તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત US ઉત્પાદનો પર 100% વેરો વસૂલે છે, મુક્ત વેપાર હોવો જોઇએ- ટ્રમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એકવાર ફરી કહ્યું છે કે ભારત અમેરિકન ઉત્પાદનો પર 100 ટકા આયાત જકાત (ઇમ્પોર્ટ ડ્યૂટી) વસૂલી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે ડ્યૂટી ખતમ કરીને મુક્ત વેપાર કરવા માંગીએ છીએ. ટ્રમ્પે તાજેતરમાં જ ભારત સહિત અનેક દેશોમાંથી અમેરિકા જતા ઉત્પાદનો પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી છે. પોતાના ફેંસલાનો બચાવ કરતા તેમણે કહ્યું કે વેપાર સંતુલન માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. થોડાક દિવસ પહેલા ભારતે પણ અમેરિકાથી આયાત થતા 29 ઉત્પાદનો પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો હતો. 

 

ટ્રમ્પના ટ્રેડ વોરના જવાબમાં ભારતે વેરો વધારવા આપ્યું 30 US આઇટમ્સનું લિસ્ટ

 

- ટ્રમ્પે જી-7 સમિટ દરમિયાન આપેલા પોતાના નિવેદનને યાદ કરતા કહ્યું કે આપણે તમામ પ્રકારના વેરાઓ અને અવરોધોને ખતમ કરીને વેપારને સરળ બનાવવો જોઇએ. 
- આ પહેલા અમેરિકાએ 9 માર્ચના રોજ ભારતથી આવનારા સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી હતી. આ કારણે ભારત પર 24 કરોડ ડોલર એટલે કે વાર્ષિક આશરે 1650 કરોડ રૂપિયા વધારાનો બોજ પડ્યો છે. 
- ભારત દર વર્ષે 10 હજાર કરોડ રૂપિયાનું સ્ટીલ અને એલ્યુમિનિયમ અમેરિકામાં નિકાસ કરે છે. ટ્રમ્પના ટ્રેડ વોરના જવાબમાં ભારતે ગયા અઠવાડિયે ડબલ્યુટીઓમાં 30 એવી આઇટમ્સનું લિસ્ટ સોંપ્યું હતું જેના પર 50% સુધી ઇમ્પોર્ટ ડ્યૂટી વધી શકે છે. 


ભારત-અમેરિકા વચ્ચેની વાતચીત પહેલા આવ્યું ટ્રમ્પનું નિવેદન

 

- અમેરિકન રાષ્ટ્રપતિનું નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે આગામી અઠવાડિયે પહેલો 2+2 ડાયલોગ થવાનો છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન આ વાતચીતમાં સામેલ થશે. 

- તેના દ્વારા બંને દેશોના રણનૈતિક અને સંરક્ષણ સંબંધો મજબૂત કરવા પર ફોકસ રહેવાની અપેક્ષા છે. 

 

અન્ય સમાચારો પણ છે...