ટ્રમ્પે NYTમાં પોતાની વિરુદ્ધ છપાયેલા લેખ અંગે તપાસના આદેશ આપ્યા

વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે, તે ઓફિસરની ઓળખ કરીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 10:07 AM
Trump ordered investigation in an article printed against him in NYT, action may be done against newspaper

ન્યૂયોર્ક: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઈમ્સમાં તેમના વિરુદ્ધ છપાયેલા લેખના તપાસના આદેશ આદેશ શુક્રવારે રાતે આપવામાં આવ્યા છે. તપાસની જવાબદારી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એટર્ની જનરલ જેફ સેસન્સને સોંપવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું કે જેફ તે લેખકને સામે લાવશે, જેણે દેશની સુરક્ષા સામે રમત રમવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેઓ ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઈમ્સ સામે પણ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

બે દિવસ પહેલાં ટ્રમ્પ એડ્મિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા એક ઓફિસરે ન્યૂયોર્ક ટાઈમ્સમાં 'આઈ એમ પાર્ટ ઓફ રેસિડન્સ ઈનસાઈડ ધી ટ્રમ્પ એડ્મિનિસ્ટ્રેશન' નામથી આર્ટીકલ લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દેશને નુકસાન થઈ રહ્યું છે.

ટ્રમ્પ રહેશે ત્યાં સુધી આ ચાલુ રહશે- લેખમાં લખવામાં આવ્યું છે કે, અમારે બધાએ પહેલાં દેશ માટે કામ કરવાનું છે, કોઈ વ્યક્તિ માટે નહીં. ટ્રમ્પ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા લોકો કેવી રીતે આપણી લોકતાંત્રિક સંસ્થાઓને બચાવશે જ્યારે તેઓ સતત તેમની નીતિઓ લાગુ કરી રહ્યા છે. જ્યાં સુધી ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં રહેશે ત્યાં સુધી આ બધુ ચાલુ રહેશે. લેખમાં ઓફિસરે તેના નામનો ખુલાસો નથી કર્યો. આ લેખને વ્હાઈટ હાઉસના ઓફિસરની કાયરતાવાળી હરકત ગણાવવામાં આવી છે.

અખબારે કહ્યું- આ શક્તિનો દૂરઉપયોગ


ન્યૂયોર્ક ટાઈમ્સે ટ્રમ્પ એડ્મિનિસ્ટ્રેશનની તપાસ કરવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. તેમણે આને શક્તિનો દૂરઉપયોગ ગણાવ્યો છે. અખબારે કહ્યું છે કે, અમને વિશ્વાસ છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સરકારી શક્તિના દૂરઉપયોગનો ભાગ નહીં બને.

X
Trump ordered investigation in an article printed against him in NYT, action may be done against newspaper
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App