Home » International News » America » Trump proposes US citizenship plan for 1.8 million undocumented immigrants

DACA હેઠળ યુવાઓને સિટિઝનશિપ આપવા ટ્રમ્પ તૈયાર, 7 હજાર ભારતીયોને ફાયદો

Divyabhaskar.com | Updated - Jan 26, 2018, 01:37 PM

આ સંખ્યા અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાકા ઓબામાએ શરૂ કરેલા DACA પ્રોગ્રામ હેઠળ મળતા ઇમિગ્રેશન વિઝા કરતાં વધારે

 • Trump proposes US citizenship plan for 1.8 million undocumented immigrants
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  દાવોસમાં બિઝનેસ સમિટ માટે રવાના થતાં પહેલાં વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, ડ્રીમર્સને કહો કે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિસ્ટ્રેશને ગુરૂવારે કોંગ્રેસ સામે નવા ઇમિગ્રેશન પ્લાનનો પ્રસ્તાવ મુક્યો છે. આ પ્લાનમાં ટ્રમ્પ એડમિન 18 લાખ અનધિકૃત ઇમિગ્રન્ટ્સ જેને 'ડ્રિમર્સ' તરીકે ઓળખવામાં આવે છે, તેઓને 10થી 12 વર્ષ માટે સિટિઝનશિપ આપશે. આ વિસ્તૃત બિલને આવતા અઠવાડિયે ચોક્કસ ફોર્મેટ સાથે રજૂ કરવામાં આવશે. ટ્રમ્પે કોંગ્રેસને પોપ્યુલર 'ગ્રીન કાર્ડ લોટરી' પ્રોગ્રામને રદ કરવાનું પણ કહ્યું છે. જેથી અમુક પ્રતિબંધિત ફેમિલી ઇમિગ્રેશનને ગંભીરપણે અટકાવી શકાય. વ્હાઇટ હાઉસે એક નવી યોજના બનાવી છે, જે હેઠળ મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાના ફંડિંગને બદલે 18 લાખ લોકોને અમેરિકન સિટિઝનશિપનો પ્રસ્તાવ રાખવામાં આવશે. ડેમોક્રેટ સાંસદો સાથે વાતચીત પહેલાં ટ્રમ્પના એક વરિષ્ઠ અધિકારીએ રિપબ્લિકન સભ્યોને એક કોન્ફરન્સ કોલ પર આ યોજનાની જાણકારી આપી હતી. આ બિલ સોમવારે સામે આવશે. જેમાં મેક્સિકોથી જોડાયેલી બોર્ડર પર દીવાલ બનાવવા માટે 25 બિલિયન ડોલર (અંદાજિત 16 લાખ કરોડ રૂપિયા)ની માંગ કરવામાં આવશે.

  18 લાખ લોકોને મળશે અમેરિકામાં આશ્રય


  - પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન પોલીસીમાં ફેરફારના સંકેતથી અમેરિકામાં 18 લાખ ડ્રીમર્સની સિટિઝનશિપ સરળ બનશે. અન્ય 11 લાખ લોકો ઇમિગ્રન્ટ્સ છે, જેઓએ ડાકા માટે આવેદન નથી કર્યુ, પરંતુ તેઓ આ માટે યોગ્ય છે.
  - આ સંખ્યા અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાકા ઓબામાએ શરૂ કરેલા DACA પ્રોગ્રામ હેઠળ આશ્રયોને મળતા ઇમિગ્રેશન વિઝા કરતાં 1 મિલિયન વધારે છે.

  અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સ (Deferred Action for Childhood Arrivals - DACA) પ્રોગ્રામની શરૂઆત વર્ષ 2012માં કરી હતી. જેમાં 7 લાખથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટને આશ્રય અને પ્રોટેક્શન આપવામાં આવે છે.
  - ટ્રમ્પે થોડાં સમય પહેલાં H1-B વિઝામાં ફેરફારની જાહેરાત દરમિયાન ડાકા પ્રોગ્રામને રદ કરવાની વાત કરી હતી. પરંતુ હવે દ્વિપક્ષીય કરાર રદ થતાં ટ્રમ્પે આ પ્રોગ્રામને પૂર્ણ કરવાના બદલે ડાકા હેઠળ આવતા યુવાઓના પ્રોટેક્શનની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરી છે.

  દ્વિપક્ષીય કરાર રદ થયા બાદ નિવેદન


  - બાળપણમમાં કોઇ પણ દસ્તાવેજ વગર ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા અન્ય દેશોના નાગરિકોને અમેરિકન સિટિઝનશિપ મેળવવાનો રસ્તો પણ સ્પષ્ટ થઇ ગયો છે.
  - DACA પ્રોગ્રામ હેઠળ 'ડ્રીમર્સ' તરીકે ઓળખાતા યુવાઓ માટે પ્રેસિડન્ટ ટ્રમ્પે પહેલીવાર સંકેત આપ્યા છે કે, તેઓની નાગરિકતાનો રસ્તો 10-12 વર્ષ માટે ખૂલવા જઇ રહ્યો છે.
  - ટ્રમ્પનું આ નિવેદન દ્વિપક્ષીય કરાર રદ્દ થયાના એક દિવસ બાદ આવ્યું છે. જો કે, આ માટે ટ્રમ્પે મેક્સિકો સીમા પર વૉલ માટે અમેરિકન સાંસદમાં અબજો ડૉલરની જરૂરત પૂર્ણ કરવાની શરત પણ રાખી.

  અબજો ડૉલરના ગ્રાન્ટની શરત


  - ટ્રમ્પે કહ્યું કે, જો તેઓને મેક્સિકોની સરહદ પર દીવાલ તૈયાર કરવા માટે ગ્રાન્ટની મંજૂરી મળે છે, તો તેઓ દસ્તાવેજ વગર અમેરિકામાં રહેતા પ્રવાસીઓને નાગરિકતા આપવાનો રસ્તો કરવા માટે તૈયાર છે.
  - અમેરિકામાં સાત હજાર ભારતીયો સિવાય અંદાજિત 6 લાખ 90 હજાર અન્ય દેશોના 'ડ્રીમર્સ' છે.
  - અમેરિકાના પ્રેસિડન્ટે દાવોસમાં બિઝનેસ સમિટ માટે રવાના થતાં પહેલાં વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, ડ્રીમર્સને કહો કે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. ટ્રમ્પે આ રાહતને પ્રવાસીઓની મહેનત માટે પ્રોસ્તાહન ગણાવ્યું છે.

  આ મામલે અંતિમ નિર્ણય હજુ નહીં


  - એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ મામલે હાલ કોઇ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો. પરંતુ વિપક્ષ ડેમોક્રેટ અને સત્તાધારી રિપબ્લિકનની વચ્ચે શટડાઉન પૂર્ણ કરવા માટે છ ફેબ્રુઆરી સુધી શોર્ટ ટર્મ ફાઇનાન્સ વધારવા પર સહમતિ બની હતી. જેમાં ઇમિગ્રેશન ફ્રેમવર્ક લાગુ કરવાની વાત કરવામાં આવી હતી.
  - જે હેઠળ ડાકાના સ્થાયી સમાધાન પર ભાર મુક્યો હતો.
  - ટ્રમ્પને મેક્સિકો બોર્ડર પર વૉલ તૈયાર કરવા માટે 25 મિલિયન ડૉલરની જરૂર છે અને આ માટે ગ્રાન્ટની મંજૂરી મળશે તો ડ્રીમર્સ પર સમજૂતી થઇ શકશે.

  દીવાલ (બોર્ડર વૉલ) નહીં તો ડાકા નહીં


  - ટ્રમ્પે કહ્યું કે, જો દીવાલ નહીં તો ડાકા નહીં. 'અમે સંભવતઃ 800 માઇલ (1,287 કિમી) લાંબી વૉલની વાત કરી રહ્યા છીએ. આ દીવાલ રોકાણ પર સૌથી સારો લાભ સાબિત થશે.'
  - ટ્રમ્પે કહ્યું કે, આનાથી અબજો ડોલરની બચત થશે.

  સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • Trump proposes US citizenship plan for 1.8 million undocumented immigrants
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ટ્રમ્પને મેક્સિકો બોર્ડર પર વૉલ તૈયાર કરવા માટે 20 અબજ ડૉલરની જરૂર છે અને આ માટે ગ્રાન્ટની મંજૂરી મળશે તો ડ્રીમર્સ પર સમજૂતી થઇ શકશે.
 • Trump proposes US citizenship plan for 1.8 million undocumented immigrants
  અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સ (Deferred Action for Childhood Arrivals - DACA) પ્રોગ્રામની શરૂઆત વર્ષ 2012માં કરી હતી. જેમાં 7 લાખથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટને આશ્રય અને પ્રોટેક્શન આપવામાં આવે છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ