પુતિન સાથે મુલાકાત બાદ બદલાયા ટ્રમ્પના સૂર; કહ્યું - મેં ખોટાં નિવેદન આપ્યા

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય બેઠક સોમવારે થઇ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય બેઠક સોમવારે થઇ
અમેરિકાનાન પ્રેસિડન્ટને તેમના સલાહકારોએ 100 પેજનું બ્રિફિંગ આપ્યું હતું, પરંતુ ટ્રમ્પે આ લેટરમાં જાતે જ સુધારા કર્યા.
અમેરિકાનાન પ્રેસિડન્ટને તેમના સલાહકારોએ 100 પેજનું બ્રિફિંગ આપ્યું હતું, પરંતુ ટ્રમ્પે આ લેટરમાં જાતે જ સુધારા કર્યા.
પુતિન પ્રત્યે ટ્રમ્પના નરમ વલણની અમેરિકાના મીડિયાએ પણ ટીકા કરી.
પુતિન પ્રત્યે ટ્રમ્પના નરમ વલણની અમેરિકાના મીડિયાએ પણ ટીકા કરી.
અમેરિકાના મીડિયાએ કહ્યું હતું કે, પુતિનને નિર્દોષ ઠેરવવા ટ્રમ્પના કાર્યકાળની સૌથી શરમજનક ક્ષણ છે, આ દેશદ્રોહથી કમ નથી.
અમેરિકાના મીડિયાએ કહ્યું હતું કે, પુતિનને નિર્દોષ ઠેરવવા ટ્રમ્પના કાર્યકાળની સૌથી શરમજનક ક્ષણ છે, આ દેશદ્રોહથી કમ નથી.

divyabhaskar.com

Jul 18, 2018, 12:00 PM IST

- ટ્રમ્પે મીડિયા રિપોર્ટ્સને ખોટાં ગણાવ્યા
- ટ્રમ્પે કહ્યું, મેં ખોટાં શબ્દોનો ઉપયોગ કર્યો, આનાથી ગેરસમજ વધી ગઇ


ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પ 2016ના અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં રશિયાએ દખલગીરી હોવાના નિવેદનથી ફરી ગયા છે. તેઓએ કહ્યું કે, હેલસિંકીમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની સાથે સામૂહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક વાક્ય ભૂલથી બોલી ગયા હતા. ટ્રમ્પે પોતાની સફાઇમાં કહ્યું કે, મેં 'નહીં થાય' શબ્દને બદલે 'થશે' શબ્દનો ઉપયોગ કર્યો હતો. યોગ્ય વાક્ય કંઇક આ પ્રકારે હોવું જોઇતું હતું, 'હું એવા કોઇ કારણો નથી જોતું કે, આખરે તેમાં રશિયાનો હાથ કેમ નહીં હોય.'

સમિટમાં એકબીજાં સાથે વાતચીત કરવા માટે વધુ સારી બાબતો: ટ્રમ્પ

- દ્વિપક્ષીય વાર્તા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયાની પાસે અમેરિકાના પ્રેસિન્ડેન્શિયલ ઇલેક્શનમાં હસ્તક્ષેપ કરવાનું કોઇ કારણ નથી.
- પુતિને કહ્યું હતું કે, હું ઇચ્છતો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બને, પરંતુ રશિયાએ અમેરિકાની ચૂંટણીમાં કોઇ હસ્તક્ષેપ નથી કર્યો.
- આ વિવાદ 2016માં થયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સાથે જોડાયેલો છે. અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીનો આરોપ છે કે, રશિયાએ આ ચૂંટણીમાં દખલગીરી કરીને પરિણામોને ફિક્સ કરવાની કોશિશ કરી હતી.

પુતિનને નિર્દોષ કહેવું એ ટ્રમ્પ કાર્યકાળની શરમજનક ક્ષણ, દેશદ્રોહ સમાન- US મીડિયા

ટ્રમ્પના પ્રેસિડન્ટ કાળની આ સૌથી શરમજનક ક્ષણ


- અમેરિકાના મીડિયાએ કહ્યું હતું કે, પુતિનને નિર્દોષ ઠેરવવા ટ્રમ્પના કાર્યકાળની સૌથી શરમજનક ક્ષણ છે, આ દેશદ્રોહથી કમ નથી.
- ધ વોશિંગ્ટન પોસ્ટે લખ્યું હતું, ટ્રમ્પને પુતિનની સાથે અમેરિકન ચૂંટણીમાં રશિયાની દખલ જેવા અન્ય મુદ્દે કડક વલણ અપનાવવાનું હતું.
- ધ ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના એનાલિસિસમાં લખ્યું હતું કે, ટ્રમ્પ ફિનલેન્ડ જાય છે, જ્યાં તેમના પહેલાં કોઇ પ્રેસિડન્ટ નથી ગયા. ટ્રમ્પ ત્યાં જઇને આપણાં વિરોધી દેશના નેતાની સ્પષ્ટતાનો સ્વીકાર કરી લે છે અને અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓને ખોટી સાબિત કરી દે છે.
- ટ્રમ્પે જે કર્યુ, વિદેશની ધરતી પર અત્યાર સુધી કોઇ પણ અમેરિકાના પ્રેસિડન્ટે નથી કર્યુ. તેઓએ વાતચીતની તમામ પરંપરાઓ તોડી છે.
- સીએનએનના ભૂતપૂર્વ રિપબ્લિક સાંસદ અને એક્સપર્ટ જોએ વોલ્શના હવાલાથી કહ્યું કે, ટ્રમ્પે જે કર્યુ, તે દેશદ્રોહ છે. તેઓ અમેરિકા માટે જીવિત જોખમ છે.

ટ્રમ્પ-પુતિનની સમિટઃ હ્યુમન રાઇટ્સ મુદ્દાને લઇ લાખો લોકોએ કર્યો વિરોધ

આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...

X
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય બેઠક સોમવારે થઇઅમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય બેઠક સોમવારે થઇ
અમેરિકાનાન પ્રેસિડન્ટને તેમના સલાહકારોએ 100 પેજનું બ્રિફિંગ આપ્યું હતું, પરંતુ ટ્રમ્પે આ લેટરમાં જાતે જ સુધારા કર્યા.અમેરિકાનાન પ્રેસિડન્ટને તેમના સલાહકારોએ 100 પેજનું બ્રિફિંગ આપ્યું હતું, પરંતુ ટ્રમ્પે આ લેટરમાં જાતે જ સુધારા કર્યા.
પુતિન પ્રત્યે ટ્રમ્પના નરમ વલણની અમેરિકાના મીડિયાએ પણ ટીકા કરી.પુતિન પ્રત્યે ટ્રમ્પના નરમ વલણની અમેરિકાના મીડિયાએ પણ ટીકા કરી.
અમેરિકાના મીડિયાએ કહ્યું હતું કે, પુતિનને નિર્દોષ ઠેરવવા ટ્રમ્પના કાર્યકાળની સૌથી શરમજનક ક્ષણ છે, આ દેશદ્રોહથી કમ નથી.અમેરિકાના મીડિયાએ કહ્યું હતું કે, પુતિનને નિર્દોષ ઠેરવવા ટ્રમ્પના કાર્યકાળની સૌથી શરમજનક ક્ષણ છે, આ દેશદ્રોહથી કમ નથી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી