ટ્રમ્પે આપી ચેતવણીઃ જો રિપબ્લિકન મિડ-ટર્મ ચૂંટણી હારશે તો દેશમાં હિંસા ભડકશે!

ટ્રમ્પે કહ્યું, તમને અત્યાર સુધી જે મળ્યું છે તેને ગુમાવવા માટે તમે માત્ર એક ચૂંટણી દૂર છો. (ફાઇલ)
ટ્રમ્પે કહ્યું, તમને અત્યાર સુધી જે મળ્યું છે તેને ગુમાવવા માટે તમે માત્ર એક ચૂંટણી દૂર છો. (ફાઇલ)

divyabhaskar.com

Aug 30, 2018, 12:35 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોડીરાત્રે ખ્રિસ્તી નેતાઓ સાથે વ્હાઇટ હાઉસમાં વ્યક્તિગત બેઠક કરી હતી. ટ્રમ્પે આ મીટિંગમાં ચેતવણી આપી હતી કે, આગામી મિડ-ટર્મ ઇલેક્શન દરમિયાન જો રિપબ્લિક હારી જશે તો દેશમાં ખ્રિસ્તીઓ વિરૂદ્ધ હિંસા ભડકશે. અમેરિકાના ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સે આ મીટિંગની ઓડિયો રેકોર્ડિંગ રિલીઝ કરી છે. એક અંદાજ મુજબ બે ભૂતપૂર્વ કર્મચારીઓના નાણાકીય મામલામાં ફસાયા બાદ ટીકાઓનો સામનો કરી રહેલા ટ્રમ્પ હવે ધાર્મિક મુદ્દાઓ ઉઠાવીને ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે.


હિંસક લોકોના સમૂહ જોવા મળશે તેવો ઉલ્લેખ


- ટ્રમ્પે આ મીટિંગ દરમિયાન કહ્યું કે, ચૂંટણીમાં હાર બાદ ડેમોક્રેટ્સ રાતોરાત બધું જ બદલી નાખશે અને તેઓ આ ઝડપથી અને હિંસાત્મક રીતે કરશે.
- ટાઇમ્સ ગ્રુપે મંગળવારે રિલીઝ કરેલી ઓડિયો ટેપ અનુસાર, ટ્રમ્પે કહ્યું કે, જો રિપબ્લિકન ચૂંટણી હારે છે તો બધું જ તરત જ ખતમ થઇ જશે. આવું થવા પર તેઓ દરેક ચીજ બદલી દેશે, જેના કારણે હિંસા ભડકશે.
- જ્યારે ફાસિસ્ટોને જોશો તો હિંસક લોકોના સમૂહ જોવા મળશે. ફાસિસ્ટ એન્ટી-ફાસિસમનું મિલિટન્ટ ડાબેરી ગ્રુપ છે. ટ્રમ્પે કહ્યું કે, જ્યારે તમે આ ગ્રૂપના લોકો સામે જૂઓ, તેઓ હિંસાત્મક લોકો છે.
- ટાઇમ્સ અનુસાર, વ્હાઇટ હાઉસના સ્પોક્સપર્સન હોગાન ગિડલેએ ટ્રમ્પ કોના વિશે આ વાતો કહી રહ્યા હતા તેની પુષ્ટિ નથી કરી.
- બીજી તરફ, ગિડલેએ ઓડિયોમાં કહેવામાં આવેલી વાતોનો સંબંધ કાયદો બનાવનાર ડેમોક્રેટ્સ અને ફાસિસ્ટ વિરોધી યુવા આંદોલનકારીઓ અંગે હોવાની વાત નકારી છે.


ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન પણ હિંસાની કરી હતી વાત


- આ પ્રકારે પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે હિંસા ભડકવાનો ઉલ્લેખ કર્યો હોય. વર્ષ 2016માં પ્રેસિડેન્શિયલ કેમ્પેઇન દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, જો રિપબ્લિકન નોમિનેશનની જીત ના થઇ તો તેમના સપોર્ટર હિંસાત્મક પ્રતિક્રિયા આપશે.
- સોમવારે મીટિંગ દરમિયાન વધુ એક વાર 'હિંસા ભડકશે' તેવી ચેતવણી આપી છે.
- ટાઇમ્સ અનુસાર, જે દરમિયાન રિપોર્ટર્સ આ મીટિંગમાં હતા ત્યારે ટ્રમ્પે મિનિસ્ટર્સ અને ખ્રિસ્તી નેતાઓ સાથે ગર્ભપાત, ધાર્મિક સ્વતંત્રતા અને યુવા બેરોજગારી જેવા મુદ્દાઓ વિશે વાત કરી.
- મીટિંગ બાદ પ્રેસ રૂમમાંથી બહાર નિકળ્યું ત્યારે ટ્રમ્પે મુદ્દો બદલી નાખ્યો અને ધાર્મિક નેતાઓને આગામી નવેમ્બરમાં રિપબ્લિકન ચૂંટણી જીતી જાય તેનું ધ્યાન રાખવાનું કહ્યું હતું.
- ટ્રમ્પે કહ્યું કે, હું માત્ર એટલું ઇચ્છું છું કે, તમે બહાર જાવ અને જૂઓ કે લોકો મતદાન કરી રહ્યા છે. જો આગામી 6 નવેમ્બરના રોજ તેઓ મતદાન નહીં તો આવનારા બે વર્ષ તેઓના માટે સ્પષ્ટ રીતે મુશ્કેલ હશે.
- 'તમને અત્યાર સુધી જે મળ્યું છે તેને ગુમાવવા માટે તમે માત્ર એક ચૂંટણી દૂર છો.'

X
ટ્રમ્પે કહ્યું, તમને અત્યાર સુધી જે મળ્યું છે તેને ગુમાવવા માટે તમે માત્ર એક ચૂંટણી દૂર છો. (ફાઇલ)ટ્રમ્પે કહ્યું, તમને અત્યાર સુધી જે મળ્યું છે તેને ગુમાવવા માટે તમે માત્ર એક ચૂંટણી દૂર છો. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી