ટ્રમ્પ-કિમ જોંગ પહેલીવાર મેમાં મળશે, નોર્થ કોરિયા એટમી ટેસ્ટ બંધ કરવા તૈયાર

અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે મુલાકાત કરાવવામાં સાઉથ કોરિયા એજ મધ્યસ્થીની ભૂમિકા નીભાવી છે

divyabhaskar.com | Updated - Mar 09, 2018, 09:15 AM
ટ્રમ્પ-કિમ જોંગ પહેલીવાર મેમાં મળશે
ટ્રમ્પ-કિમ જોંગ પહેલીવાર મેમાં મળશે

ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મે મહિનામાં મળવાની સહમતી દર્શાવી છે. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. કિમ જોંગે આ વિશે ટ્રમ્પને આમંત્રણ મોકલ્યું છે, જે ટ્રમ્પે સ્વીકારી પણ લીધું છે.

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મે મહિનામાં મળવાની સહમતી દર્શાવી છે. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. કિમ જોંગે આ વિશે ટ્રમ્પને આમંત્રણ મોકલ્યું છે, જે ટ્રમ્પે સ્વીકારી પણ લીધું છે. નોર્થ કોરિયા તરફથી સાઉથ કોરિયાએ કહ્યું ચે કે, અમે એટમી ટેસ્ટ બંધ કરવા અથવા પરમાણુ અપ્રસાર કરવા માટે કમિટેડ છીએ.

નોર્થ કોરિયામાં જ થશે બંને નેતાઓની મુલાકાત

- વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેંડર્સે કહ્યું છે કે, ટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકાર કરી લીધું છે. બંને નેતાઓની મુલાકાત નોર્થ કોરિયામાં જ નક્કી કરવામાં આવી છે.
- અમે ઈચ્છીએ છીએ કે નોર્થ કોરિયા એટમી પ્રોગ્રામ બંધ કરે. તે વિશે તેના પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે.
- નોંધનીય છે કે, અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે મુલાકાત કરાવવામાં સાઉથ કોરિયાએ મધ્યસ્થીની ભૂમિકા નીભાવી છે. સાઉથ કોરિયાના નેશનલ સિક્યુરિટી એડ્વાઈઝર યુંગ યુઈ-યોંગે જ આ વાતની માહિતી આપી છે કે, ટ્રમ્પ ઉન સાથે મુલાકાત કરવા માટે રાજી થઈ ગયા છે.
- નોંધનીય છે કે, ઓક્ટોબર 2000માં બિલ ક્લિંટનના વિદેશી મંત્રી રહેલા મેડલીન અલબ્રાઈટે કિમ જોંગ ઉનના પિતા અને ત્યારે નોર્થ કોરિયાના શાસક રહેલા કિમ જોંગ-2 સાથે વાત કરી હતી.

બીજુ શું કહ્યું સાઉથ કોરિયાના એનએસએ?


- યોંગે કહ્યું કે, મે ટ્રમ્પને જણાવ્યું કે, મારી કિમ જોંગ સાથે મુલાકાત થઈ ગઈ છે. તેઓ પણ એટમી પ્રોગ્રામ રોકવાના પક્ષમાં છે. કિમે એવું પણ કહ્યું છે કે, નોર્થ કોરિયા હવે કોઈ પણ ન્યૂક્લિયર કે મિસાઈલ ટેસ્ટ કરશે નહીં. કિમ ટ્રમ્પ સાથે શક્ય હોય તેટલી જલદી મુલાકાત કરવા માગે છે.
- ટ્રમ્પે પણ કિમના આમંત્રણનું સન્માન કરીને કહ્યું છે કે, બંનેની મુલાકાત મે મહિના દરમિયાન થશે.

આ રીતે વધ્યો નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચેનો વિવાદ


- છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અમેરિકાનું કહેવું છે કે, નોર્થ કોરિયાએ તેમનો ન્યૂક્લિયર પ્રોગ્રામ બંધ કરવો પડશે.
- ગયા વર્ષે નોર્થ કોરિયાએ ઘણાં મિસાઈલ ટેસ્ટ કર્યા છે, જેમાં ઈન્ટરકોન્ટિનેંટલ બેલેસ્ટિક મિસાઈલનો ટેસ્ટ પણ સામેલ છે.
- ICBM ટેસ્ટ પછી અમેરિકાએ પણ નોર્થ કોરિયા ઉપર બોમ્બ ફેંક્યા હતા. આ પહેલાં અમેરિકાએ કોરિયાઈ પેનિનસુલામાં તેમનું મોટુ જહાજ કાર્લ વિન્સન મોકલ્યું હતું.
- અમેરિકાને બતાવવા માટે નોર્થ કોરિયાએ સમુદ્ર તટ પર લાઈવ ફાયરિંગ કર્યું હતું. નોર્થ કોરિયાએ દાવો કર્યો હતો કે ફાયરિંગનો આ તેમનો સૌથી મોટો ટેસ્ટ હતો.
- એક તરફ ટ્રમ્પ કિમને રોકેટ મને કહે છે, જ્યારે બીજી કિમ સતત અમેરિકાને યુદ્ધની ધમકી આપે છે. બંને દેશોના નિવેદનના કારણે પણ તણાવ વધ્યો છે.
- બંને નેતાઓ વચ્ચે ન્યૂક્લિયર બટનને લઈને પણ વિવાદ થયો હતો. કિમે કહ્યું હતું કે, ન્યૂક્લિયર બટન હંમેશા મારા ટેબલ પર જ રહે છે. તે વિશે ટ્રમ્પે કહ્યું હતું કે, અમારુ ન્યૂક્લિયર બટન નોર્થ કોરિયા કરતા મોટું છે અને તે કામ પણ કરે છે.
- નોર્થ કોરિયા હાઈડ્રોજન બોમ્બ સહિત 6 ન્યૂક્લિયર ટેસ્ટ કરી ચૂક્યું છે.

ટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકાર કરી લીધું છે
ટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકાર કરી લીધું છે
X
ટ્રમ્પ-કિમ જોંગ પહેલીવાર મેમાં મળશેટ્રમ્પ-કિમ જોંગ પહેલીવાર મેમાં મળશે
ટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકાર કરી લીધું છેટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકાર કરી લીધું છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App