Divya Bhaskar

Home » International News » America » trump says putin personally responsible for russia election meddling

રશિયા પર આપેલાં નિવેદનથી પલટી માર્યા બાદ હવે ટ્રમ્પે કહ્યું- 2016ની ચૂંટણીમાં દખલગીરી માટે પુતિન જ જવાબદાર

Divyabhaskar.com | Updated - Jul 19, 2018, 11:03 AM

પુતિન વ્યક્તિગત રીતે જવાબદાર છે. તેઓ ગુનેગાર છે, કેમકે તેઓ રશિયાના નેતા છે- ટ્રમ્પ

  • trump says putin personally responsible for russia election meddling
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ફિનલેન્ડના હેલસિંકીમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી

    વોશિંગ્ટનઃ અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રશિયાએ દરમિયાનગીરી ન કરી હોવાના પોતાના નિવેદનથી પલટી માર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નામ લીધું છે. બુધવારે એક ઈન્ટવ્યૂમાં કહ્યું કે તેઓ માને છે કે આ મામલે પુતિન વ્યક્તિગત રીતે જવાબદાર છે. તેઓ ગુનેગાર છે, કેમકે તેઓ રશિયાના નેતા છે. ટ્રમ્પે કહ્યું- હું પુતિનને જવાબદાર એટલા માટે કહીશ કેમકે તેઓ તેમના દેશના નેતા છે. ઠીક તેવી જ રીતે જે રીતે આ દેશમાં કંઈ થાય તો તેના માટે હું જવાબદાર છું. ઼

    આગળ શું?


    - અમેરિકી સાંસદ હવે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ અદાલતમાં તે માગ કરશે કે ટ્રમ્પની મુલાકાત દરમિયાન તેમની સાથે ગયેલાં અમેરિકાના ટ્રાંસલેટરે જે નોટ્સ કર્યાં હતા, તેને જાહેર કરવામાં આવે. જેનાથી સ્પષ્ટ થશે કે ભૂલ ટ્રાંસલેટરની હતી કે ટ્રમ્પે પોતાની મરજીથી નિવેદન કર્યાં. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયને પણ આગામી અઠવાડીયે સેનેટની સામે રજૂ થઈ ટ્રમ્પ-પુતિન શિખર વાર્તાની માહિતી આપવી પડશે. ટ્રમ્પ પર દબાણ એટલા માટે વધી રહ્યું છે કેમકે અમેરિકાની તપાસ એજન્સીએ હાલમાં જ કોર્ટને કહ્યું હતું કે રશિયાના 12 ગુપ્તચર અધિકારીઓએ અમેરિકાની ચૂંટણીમાં દરમિયાનગીરી કરી હતી.

    ટ્રમ્પે કહ્યું હતું- હું ખોટો શબ્દ બોલ્યો


    - ટ્રમ્પે બુધવારે પોતાની ભૂલ માનતા કહ્યું હતું કે, "મેં પુતિનની સાથે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 'નહીં થાય' શબ્દની જગ્યાએ 'થશે' શબ્દનો ઉપયોગ કર્યો હતો. યોગ્ય વાક્ય કંઈક આ રીતે હોવું જોઈતું હતું કે હું એવું કોઈ કારણ નથી જોતો કે અંતે આમાં રશિયાનો હાથ કેમ ન હોય?"
    - દ્વિપક્ષીય મુલાકાત બાદ પુતિને કહ્યું હતું કે, "હું ઈચ્છું છું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બને, પરંતુ રશિયાએ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્યારેય દખલગીરી નથી કરી."
    - ટ્રમ્પે પુતિનનું આ નિવેદન માની લીધું. જેથી ટ્રમ્પની અમેરિકા મીડિયાએ ભારે નિંદા કરી હતી. સાંસદોએ પણ આ નિવેદનને દેશદ્રોહ સમાન ગણાવી દીધું.

    પહેલાંથી તૈયાર નિવેદનમાં ટ્રમ્પે લાઈન જોડી


    - ટ્રમ્પને 100 પેજની બ્રીફિંગ આપવામાં આવી હતી. પરંતુ તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન પોતાની મરજીથી આપ્યું. જેની એક તસવીર બુધવારે સામે આવી. જેમાં ટ્રમ્પે ટાઈપ કરેલાં નિવેદનમાં એક લાઈન પોતાની તરફથી જોડી હતી. તે લાઈનમાં લખ્યું હતું, "(અમેરિકાની ચૂંટણીમાં રશિયાની) કોઈ દરમિયાનગીરી ન હતી."

    વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • trump says putin personally responsible for russia election meddling
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અમેરિકાના રાષ્ટ્રપતિને તેના સલાહકારોએ 100 પેજની બ્રીફિંગ આપી હતી, પરંતુ તેઓએ લેટરમાં શબ્દોને જાતે જ બદલાવ્યાં હતા
  • trump says putin personally responsible for russia election meddling
    રશિયાને લઈને ટ્રમ્પના નરમ વલણથી અમેરિકા મીડિયાએ નિંદા કરી હતી, તેમના નિવેદનને દેશદ્રોહ સમાન ગણાવ્યાં હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending