ભારતમાં હાર્લે ડેવિડસન પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો નિર્ણય અયોગ્ય: ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું અમે ઘણાં પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, અનેક દેશોમાં વેચાણ કરીએ છીએ. પરંતુ હાર્લે પર વધુ ટેક્સ આપીએ છીએ.

divyabhaskar.com | Updated - Feb 14, 2018, 11:30 AM
ટ્રમ્પે ભારતને વોર્નિંગ આપી છે કે, જો હાર્લે ડેવિડસન પર ડ્યૂટી લગાવી તો ભારતમાંથી આવતી બાઇક પર ટેક્સ લગાવશે. (ફાઇલ)
ટ્રમ્પે ભારતને વોર્નિંગ આપી છે કે, જો હાર્લે ડેવિડસન પર ડ્યૂટી લગાવી તો ભારતમાંથી આવતી બાઇક પર ટેક્સ લગાવશે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા હાર્લે ડેવિડસન બાઇક પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો ખોટો નિર્ણય કહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, જો એવું થયું તો અમેરિકા પણ ભારતથી આવનારી બાઇક્સ પર વધુ ટેરિફ લગાવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે કસ્ટમ ડ્યૂટી ઓછી કરવાને લઈને તેમની હાલમાં નરેન્દ્ર મોદી સાથે વાત પણ થઈ હતી.

ભારત દ્વારા ટેરિફ 50% કરવું યોગ્ય નથી
- ટ્રમ્પે મંગળવારે સ્ટીલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની મીટિંગમાં કહ્યું કે, ભારત સરકારે હાલમાં જ ટેરિફને 75%થી 50% કરવાનો નિર્ણય લીધો. તેને ક્યારેય યોગ્ય ન કહી શકાય. અમે પણ એવું કરી શકીએ છીએ. હાલની સ્થિતિમાં ભારતથી આયાત થનારી બાઇક્સ પર કોઈ ટેક્સ નથી લેતા.
- ટ્રમ્પે કહ્યું કે, અમે અનેક પ્રકારની પ્રોડક્ટસ બનાવીએ છીએ અને અનેક દેશોમાં વેચીએ છીએ. પશ્રંતુ એક હાર્લે ડેવિડસન બાઇક માટે અમારે અનેકગણો વધુ ટેક્સ આપવો પડે છે. અને તે દેશ બીજો કોઈ નહીં પરંતુ ભારત છે.

આગળની સ્લાઇડમાં જાણો, ટ્રમ્પે આડકતરી રીતે કર્યો મોદીના નામનો ઉલ્લેખ...

ટ્રમ્પે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ નામ લીધા વગર નિશાન સાધ્યું. (ફાઇલ)
ટ્રમ્પે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ નામ લીધા વગર નિશાન સાધ્યું. (ફાઇલ)
X
ટ્રમ્પે ભારતને વોર્નિંગ આપી છે કે, જો હાર્લે ડેવિડસન પર ડ્યૂટી લગાવી તો ભારતમાંથી આવતી બાઇક પર ટેક્સ લગાવશે. (ફાઇલ)ટ્રમ્પે ભારતને વોર્નિંગ આપી છે કે, જો હાર્લે ડેવિડસન પર ડ્યૂટી લગાવી તો ભારતમાંથી આવતી બાઇક પર ટેક્સ લગાવશે. (ફાઇલ)
ટ્રમ્પે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ નામ લીધા વગર નિશાન સાધ્યું. (ફાઇલ)ટ્રમ્પે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ નામ લીધા વગર નિશાન સાધ્યું. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App