Home » International News » America » Trump's Trade War and the $470 Billion Hit to the Global Economy

ટ્રમ્પના એક નિર્ણયથી વિશ્વમાં ભૂકંપ: બુશે પણ લીધો હતો આવો નિર્ણય અને 2 લાખે ગુમાવી હતી નોકરી

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 08:04 PM

ઇકોનોમીઃ ચેતવણીઓને અવગણીને ટ્રમ્પે શરૂ કરી ટ્રેડ વૉર

 • Trump's Trade War and the $470 Billion Hit to the Global Economy
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ટ્રમ્પની બેઠક બાદ અમેરિકામાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ હતી. માર્કેટમાં અચાનક જ ઘટાડો જોવા મળ્યો. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં સ્ટીલની સૌથી મોટી કંપની ન્યૂકોરના સીઇઓ જ્હોન ફેરિઓલાને 28 ફેબ્રુઆરીના રોજ વ્હાઇટ હાઉસ તરફથી એક ફોન કરવામાં આવ્યો. તેઓને એવું કહેવામાં આવ્યું કે, શું તેઓ એક દિવસ બાદ વોશિંગ્ટન આવી શકે છે? જ્હોન ત્યાં પહોંચ્યા તો તેઓને મેટલ કંપનીઓના અનેક સીઇઓ ત્યાં હાજર મળ્યા. તેઓને કહેવામાં આવ્યું કે, એક ગુપ્ત મીટિંગ ટૂંક સમયમાં જ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થવાની છે, તમામ લોકો ડરેલા હતા.

  ટ્રમ્પ સાથે થઇ મીટિંગ


  - ટ્રમ્પ સાથે મીટિંગ શરૂ થઇ તો જાણકારી મળી કે, તેઓ ઇમ્પોર્ટ સ્ટીલ પર ટેરિફ (શુલ્ક)માં વધારો કરવા ઇચ્છે છે. મીટિંગ ખતમ થવા સુધી તમામ સીઇઓ ટ્રમ્પની વાત સાથે સહમત જોવા મળ્યા.
  - બેઠકના તત્કાળ બાદ ટ્રમ્પે પ્રેસને કહી દીધું કે, તેઓ ઇમ્પોર્ટેડ સ્ટીલ પર 25 ટકા સરચાર્જ લગાવવા ઇચ્છે છે, જ્યારે એલ્યુમિનિયમ પર 10 ટકા. ટ્રમ્પે કહ્યું કે, લોકોને એ વાતનો ખ્યાલ જ નથી કે કેવા પ્રકારનું ખરાબ વર્તન અમારાં દેશની સાથે થાય છે.
  - આયાત સ્ટીલે આપણાં દેશના સ્ટીલ ઉદ્યોગને લગભગ નષ્ટ કરી દીધું છે, પરંતુ આપણે જૂની પ્રતિષ્ઠા મેળવીને રહીશું.
  - રિપબ્લિકન સાથીઓએ ચેતવણી આપી હતી કે, આ પ્રકારના પગલાંથી 'ટ્રેડ વૉર' શરૂ થઇ જશે. આ તમામ ચેતવણીઓની અવગણના કરીને સ્ટીલ અને એલ્યુમિનિયમના ઇમ્પોર્ટ પર નવા ટેરિફની જાહેરાત ટ્રમ્પે કરી દીધી.


  બેઠક બાદ ભૂંકપની સ્થિતિ


  - ટ્રમ્પની બેઠક બાદ અમેરિકામાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ હતી. માર્કેટમાં અચાનક જ ઘટાડો જોવા મળ્યો.
  - રિપબ્લિકને ટ્રમ્પને આ નિર્ણયના ખરાબ પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાનું કહ્યું. તમામ ટીકાઓને અવગણના કરતા બીજાં દિવસે સવારે ટ્રમ્પે કહ્યું, ટ્રેડ વોર સારી હોય છે અને તેને સરળતાથી જીતી શકાય છે. આગામી 15 દિવસોમાં નવા દરો લાગુ પડશે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, બુશે પણ ઉઠાવ્યું હતું આવું પગલું, ગઇ હતી 2 લાખ લોકોની નોકરીઓ...

 • Trump's Trade War and the $470 Billion Hit to the Global Economy
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  21 મહિનામાં જ આ બુશના નિર્ણયને દૂર કરવો પડ્યો. (ફાઇલ)

  બુશે પણ લીધો હતો આવો નિર્ણય 


  - આ પ્રકારનો નિર્ણય 2002માં તત્કાલિન પ્રેસિડન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશે પણ લીધો હતો, જેના કારણે અમેરિકામાં 2 લાખ લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી હતી. 21 મહિનામાં જ આ નિર્ણયને દૂર કરવો પડ્યો. 


  ભારતીય કંપનીઓએ વ્યક્ત કરી ચિંતા 


  - ટ્રમ્પની બેઠક બાદ ભારતીય સ્ટીલ કંપનીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો આવું થશે તો વિશ્વના તમામ સ્ટીલ નિર્માતા ભારતમાં સ્ટીલની નિકાસ કરવા લાગશે, જે ડંપિંગ થશે. 
  - ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન અનુસાર, તેનાથી ભારતીય માર્કેટમાં પણ ખરાબ અસર જોવા મળશે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, દિગ્ગજ કંપનીઓને થયું નુકસાન...  

 • Trump's Trade War and the $470 Billion Hit to the Global Economy
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ટ્રેડ વોરની શરૂઆત 20મી સદીમાં 1930માં થઇ હતી ત્યારે સ્મૂટ હેવલે ટેરિફ લગાવ્યો હતો. (ફાઇલ)

  દિગ્ગજ કંપનીઓએ નોંધાવી હતી નાદારી 


  - ટ્રેડ વોરની શરૂઆત 20મી સદીમાં 1930માં થઇ હતી. ત્યારે સ્મૂટ હેવલે ટેરિફ લગાવ્યો હતો. 
  - 20 હજાર આ ઇમ્પોર્ટ વસ્તુઓ પર હેવી ડ્યૂટી લગાવવામાં આવી હતી. અન્ય દેશોએ જ્યારે તેના માટે ઉપાય કર્યા તો અમેરિકાનું એક્સપોર્ટ 61 ટકા ઘટી ગયું હતું. 
  - તેને 1934માં હટાવી દેવામાં આવી હતી. 19મી સદીમાં ટ્રેડ વોરમાં કેનેડાને ફાયદો થયો હતો. તેને બ્રિટન જેવું માર્કેટ એક્સપોર્ટ માટે મળી ગયું હતું. જ્યારે અમેરિકામાં જનરલ મોટર્સ અને ક્રિસલર નાદારીની અણી પર આવી ગઇ હતી.

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે ચૂંટણીનું વચન પૂર્ણ કર્યુ? 

 • Trump's Trade War and the $470 Billion Hit to the Global Economy
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  હવે આ મુશ્કેલ ગણાય છે કે, કોનના સ્થાને જે પણ આવશે, તે ટ્રમ્પના સંરક્ષણવાદી વલણને અટકાવી શકશે કે નહીં? (ફાઇલ)

  ટ્રમ્પે ચૂંટણીનું વચન પૂર્ણ કર્યુ? 


  - ટ્રમ્પની જાહેરાતનો સંબંધ 2016માં મતદાતાઓને કરેલા વચનથી હતો. કારોબારની નીતિને લઇને વ્હાઇટ હાઉસમાં હંમેશાથી જ ખેંચતાણ ચાલી રહ્યું છે. 
  - ટ્રમ્પના પ્રમુખ આર્થિક સલાહકાર અને ફ્રી માર્કેટ પોલીસીના સમર્થક ગોલ્ડમેન સેકના ગેરી કોને આ નિર્ણય બાદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 
  - કોનના રાજીનામા બાદ વર્લ્ડ માર્કેટમાં તેની ખરાબ અસર જોવા મળી. કારણ કે, કોનને ટ્રમ્પની જીતના રચયિતા ગણવામાં આવે છે. ત્યારબાદ ટેક્સ રિફોર્મ્સમાં પણ તેઓનું યોગદાન હતું. 
  - કોન હંમેશાથી ટ્રેડ વોરની વિરૂદ્ધ હતા. તેમના રાજીનામા બાદ ટ્રમ્પે ટ્વીટર પર કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ મુખ્ય આર્થિક સલાહકારની નિયુક્તિ કરવાના છે. કેટલાંક લોકો આ પદને મેળવવા માટે ઉત્સુક હશે. તેમાંથી જે નામ સૌથી પહેલાં આવ્યું છે, તે પીટર નેવેરોનું છે. 
  - પીટરને તેમના સંરક્ષણવાદી વલણ માટે ઓળખવામાં આવે છે, પરંતુ હજુ સુધી તેઓને અટકાવનાર કોન ટ્રમ્પની ટીમમાં હતા, જે હવે નથી. 
  - ટ્રમ્પ અને કોનની વચ્ચે ઘણીવાર અસહમતિ રહી છે, પરંતુ અત્યાર સુધી ટ્રમ્પ તેમના બિઝનેસ કરિયરના કારણે તેઓનું સન્માન કરતા રહ્યા. 
  - હવે આ મુશ્કેલ ગણાય છે કે, કોનના સ્થાને જે પણ આવશે, તે ટ્રમ્પના સંરક્ષણવાદી વલણને અટકાવી શકશે કે નહીં? કેપિટલ હિલમાં હાઉસ સ્પીકર પોલ રેયાને પણ ટ્રમ્પના ટેરિફની જાહેરાત પર ફેરવિચાર કરવાનું કહ્યું છે, પરંતુ કાયદો આ બાબતે પ્રેસિડન્ટને સંપુર્ણ અધિકાર આપે છે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પને શું હતી ફરિયાદ... 

 • Trump's Trade War and the $470 Billion Hit to the Global Economy
  પ્રેસિડન્ટ ચૂંટણી અભિયાન દરમિયાન જ કહી ચૂક્યા છે કે, તેઓ બિઝનેસ અને ટ્રેડિંગ મામલે કડક પગલાં ઉઠાવશે. (ફાઇલ)

  ટ્રમ્પને પહેલેથી જ રહી છે ફરિયાદ

   
  - હજુ સુધી એ નક્કી નથી કે ટ્રમ્પ પોતાની જાહેરાત પર કેવા પ્રકારે અમલ કરે છે. તેમ છતાં કારોબારના મામલે તેઓ દ્રઢ છે અને રિપબ્લિકન ડોક્ટરીનનું પાલન કરે છે. 
  - 1980ના દાયકામાં જ્યારે ટ્રમ્પ બિઝનેસમેન હતા, ત્યારથી જ તેઓને ફરિયાદ રહી છે કે, ખોટી વિદેશી પ્રતિસ્પર્ધાના કારણે અમેરિકાની સાથે છેતરપિંડી થતી રહી છે. 

  ચૂંટણીમાં જ ટ્રમ્પે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું 
  - પ્રેસિડન્ટ ચૂંટણી અભિયાન દરમિયાન જ કહી ચૂક્યા છે કે, તેઓ બિઝનેસ અને ટ્રેડિંગ મામલે કડક પગલાં ઉઠાવશે. બિઝનેસ માટે તેમનું જે વલણ છે, તે અન્ય રિપબ્લિકનથી અલગ છે. 
  - આ પ્રકારની જાહેરાતોથી ટ્રમ્પ અમેરિકાને ફરીથી મેન્યુફેક્ચરિંગનો ગઢ બનાવવાનો વાયદો પૂર્ણ કરવાની કોશિશ લાગી રહી છે. 
  - બિઝનેસને લઇને લોકપ્રિય વાયદાઓ રિપબ્લિકન કરતાં આવ્યા છે, પરંતુ ટ્રમ્પની જાહેરાત વિશે તો હવે સમય જ બતાવશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ