અમેરિકા / દીવાલના ચક્રવ્યૂહમાં અમેરિકા, ટ્રમ્પ ગમે તે ક્ષણે ઇમરજન્સી જાહેર કરે તેવી શક્યતા

ગુરૂવારે ટેક્સાસમાં ટ્રમ્પે કહ્યું, આપણે ઇમરજન્સી જાહેર કરી શકીએ છીએ, પરંતુ આપણે એ સ્થિતિ સુધી ના પહોંચવું જોઇએ કારણ કે આ એક કોમન સેન્સની વસ્તુ છે. 
ગુરૂવારે ટેક્સાસમાં ટ્રમ્પે કહ્યું, આપણે ઇમરજન્સી જાહેર કરી શકીએ છીએ, પરંતુ આપણે એ સ્થિતિ સુધી ના પહોંચવું જોઇએ કારણ કે આ એક કોમન સેન્સની વસ્તુ છે. 
X
ગુરૂવારે ટેક્સાસમાં ટ્રમ્પે કહ્યું, આપણે ઇમરજન્સી જાહેર કરી શકીએ છીએ, પરંતુ આપણે એ સ્થિતિ સુધી ના પહોંચવું જોઇએ કારણ કે આ એક કોમન સેન્સની વસ્તુ છે. ગુરૂવારે ટેક્સાસમાં ટ્રમ્પે કહ્યું, આપણે ઇમરજન્સી જાહેર કરી શકીએ છીએ, પરંતુ આપણે એ સ્થિતિ સુધી ના પહોંચવું જોઇએ કારણ કે આ એક કોમન સેન્સની વસ્તુ છે. 

  • પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું, બોર્ડર વૉલ બિલને પસાર કરાવવા તેઓ કંઇ પણ કરવા તૈયાર છે 
  • વ્હાઇટ હાઉસ મેક્સિકો બોર્ડર વૉલ માટે 5.7 બિલિયનની માંગણી કરી રહ્યું છે, કોંગ્રેસ ડેમોક્રેટ્સે આ બિલ મંજૂર નથી કર્યુ 
  • બુધવારે નારાજ ટ્રમ્પે શટડાઉન અંગેની બેઠકને અધવચ્ચે જ છોડી, ફંડિગ બિલને મંજૂરી નહીં મળતા ઉશ્કેરાયા 
  • અમેરિકામાં ગત 22 ડિસેમ્બરથી શરૂ થયેલા આંશિક શટડાઉનનો આજે 21મો દિવસ 
  • ગુરૂવારે ટ્રમ્પે સાઉથ બોર્ડર સ્ટેટ ટેક્સાસની મુલાકાત લીધી હતી 

divyabhaskar.com

Jan 11, 2019, 02:42 PM IST

વોશિંગ્ટન (US): અમેરિકામાં સાઉથ યુએસ-મેક્સિકો બોર્ડર પર દીવાલ મુદ્દે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અને ડેમોક્રેટ્સ વચ્ચે છેલ્લાં 21 દિવસથી ઘર્ષણ ચાલી રહ્યું છે. બુધવારે શટડાઉનને લગતી મીટિંગમાં ટ્રમ્પે ટેબલ પર હાથ પછાડી 'આ સમયની બરબાદી છે' કહી અધવચ્ચે જ ઉભા થઇ ગયા હતા. ગુરૂવારે ટ્રમ્પ સાઉથ બોર્ડર સ્ટેટ ટેક્સાસની મુલાકાત લીધી. અહીં મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે અમેરિકામાં નેશનલ ઇમરજન્સી ગમે તે ક્ષણે જાહેર થઇ શકે છે તેવા સંકેતો આપ્યા હતા. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને સાઉથ મેક્સિકો દીવાલ માટે 5.7 બિલિયન ડોલર (અંદાજિત 40,000 કરોડ)ની માંગણી કરી છે. સામે પક્ષે હાઉસ ઓફ કોમનમાં બહુમતી ધરાવતા ડેમોક્રેટ્સે આ બિલ પસાર નહીં કરતા ટ્રમ્પે આંશિક શટડાઉન જાહેર કરી દીધું હતું. 

40,000 કરોડની દીવાલના કારણે વિવાદ

1. ઇમરજન્સી જાહેર કરવી છેલ્લો ઓપ્શન
અમેરિકાના પ્રેસિડન્ટ ઇમરજન્સી જાહેર કરવામાં અમુક ઇંચના જ અંતરે છે. ઇમરજન્સી જાહેર કરવાથી ટ્રમ્પને મેક્સિકો બોર્ડર માટેના બિલની મંજૂરી અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશ નહીં આપવાની સરળતા પણ મળી જશે. 
સાઉથ બોર્ડર સ્ટેટ ટેક્સાસમાં બોર્ડરની મુલાકાતે પહોંચેલા ટ્રમ્પને મીડિયાએ સવાલ કર્યો હતો કે, શું તેઓ નેશનલ ઇમરજન્સી જાહેર કરવાની તૈયારીમાં છે? જવાબમાં ટ્રમ્પે જણાવ્યું કે, 'હા ચોક્કસથી. મારે આ મુદ્દાને વ્યાપક રીતે જોવો છે. આપણે આ તાત્કાલિક કરી શકીએ છીએ, કારણ કે આ કોમન સેન્સની વસ્તુ છે, તે મોંઘી નથી. આપણે બોર્ડર વૉલના ખર્ચ માટે પ્રતિ વર્ષ બચત કરી રહ્યા છીએ. દીવાલ બન્યા બાદ આપણે એનાથી પણ વધુ બચત કરીશું.'
બુધવારે શટડાઉન મીટિંગમાં ટ્રમ્પે કહ્યું હતું કે, નેશનલ ઇમરજન્સી જાહેર કરવી એ સૌથી છેલ્લો ઓપ્શન હશે. જો ડેમોક્રેટ્સ તેઓના 5.7 બિલિયન ડોલર બિલને મંજૂર નહીં કરે તો આ ઓપ્શનને તેઓ ગમે તે ક્ષણે લાગુ કરી શકે છે. 
 
4. ઉશ્કેરાયેલા ટ્રમ્પે મીટિંગ અધવચ્ચે છોડી
પ્રેસિડન્ટે બુધવારે શટડાઉન મીટિંગને અધવચ્ચે છોડતા નેશનલ ઇમરજન્સીની જાહેરાતને વધુ વેગ મળ્યો છે. બુધવારે ટ્રમ્પે ડેમોક્રેટિક લીડર્સ, હાઉસ સ્પીકર નેન્સી પેલોસી, સેનેટ લઘુમતી લીડર ચક શૂમર સાથે મીટિંગ કરી હતી. 
 આ મીટિંગમાં ડેમોક્રેટ્સે 5.7 બિલિયન ફંડિંગ માટે આપવા તૈયાર નહીં થતા ટ્રમ્પે ટેબલ પર હાથ પછાડી 'બાય,બાય' કહી બહાર નિકળી ગયા હતા. મીટિંગ બાદ ટ્રમ્પે ટ્વીટ કરી હતી જેમાં આ મીટિંગ સમયની બરબાદી હતી તેવું કહ્યું હતું. 
ગુરૂવારે ટેક્સાસમાં ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે, હું ઇમિગ્રેશનને વ્યાપક સ્વરૂપ આપવા ઇચ્છું છું, આપણે ઇમિગ્રેશનમાં સુધારા લાવી શકીએ છીએ. જેમાં વધારે સમય લાગશે અને વાટાઘાટો પણ વધશે. સુધારા માટે 30-35 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ડેમોક્રેટ્સ પણ સુધારા માટે વાત કરી રહ્યું છે. પરંતુ સુધારા પહેલાં આપણે બોર્ડર પર અવરોધો ઉભા કરવા જરૂરી છે. જે આપણે ગણતરીના સમયમાં જ ઉભા કરી શકીએ છીએ. 
7. બોર્ડર વૉલ પર કોંક્રિટ કે સ્ટીલનો ઉપયોગ?
બોર્ડર પર કોંક્રિટ કે સ્ટીલ બોર્ડર વૉલ ઉભી કરવાના વિરોધથી નારાજ ટ્રમ્પે કહ્યું કે, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના કારણે અમેરિકાની ઇકોનોમિને અત્યાર સુધી 176,000 કરોડનું નુકસાન થયું છે. 
વિરોધ પક્ષ ડેમોક્રેટ્સ જે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બહુમતી ધરાવે છે તેઓએ આ વૉલથી ટેક્સ ચૂકવણી કરતા લોકો ઉપર જ ભાર પડશે તેવું કહી બિલને સપોર્ટ કર્યો નહતો. 
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અને વિરોધ પક્ષ ડેમોક્રેટ્સ વચ્ચે બિલને લઇને સખત વિરોધના પગલે અમેરિકામાં 22 ડિસેમ્બરથી આંશિક શટડાઉન શરૂ થયું છે. આ શટડાઉનને 21 દિવસ થઇ ગયા છે.
ટ્રમ્પે કહ્યું કે, અમે નેશનલ ઇમરજન્સી જાહેર કરી શકીએ છીએ, પણ અમે એવું નહીં કરીએ કારણ કે આ કોમન સેન્સની વાત છે. 
11. ઇમિગ્રન્ટ્સના કારણે ક્રાઇમ વધ્યો
ટ્રમ્પે કહ્યું કે, ઇમિગ્રન્ટ્સ મુદ્દે આપણે જેટલાં ઝડપથી કામ કરીશું તેટલી જ ઝડપથી આખા દેશમાં ફેલાયેલા ક્રાઇમમમાં ઘટાડો થશે. કારણ કે, મોટાંભાગે લોકો સાઉથ બોર્ડરથી જ અમેરિકામાં પ્રવેશ કરે છે. જો આપણે અહીં વૉલથી અવરોધ ઉભો કરી દઇશું તો તેઓ પ્રવેશ નહીં કરી શકે. 
12. ડેમોક્રેટ્સે ઇમરજન્સી અંગે શું કહ્યું?
ટ્રમ્પની નેશનલ ઇમરજન્સી અંગે ડેમોક્રેટ્સે કહ્યું કે, જો પ્રેસિડન્ટ ઇમરજન્સી જાહેર કરશે તો તમે જોશો કે અમે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ. 
હાઉસ સ્પીકર પેલોસીએ કહ્યું કે, પ્રેસિડન્ટ હાલ પરિસ્થિતિને થાળે પાડવાના બદલે પોતાના પાવરમાં વધારો કરવાના નુસખાઓ અજમાવી રહ્યા છે. પરંતુ અમે આવું નહીં થવા દઇએ. 
14. ટ્રમ્પ સામે લિગલ એક્શનની ચેતવણી
ડેમોક્રેટિક કોંગ્રેસ વિમને ગ્રેસ મેન્ગે ગુરૂવારે કહ્યું કે, ટ્રમ્પની નેશનલ ઇમરજન્સીને અટકાવવા માટે આજે શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં નવો કાયદો લાવશે. 
અન્ય ડેમોક્રેટ્સે કહ્યું કે, તેઓ નેશનલ ઇમરજન્સી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. 
ટ્રમ્પે કહ્યું કે, તેઓ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર છે. 'બોર્ડર વૉલ મુદ્દે હું કંઇ પણ કરવા માટે તૈયાર છું. મારાં વકીલ સાથે પણ કાયદાકીય કાર્યવાહી માટે મેં ચર્ચા કરી લીધી છે.'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી