ટ્રમ્પ વિરૂદ્ધ US ઓફિસરના આર્ટિકલ સામે ભડક્યું વ્હાઇટ હાઉસ, કહ્યું - કાયરતાપૂર્ણ હરકત

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું કે, ઓફિસરની વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 12:00 PM
ટ્રમ્પે કહ્યું કે, જે અનામ ઓફિ
ટ્રમ્પે કહ્યું કે, જે અનામ ઓફિ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ એક અમેરિકન ઓફિસરે ગુરૂવારે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો દેશ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં મોજૂદ એખ ઓફિસરે ન્યૂયોર્ક ટાઇમ્સમાં 'આઇ એમ પાર્ટ ઓફ રેજિસ્ટેન્સ ઇનસાઇડ ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન'ના નામે એક લેખ લખ્યો છે. ઓફિસરના નામનો ખુલાસો કરવામાં નથી આવ્યો. ન્યૂઝપેપરમાં ઓફિસર દ્વારા લખાયેલા આર્ટિકલને વ્હાઇટ હાઉસે કાયરતાપૂર્ણ હરકત ગણાવી છે.

લોકતાંત્રિક સંસ્થાઓ કેવી રીતે બચાવશે?


- ઓફિસરે કહ્યું, અમે એડમિનિસ્ટ્રેશનને સફળ થતું જોવા ઇચ્છીએ છીએ. પહેલેથી જ અમારી નીતિઓ અમેરિકાને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવે છે. આપણે સૌથી પહેલાં દેશ માટે કામ કરવાનું, નહીં કે વ્યક્તિ માટે.
- ટ્રમ્પ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા લોકો કેવી રીતે આપણી લોકતાંત્રિક સંસ્થાઓને બચાવશે, જ્યારે તેઓ પોતાની જ નીતિઓ લાગુ કરી રહ્યા છે.
- આ બધું જ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં રહેવા દરમિયાન યથાવત રહેશે.

સરમુખત્યારોને પસંદ કરે છે ટ્રમ્પ


- ઓફિસરે આરોપ લગાવ્યો છે કે, ટ્રમ્પ પોતાની પર્સનલ અને સાર્વજનિક જીવનમાં વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉન જેવા પોતાના નિયમો બનાવનાર શાસકોને મહત્વ આપે છે.
- ટ્રમ્પ રિપબ્લિકન પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા હતા, પરંતુ તેઓ કન્ઝર્વેટિવના વધુ નજીક લાગે છે. તેઓ ખુલ્લા દિમાગ, ખુલ્લા માર્કેટ અને આઝાદ લોકો ઇચ્છે છે.

તમામ આરોપો ખોટાં


- આ લેખ પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું કે, જે અનામ ઓફિસરે આર્ટિકલ લખ્યો તેણે ખોટાં કારણો ગણાવ્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સ નિષ્ફળ થઇ રહ્યું છે.
- જો હું અહીં નહીં હોઉં તો એનવાયટી પણ નહીં રહે. હું ફેઇલ થઇ રહેલા ન્યૂયોર્ક ટાઇમ્સને કહેવા ઇચ્છું છું કે, જેના અંગે ન્યૂઝપેપરમાં લખાઇ રહ્યું છે તે એડમિનિસ્ટ્રેશનમાં પ્રતિરોધનો હિસ્સો છે. આપણે આનો ઉકેલ લાવવાનો છે.
- વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું, ઓફિસરોએ દેશને નહીં પરંતુ પોતાને અને પોતાના અહમને ઉપર રાખ્યો છે. આવા વ્યક્તિએ સામેથી જ રાજીનામું આપવું જોઇએ. ઓફિસર વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.

નામ વગર લેખ પ્રકાશિત નથી કરતું એનવાયટી


- ન્યૂયોર્ક ટાઇમ્સ મોટાંભાગના લેખ નામથી જ પ્રકાશિત કરે છે. આ વખતે અખબારની તરફથી કહેવામાં આવ્યું છે કે, લેખકના અનુરોધના કારણે નામ પ્રકાશિત નથી કરવામાં આવ્યું. કારણ કે, આવું કરવાથી તેની નોકરી સામે જોખમ આવી શકે છે.
- વોટરગેટ સ્કેન્ડલનો ખુલાસો કરનાર પત્રકાર બોબ વુડવર્ડે પુસ્તકમાં દાવો કર્યો છે કે, વ્હાઇટ હાઉસમાં કેટલાંક લોકો ટ્રમ્પને બેવકૂફ અને ખોટાં પણ કહે છે. દેશના રક્ષામંત્રી તેમની સમજણને પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતાં બાળક સરખી ગણાવે છે.

વિદેશ મામલાઓમાં ટ્રમ્પની સમજ બાળક જેવી, ઓફિસરો તેઓને બેવકૂફ કહે છેઃ પુસ્તકમાં દાવો

X
ટ્રમ્પે કહ્યું કે, જે અનામ ઓફિટ્રમ્પે કહ્યું કે, જે અનામ ઓફિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App