ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Trump Says Taliban Killed Peoples Children We Donot Talks With Them

  તાલિબાન બાળકોને પણ નથી છોડતા, વાત કરવાનો સવાલ જ નથી: ટ્રમ્પ

  divyabhaskar.com | Last Modified - Jan 30, 2018, 10:06 AM IST

  સોમવારે કાબુલ હુમલામાં 15 સૈનિકો શહીદ થયા હતા, પાંચ આતંકીઓએ મિલિટ્રી એકેડ્મીને નિશાન બનાવ્યું હતું
  • ટ્રમ્પે કહ્યું- અફઘાનિસ્તાનમાં નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે કહ્યું- અફઘાનિસ્તાનમાં નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે

   વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પતાલિબાન સાથે વાત કરવાની સંભાવના નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે, આખા અફઘાનિસ્તાનમાં લોકોને મારવામાં આવી રહ્યા છે. તાલિબાન બાળકો અને પરિવાર ઉપર પણ બોમ્બ વરસાવી રહ્યા છે. આ સંજોગોમાં તેમની સાથે વાત કરવાનો કોઈ સલાવ જ ઊભો થતો નથી. સોમવારે કાબુલ હુમલામાં 15 સૈનિકોને મારવામાં આવ્યા છે. ISISના અંદાજે પાંચ આતંકીઓએ મિલિટ્રી એકેડ્મીને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. બે આત્મઘાતી આતંકીઓએ એકેડ્મીમાં ઘુસીને પોતાનો પ્રયત્ન કરીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. જ્યારે અન્ય બે આતંકીઓએ અંધાધુંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

   તાલિબાન પર જીત મેળવીશું

   - ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પે કાબુલ હુમલામાં થયેલા આત્મઘાતી હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે તાલિબાનને ખતમ કરી દેવામાં આવશે.
   - તેમણે કહ્યું છે કે, અમે તાલિબાન સામે મિલેટ્રી જીતને જોઈ રહ્યા છીએ. હું તેમની સાથે કોઈ પણ પ્રકારની વાત-ચીત વિશે નથી વિચારતો. ત્યાં એક અલગ પ્રકારની લડાઈ ચાલી રહી છે.
   - અફઘાનિસ્તાનમાં દરેક જગ્યાએ નિર્દોષ લોકોને મારવામાં આવી રહ્યા છે. બાળકો ઉપર પણ બોમ્બ વરસાવામાં આવી રહ્યા છે.
   - ટ્રમ્પે ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાઓની સંખ્યા વધારવાનો આદેશ આપ્યો છે. જોકે આ મહિને યુએનમાં અમેરિકી એમ્બેસેડર નિક્કી હેલીએ કહ્યું હતું કે, ટ્રમ્પ એડ્મિનિસ્ટ્રેશન આતંકી ગ્રૂપ સાથે વાત કરે તે જ કાફી છે.

   અફઘાનિસ્તાનમાં સતત મરી રહ્યા છે લોકો

   - શનિવારે કાબુલમાં થયેલા એક આત્મઘાતી હુમલામાં 100થી વધારે લોકોના મોત થયા હતા જ્યારે 235 લોકો ઘાયલ થયા હતા.
   - આ પહેલાં તાલિબાનમાં કાબુલના ઈન્ટરકોન્ટિનેંટલ હોટલ અને અન્ય પણ ઘણી જગ્યાએ હુમલા કર્યા હતા. ઈન્ટરકોન્ટિનેટલ હોટલમાં થયેલા 4 હુમલામાં 4 અમેરિકો સહિત 20 લોકોના મોત થયા હતા.

   પાકિસ્તાન આપી રહ્યું છે તાલિબાનોને હથિયાર

   - સોમવારે હુમલા પછી અફઘાન ડિપ્લોમેટ મઝીદ કતરે જણાવ્યું, મિલેટ્રી એકેડ્મી પર હુમલાની તપાસમાં જોવા મળ્યું છે કે, જે હથિયાર આતંકીઓ પાસેથી મળ્યા છે તે પાકિસ્તાની સેના દ્વારા સપ્લાય કરવામાં આવ્યા છે.
   - કતરે જણાવ્યું છે કે, પાકિસ્તાની સેના કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવા માટે આતંકીઓને હથિયાર આપે છે. આતંકીઓ પાસે નાઈટ વિઝન ગોગલ્સ પણ મળી આવ્યા છે. આ ગોગલ્સ સેના માટે બનાવવામાં આવતા હોય છે, જેને પાકિસ્તાન બ્રિટિશ કંપની પાસેથી ખરીદે છે. આ ગોગલ્સ પણ આતંકીઓને પહોંચાડવામાં આવ્યા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • મોસુલ બ્લાસ્ટમાં 15 સૈનિકો શહીદ થયા હતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોસુલ બ્લાસ્ટમાં 15 સૈનિકો શહીદ થયા હતા

  No Comment
  Add Your Comments
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Trump Says Taliban Killed Peoples Children We Donot Talks With Them
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top