્રેસિડન્ટ જોહાન ડે નિસ્ચેનના જણાવ્યા અનુસાર, અમે અમારી કામગીરી પૂર્ણ કરી દીધી છે અને કારને કસ્ટમરને સોંપી દીધી છે.

  અન્ય એસયુવીની સરખામણીએ હશે લાર્જ


  - યુએસ સિક્રેટ સર્વિસના સ્પોક્સમેને કહ્યું કે, પ્રેસિડન્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા ફેરફાર સાથે નવી કાર તૈયાર છે.
  - આગામી મહિનેથી અમેરિકાની પ્રજા આ નવી કારને રોડ પર જોઇ શકશે. હાલ ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાની 'બિસ્ટ'નો ઉપયોગ કરી રહ્યા છે.
  - અન્ય એસયુવીની સરખામણીમાં આ સેડાન મોટી હશે, તેમાં વ્હાઇટ અને બ્લેક કલરને યથાવત રાખવામાં આવ્યો છે. જેથી આ કારમાં એડ કરેલા નવા ફિચર્સને તત્કાળ ઓળખી શકવા મુશ્કેલ બનશે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, પ્રેસિડન્ટ ટ્રમ્પની 'ધ બિસ્ટ'ના સૌથી યુનિક ફિચર્સ વિશે...

 • 'ધ બિસ્ટ' આગામી મહિને તદ્દન નવી અને અત્યાધુનિક ફેસિલિટી સાથે લૉન્ચ થશે | The vehicle has now been handed to the secret service
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  જો અચાનક જ પ્રેસિડન્ટ પર હુમલો થશે તો ઓન બોર્ડ શોટગન્સની સુવિધા છે

  વર્ષ 2016માં પ્રોટોટાઇપ મોડલના ફોટા થયા હતા લીક 


  - વર્ષ 2016ના નવેમ્બર મહિનામાં યુએસમાં આ કારનું પ્રોટોટાઇપ મોડલ જોવા મળ્યું હતું. ફાઇનલ અપ્રૂવલ બાદ તેને બ્લેક અને સિલ્વર કલર કરવામાં આવશે. 
  - આ કાર પ્રેસિડન્ટના સુરક્ષા કાફલામાં ઉપયોગમાં લેવાતી 12 કારનો જ હિસ્સો હશે. 
  - ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રેસિડન્ટના કારના કાફલા પાછળ 103 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. યુનાઇટેડ સ્ટેટના કાફલાની તમામ કાર વિશ્વની સૌથી સુરક્ષિત કાર ગણાય છે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, બોઇંગ પ્લેન જેટલું હશે કારનું વજન... 

   

 • 'ધ બિસ્ટ' આગામી મહિને તદ્દન નવી અને અત્યાધુનિક ફેસિલિટી સાથે લૉન્ચ થશે | The vehicle has now been handed to the secret service
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  આ કાર કોઇ પણ પ્રકારના બાયોલોજિકલ અને કેમિકલ અટેકને સહન કરવા માટે સક્ષમ હશે.

  બોઇંગ 757 જેટલું હશે વજન 


  - આઠ ટન વજનવાળી બિસ્ટમાં થિક-સ્ટીલ ડોર તો હશે જ, આ સિવાય તેનું વજન બોઇંગ 757 પ્લેન જેટલું હશે. આ કાર કોઇ પણ પ્રકારના બાયોલોજિકલ અને કેમિકલ અટેકને સહન કરવા માટે સક્ષમ હશે. 
  - કારનો નીચેનો ભાગ રોડસાઇડ બોમ્બ સામે પણ ટક્કર આપશે, જ્યારે તેની ફ્લૂઅલ ટેન્કમાં ક્યારેય એક્સપ્લોઝિવ કે બ્લાસ્ટ નહીં થાય તેવી ટેક્નિક છે. 
  - કોઇ પણ ઇમરજન્સીમાં માત્ર ડ્રાઇવર સાઇડની વિન્ડો જ ખુલશે. આ ઉપરાંત જો અચાનક જ પ્રેસિડન્ટ પર હુમલો થશે તો ઓન બોર્ડ શોટગન્સની સુવિધા છે. 
  - કેડિલેક બિસ્ટના કારના ટાયર્સ ફ્લેટ સરફેસ ઉપર પણ દોડી શકશે. જ્યારે ટ્રંકમાં ઓક્સિજન સિસ્ટમ રાખવામાં આવી છે. જે કેમિકલ અટેકમાં કામ આવી શકે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, ફ્રન્ટ ગ્રીલમાં હશે અસંખ્ય શોટગન્સ...

   

 • 'ધ બિસ્ટ' આગામી મહિને તદ્દન નવી અને અત્યાધુનિક ફેસિલિટી સાથે લૉન્ચ થશે | The vehicle has now been handed to the secret service
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આ કારને હાલ સિક્રેટ સર્વિસને ટેસ્ટ માટે મોકલી આપવામાં આવી છે અને આગામી મહિને ટ્રમ્પની ડ્રાઇવ માટે તૈયાર કરવામાં આવશે.

  ફ્રન્ટ ગ્રીલમાં અસંખ્ય ગન્સ 


  - કારના ફ્રન્ટ ગ્રિલમાં અસંખ્ય ગન રાખવામાં આવી છે. જેથી કોઇ પણ હુમલા સાથે તત્કાળ રક્ષણ મળી શકે. 
  - કારના ફિચર્ચ એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે જે બહારથી કે કારની અંદર જોતાં ખ્યાલ જ નહીં આવે. આ તમામ સેફ્ટી ફિચર્સ ખૂબ જ બારીકાઇથી અને ચતુરાઇથી કારની ડિઝાઇનમાં જ છૂપાવીને રાખવામાં આવ્યા છે. 
  - કારની ફ્રેમમાં વધારે શસ્ત્રો હોવાના કારણે તેનું વજન આઠ ટન છે. આઠ ઇંચના જાડા દરવાજા, જેમાંથી દરેક દરવાજાનું વજન પ્રતિ બોઇંગ 747 જેટના દરવાજા જેટલું છે. 

   

  કારના અન્ય યુનિક સેફ્ટી ફિચર્સ વિશે જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 

 • 'ધ બિસ્ટ' આગામી મહિને તદ્દન નવી અને અત્યાધુનિક ફેસિલિટી સાથે લૉન્ચ થશે | The vehicle has now been handed to the secret service
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  યુએસ સિક્રેટ સર્વિસના સ્પોક્સમેને કહ્યું કે, પ્રેસિડન્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા ફેરફાર સાથે નવી કાર તૈયાર છે.

  ફ્લૂઅલ ટેન્ક પણ છે સેફ

   

  - હુમલાઓ સિવાય પણ બહારના વાતાવરણમાં ખરાબ હવામાનથી પણ પરેશાની ના થાય તે માટે ઓક્સિજન સપ્લાય રાખવામાં આવ્યા છે. 

  - કારની દરેક બારીઓ સીલ્ડ રાખવામાં આવી છે અને આ કાચને તમે નીચે ઉતારી શકતા નથી. માત્ર ડ્રાઇવર સાઇડના દરવાજાનો કાચ નીચે કરી શકાશે. આ સિવાય કારના અન્ય કોઇ કાચને બુલેટ્સ કે એક્સપ્લોઝિવ તોડી શકશે નહીં. 

  - કારના ટાયર્સને કેલ્વર કોટ્સ કરવામાં આવ્યા છે જેથી તે ફાટી ના જાય. જો ભવિષ્યમાં કારના ટાયર્સને કોઇ પણ નુકસાન થાય છે તો તેની નીચે મેટલ રિમ્સ એટલી સ્ટ્રોંગ છે કે વાહનને જકડી રાખશે. મેટલ રિમ્સથી પણ કાર ફ્લેટ સરફેસ પર દોડી શકશે. 

  - ફ્લૂઅલ ટેન્કને બખ્તર પ્લેટિંગ કરવામાં આવ્યું છે અને તેની આસપાસ એક ચોક્કસ પદાર્થ લગાવવામાં આવ્યો છે. જેના કારણે ફ્લૂઅલ ટેન્ક ડાયરેક્ટ સન-લાઇટથી બચશે. ઉપરાંત ફ્લૂઅલ ટેન્ક દ્વારા પણ કોઇ બ્લાસ્ટ નહીં થાય. 

   

 • 'ધ બિસ્ટ' આગામી મહિને તદ્દન નવી અને અત્યાધુનિક ફેસિલિટી સાથે લૉન્ચ થશે | The vehicle has now been handed to the secret service
  કારનો નીચેનો ભાગ રોડસાઇડ બોમ્બ સામે પણ ટક્કર આપશે

  જીપીએસ ટ્રેકિંગ અને નાઇટ વિઝન કેમેરા 


  - ધ બિસ્ટમાં નાઇટ વિઝન કેમેરા, જીપીએસ ટ્રેકિંગ અને સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ લગાવેલી છે. જેથી કોઇ પણ પ્રકારે પ્રેસિડન્ટના સતત સંપર્કમાં રહી શકાય. 
  - ઇમરજન્સી ટ્રાન્સફ્યૂઝનની નોબત આવે તેની તૈયારીઓ માટે પ્રેસિડન્ટના બ્લડ ગ્રુપને મેચ કરતાં બે પિન્ટ્સ પણ બોર્ડ પર રહેશે. જેથી કોઇ પણ સ્વાસ્થ્ય ઇમરજન્સીમાં પ્રેસિડન્ટને કારમાં જ મેડિકલ સુવિધાઓ મળી જશે. 
  - કારના બહારના આવરણમાં ફાયરફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ, શોટ ગન્સ, નાઇટ વિઝન ગોગલ્સ અને ટીયર ગ્લાસ લોન્ચર પણ છે. જેથી કોઇ પણ પ્રકારના હુમલા અનુસાર ડિફેન્સ કાર્યવાહી તાત્કાલિક કરી શકાય. 

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ