અમેરિકા / ટ્રમ્પે ડેમોક્રેટ્સ સાથે બેઠકમાં ટેબલ પર હાથ પછાડ્યો, કહ્યું - આ સમયનો વ્યય

બેઠક બાદ ટ્રમ્પે ટ્વીટ કરી રહ્યું, મેં એ લોકોને બાય-બાય કહી દીધું.
બેઠક બાદ ટ્રમ્પે ટ્વીટ કરી રહ્યું, મેં એ લોકોને બાય-બાય કહી દીધું.
X
બેઠક બાદ ટ્રમ્પે ટ્વીટ કરી રહ્યું, મેં એ લોકોને બાય-બાય કહી દીધું.બેઠક બાદ ટ્રમ્પે ટ્વીટ કરી રહ્યું, મેં એ લોકોને બાય-બાય કહી દીધું.

  • યુએસ-મેક્સિકો બોર્ડર વૉલના ફંડ માટે વિપક્ષ ડેમોક્રેટ્સ સાથે ટ્રમ્પની બેઠક 
  • ડેમોક્રેટ સાંસદ આ પ્રોજેક્ટના ફંડિંગ માટે તૈયાર નથી થયા 

divyabhaskar.com

Jan 10, 2019, 05:11 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકા - મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવા માટે ફંડિગ પર પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટ સાંસદો સાથે બેઠક કરી. આ પ્રોજેક્ટ માટે ડેમોક્રેટિક નેતાઓ રાજી નહીં થતા ટ્રમ્પ નારાજ જોવા મળ્યા. તેઓ આ બેઠકમાંથી ટેબલ પર હાથ પછાડીને બહાર નિકળ્યા. ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું, આ બેઠક સમયની બરબાદી હતી. 

 

યુએસમાં શટડાઉન, 8 લાખ લોકો હડતાળ પર

ડેમોક્રેટ્સે કહ્યું - ટ્રમ્પનો તંગ સ્વભાવ ફરી જોવા મળ્યો
1.બેઠક બાદ ટ્રમ્પે ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેઓએ ટ્વીટ કરી રહ્યું, મેં એ લોકોને બાય-બાય કહી દીધું. તેઓને કહી દીધું કે, અન્ય કંઇ પણ વસ્તુ કામ નહીં કરે. 
2.અમેરિકન સંસદમાં ડેમોક્રેટ સાંસદ ચક શૂમેરે કહ્યું, ટ્રમ્પે બેઠક દરમિયાન એક પ્રકારે ટેબલ પર હાથ પછાડ્યો. ત્યારબાદ તેઓ ઉભા થયા અને બેઠકમાંથી બહાર નિકળી ગયા. 
3.શૂમરે કહ્યું, અમને એકવાર ફરીથી ટ્રમ્પનો ઉકળાટભર્યો અને ખીજવાળો સ્વભાવ જોવા મળ્યો, કારણ કે તેઓને કોઇ રસ્તો નથી મળી રહ્યો. 
4.બેઠકમાં મોજૂદ ટ્રમ્પ સમર્થકો અનુસાર, અમેરિકાના પ્રેસિડન્ટે ડેમોક્રેટ સાંસદોને કહ્યું કે, તેઓ આ પ્રોજેક્ટના ફંડ માટે તૈયાર થાય જેથી અમે કષ્ટદાયક શટડાઉનને ખતમ કરીએ. 
5.રિપબ્લિકન સાંસદ કેવિન મેકકાર્થીએ જણાવ્યું કે, રિપબ્લિકન નેતા વાતચીત માટે પણ રાજી નથી. તેઓની સ્પીકર નેન્સી પેલોસીએ ટ્રમ્પના પ્રસ્તાવને અસ્વીકાર કરી દીધો છે. 
ટ્રમ્પે સ્પેન્ડિંગ બિલ સાઇન નથી કર્યુ
6.ટ્રમ્પે આ દિવાલનો પ્રસ્તાવ એટલાં માટે રાખ્યો છે જેથી તેઓ અમેરિકામાં ખતરનાક ઘૂસણખોરો, ડ્રગ ડીલર અને માનવ તસ્કરોને આવવાથી અટકાવી શકે. બીજી તરફ, ડેમોક્રેટિક નેતાઓનું કહેવું છે કે, બોર્ડરની વાસ્તવિક સમસ્યાઓ પર આ દિવાલ કંઇ ખાસ પ્રભાવ ઉભો નહીં કરે. 
7.અમેરિકાની સંસદ પર દબાણ ઉભું કરવા માટે ટ્રમ્પે સ્પેન્ડિંગ બિલ પર સાઇન કરવાનો ઇન્કાર કરી દીધો. જેના કારણે અમેરિકાની સરકારના 80 હજાર કર્મચારી અને કોન્ટ્રાક્ટર્સ છેલ્લાં ત્રણ અઠવાડિયાથી હડતાળ પર છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી