Home » International News » America » If they dont shape up, I would withdraw from the WTO, Trump said

ટ્રમ્પની WTOને ધમકીઃ જો વલણ નહીં બદલ્યું તો અમેરિકા સંગઠનમાંથી બહાર થશે

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 12:27 PM

ટ્રમ્પે કહ્યું હતું કે, ડબલ્યુટીઓ સૌના ફાયદા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અમેરિકા સામેલ નથી

  • If they dont shape up, I would withdraw from the WTO, Trump said
    ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ વિશ્વ વેપાર સંગઠનના સાથે સૌથી ખરાબ ડીલ કરી છે. (ફાઇલ)

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ વેપાર સંગઠન (World trade organization - WTO)ને ધમકી આપી છે કે જો તેઓએ અમેરિકા સાથે પોતાનું વર્તન ના બદલ્યું તો અમેરિકા સંગઠનમાંથી બહાર થઇ જશે. ટ્રમ્પે આ વાત ઓવલ ઓફિસમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કહી. તેઓએ એમ પણ કહ્યું કે, વિશ્વ વેપાર સંગઠન સાથે અમેરિકાએ અત્યાર સુધીની સૌથી ખરાબ ડીલ કરી છે.


    ચીન સાથે યુએસની ટ્રેડ વોર


    - ચીન સાથે અમેરિકાની ટ્રેડ વૉર ચાલી રહી છે. બે મહિનામાં અમેરિકા 3.46 લાખ કરોડ (50 અબજ ડોલર)ની ચાઇના માલની નિકાસ પર 25 ટકા ટેરિફ લગાવી ચૂક્યું છે.
    - હવે જો અમેરિકા ડબલ્યુટીઓથી બહાર થાય છે તો તેમાં કોઇને વધુ આશ્ચર્ય ના થવું જોઇએ.
    - વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના વૈશ્વિક વેપારના નિયમ બનાવવા અને તમામ દેશોની વચ્ચે વેપારીક વિવાદના ઉકેલ લાવવા માટે થઇ હતી.
    - ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ અમેરિકા માટે રક્ષાત્મક નીતિઓ અપનાવતા રહ્યા છે અને હવે તેઓ કહી રહ્યા છે કે, ડબલ્યુટીઓ અમેરિકાની સાથે અનુચિત વ્યવહાર કરે છે.
    - ટ્રમ્પની વિશ્વ વેપાર સંગઠનથી હટવાની ધમકી દર્શાવે છે કે, તેઓની વેપાર નીતિ અને મુક્ત વેપાર વ્યવસ્થામાં વિરોધાભાસ છે.


    ડબલ્યુટીઓથી અમને નુકસાનઃ ટ્રમ્પ


    - ટ્રમ્પે ગયા મહિને કહ્યું હતું કે, ડબલ્યુટીઓનું છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકા સાથે વર્તન અત્યંત ખરાબ રહ્યું છે. તેઓએ પોતાની નીતિ બદલવી જોઇએ.
    - ડબલ્યુટીઓમાં અમેરિકાના પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝરે કહ્યું કે, 2001માં ચીનને સંગઠનમાં સામેલ કરવું એ મોટી ભૂલ હતી. અમે ચીન જેવી કોઇ નોન-માર્કેટ ઇકોનોમી સાથે ડીલ ના કરી શકીએ.
    - ટ્રમ્પ અનુચિત વેપારથી તે સમયથી જ નારાજ છે જ્યારે તેઓ પ્રેસિડન્ટ પણ નહતા.
    - ગયા વર્ષે ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને કહ્યું હતું કે, ડબલ્યુટીઓ સૌના ફાયદા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અમેરિકા સામેલ નથી. અમે દરેક કેસ હારી જઇએ છીએ. અમે ડબલ્યુટીઓમાં લગભગ દરેક કેસ હારીએ છીએ.
    - છેલ્લાં કેટલાંક મહિનામાં અમેરિકાએ ડબલ્યુટીઓની સાથે જેવા સાથે તેવાનું વલણ અપનાવ્યું છે. જેનું તાજું ઉદાહરણ છે ચીન સાથે ટ્રેડ વૉર.
    - વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓની આ લડાઇ પર આખી દુનિયાની નજર છે. ટ્રમ્પે ચીનથી આયાત થતાં અનેક સામાનો પર ટેરિફ લગાવ્યો છે સામે પક્ષે ચીને પણ આ જ કર્યુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ