કિમ સાથે મુલાકાત પહેલાં ટ્રમ્પ પોતાના સિક્યોરિટી એડવાઇઝર બદલશેઃ રિપોર્ટ

ટ્રમ્પે મંગળવારે વિદેશ મંત્રી રેક્સ ટિલરસનને તેમના પદેથી હટાવ્યા હતા.

divyabhaskar.com | Updated - Mar 16, 2018, 10:56 AM
રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ અને મેક માસ્ટરની વચ્ચે હાલમાં જ વિવાદ થયો છે (ફાઇલ)
રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ અને મેક માસ્ટરની વચ્ચે હાલમાં જ વિવાદ થયો છે (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં જ વ્હાઇટ હાઉસમાંથી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (NSA) એચઆર મેકમાસ્ટરને તેમના પદેથી હટાવી શકે છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ હવે મેકમાસ્ટરને હટાવવાની વાતને લઇને સહજ છે. મેકમાસ્ટર આર્મીમાં લેફ્ટિનન્ટ જનરલ રહી ચૂક્યા છે અને ટ્રમ્પ તેઓને હટાવવાનું એલાન કરવા માટે થોડો સમય લેવા ઇચ્છે છે. જેથી તેઓને માન-સન્માનપૂર્વક વિદાય આપી શકાય. આ પહેલાં મંગળવારે ટ્રમ્પે વિદેશ મંત્રી રેક્સ ટિલરસનને પણ વિદેશ મંત્રી પદેથી હટાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, ટ્રમ્પ તેમના નોર્થ કોરિયા પ્રવાસ પહેલાં કેબિનેટ અને એડમિનિસ્ટ્રેશનમાં પોતાના ગમતા લોકોને સ્થાન આપવા ઇચ્છે છે.

કેમ હટાવવામાં આવ્યા મેકમાસ્ટર?


- અમેરિકાના ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અુસાર, ટ્રમ્પ અને મેકમાસ્ટરની વચ્ચે હાલમાં જ વિવાદ થયો છે. ઉલ્લેખનીય છે કે, મેકમાસ્ટરે થોડાં દિવસ પહેલાં કહ્યું હતું કે, પુરાવાઓ પર ધ્યાન આપવામાં આવે તો ચૂંટણીમાં રશિયાની દખલગીરીથી ઇન્કાર ના કરી શકાય.
- મેકમાસ્ટરના આ નિવેદન પર ટ્રમ્પે નારાજગીમાં ટ્વીટ કર્યુ હતું. તેઓએ કહ્યું હતું કે, જનરલ મેકમાસ્ટર એ જણાવવાનું ભૂલી ગયા છે કે, 2016ની ચૂંટણીમાં રશિયાની કોઇ અસર પણ નહતી, ના તો તેઓએ પરિણામોમાં કોઇ ફેરફાર કર્યા હતા. જે પણ મિલીભગત હતી તે રશિયા અને ડેમોક્રેટ્સની વચ્ચે હતી. તેઓએ યુરેનિયમ, ભાષણ, હિલેરીના ઇમેલ લીક્સ અને પોડેસ્ટા કંપની વિશે યાદ રાખવું જોઇએ.


મેકમાસ્ટરના ભાષણોને ટ્રમ્પે કહ્યા હતા બકવાસ


- રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ ઘણીવાર મેકમાસ્ટરના લાંબા ભાષણોને બકવાસ ગણાવી ચૂક્યા છે.
- ન્યૂઝપેપર રિપોર્ટ અનુસાર, એનએસએ પદની દોડમાં હવે યુએનમાં અમેરિકાના એમ્બેસેડર જ્હોન બોલ્ટન અને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના ચીફ ઓફ સ્ટોફ કીથ કેલોગ છે.

બે વર્ષમાં બદલાશે બીજાં એનએસએ?


- જો ટ્રમ્પ મેકમાસ્ટરને પદથી હટાવી દે છે, તો બે વર્ષમાં બીજાં એનએસએ હશે જેઓને આ પદ છોડવું પડશે. ટ્રમ્પે આ પહેલાં ફેબ્રુઆરી 2017માં પોતાના પહેલાં એનએસએ માઇકલ ફ્લિનને પણ રશિયા સાથે જોડાયેલા વિવાદના કારણે હટાવ્યા હતા.
- ફ્લિન પર આરોપ હતો કે, તેઓના અમેરિકા સ્થિત રશિયા એમ્બેસેડર સાથે કોન્ટેક્ટ હતા. જો કે, ફ્લિને બાદમાં કબૂલાત કરી હતી કે, તેઓએ રશિયન એમ્બ્સેડર સાથે મીટિંગની જાણકારી એફબીઆઇથી છૂપાવી હતી.

ટ્રમ્પ ઘણીવાર મેકમાસ્ટરના લાંબા ભાષણોને બકવાસ ગણાવી ચૂક્યા છે.
ટ્રમ્પ ઘણીવાર મેકમાસ્ટરના લાંબા ભાષણોને બકવાસ ગણાવી ચૂક્યા છે.
X
રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ અને મેક માસ્ટરની વચ્ચે હાલમાં જ વિવાદ થયો છે (ફાઇલ)રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ અને મેક માસ્ટરની વચ્ચે હાલમાં જ વિવાદ થયો છે (ફાઇલ)
ટ્રમ્પ ઘણીવાર મેકમાસ્ટરના લાંબા ભાષણોને બકવાસ ગણાવી ચૂક્યા છે.ટ્રમ્પ ઘણીવાર મેકમાસ્ટરના લાંબા ભાષણોને બકવાસ ગણાવી ચૂક્યા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App