વિદેશ મામલાઓમાં ટ્રમ્પની સમજ બાળક જેવી, ઓફિસરો તેઓને બેવકૂફ કહે છેઃ પુસ્તકમાં દાવો

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે, શું બોબ ડેમોક્રેટ્સ માટે કામ કરી રહ્યા છે? (ફાઇલ)
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે, શું બોબ ડેમોક્રેટ્સ માટે કામ કરી રહ્યા છે? (ફાઇલ)

divyabhaskar.com

Sep 05, 2018, 06:07 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના સૌથી મોટાં સ્કેન્ડલ વોટરગેટનો ખુલાસો કરનારા પત્રકારે ટ્રમ્પના વ્હાઇટ હાઉસ કાર્યકાળ પર એક પુસ્તક લખ્યું છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વ્હાઇટ હાઉસના અધિકારી ટ્રમ્પની સામે કોઇ મહત્વના અને સંવેદનશીલ દસ્તાવેજો રજૂ જ નથી કરતા પુસ્તકોમાં ઓફિસરોના હવાલાથી લખવામાં આવ્યું છે કે, કેટલાંક લોકો ટ્રમ્પને બેવકૂફ અને ખોટાં પણ કહે છે. ત્યાં સુધી કે દેશના ડિફેન્સ મિનિસ્ટર જેમ્સ મેટિસ પણ તેઓની સમજણને પાંચમા ધોરણના બાળક સાથે સરખાવી ચૂક્યા છે. પુસ્તક લખનાર ધ વોશિંગ્ટન પોસ્ટના વરિષ્ઠ પત્રકાર બોબ વુડવર્ડે પુસ્તકનું નામ 'ફિયરઃ ટ્રમ્પ ઇન ધ વ્હાઇટ હાઉસ' આપ્યું છે. આ પુસ્તક 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. જો કે, કેટલાંક મીડિયા હાઉસે આ પુસ્તકના અમુક હિસ્સાઓને અત્યારથી જ રિલીઝ કરી દીધા છે. પુસ્તકમાં ટ્રમ્પના પ્રેસિડન્ટ પદે આવ્યા બાદ વ્હાઇટ હાઉસની લથડતી સ્થિતિ અંગે જણાવવામાં આવ્યું છે.


મિડ-ટર્મ ઇલેક્શન પહેલાં છબી ખરાબ કરવાની કોશિશ


- પુસ્તકના કેટલાંક અંશ બહાર આવ્યા બાદ વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે નિવેદન જાહેર કર્યુ છે. જે અનુસાર, પુસ્તકમાં ઉપજાવી કાઢેલી વાર્તાઓ સામેલ કરવામાં આવી છે.
- આ વાર્તાઓ બોબ (લેખક)ને વ્હાઇટ હાઉસના કેટલાંક અસંતુષ્ટ કર્મચારીઓ પાસેથી મળી છે. આ સિવાય ટ્રમ્પે પણ પુસ્તક અંગે ટ્વીટ કરી છે.
- પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે, ડિફેન્સ મિનિસ્ટર જેમ્સ મેટિસ અને હોમ મિનિસ્ટર જ્હોન કેલીએ ખોટી માહિતી આપી છે. તેઓએ પુસ્તકના સમય પર સવાલ ઉભા કરતા પુછ્યું કે, શું બોબ ડેમોક્રેટ્સ માટે કામ કરી રહ્યા છે?


ટ્રમ્પે સીરિયાના પ્રેસિડન્ટની હત્યાનું કાવતરું કર્યુ


- પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પે પેન્ટાગનને સીરિયાના પ્રેસિડન્ટ બશર અલ અસદની હત્યાનું કાવતરું રચવા માટે કહ્યું હતું.
- પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, પહેલાં મેટિસે ટ્રમ્પના અનુરોધને ગંભીરતાથી લીધો, પરંતુ તેઓને ઓળખ્યા બાદ પોતાના સાથીઓને આ પ્રકારના કોઇ પણ પગલાં નહીં ઉઠાવવા માટે કહ્યું.

કેટલાં ભરોસાપાત્ર છે બોબ વુડવર્ડ?


- બોબ વુડવર્ડ વોશિંગ્ટન પોસ્ટ ન્યૂઝપેપરના સીનિયર એસોસિએટ એડિટર છે. અમેરિકાના મીડિયા જગતમાં તેઓને ઘણું સન્માન આપવામાં આવે છે.
- હકીકતમાં બોબે પોતાના એક સાથીની સાથે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રિચર્ડ નિક્સનના વોટરગેટ સ્કેન્ડલનો ખુલાસો કર્યો હતો. આ સ્કેન્ડલ સાર્વજનિક થયા બાદ નિક્સનને પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
- બોબ અત્યાર સુધી જ્યોર્જ બુશ અને બરાક ઓબાબા જેવા નેતાઓ પર પુસ્તક લખી ચૂક્યા છે. તેઓને રાજનીતિમાં નિષ્ણાત પત્રકાર ગણવામાં આવે છે.
- ઉલ્લેખનીય છે કે, જ્યારે પુસ્તક અંગે બોબે ટ્રમ્પ સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો અધઇકારીઓએ તેઓને વ્હાઇટ હાઉસમાં આવતા અટકાવ્યા હતા.


વોટરગેટ સ્કેન્ડલ


- 1972માં વોશિંગ્ટન સ્થિત વોટરગેટ કોમ્પલેક્સ બિલ્ડિંગમાં ડેમોક્રેટિક નેશનલ કમિટીની ઓફિસમાં કેટલાંક ચોરોની ધરપકડ કરવામાં આવી હતી. આ કોઇ સાધારણ ચોરી નહતી. કારણ કે, અપરાધીનો સંબંધ પ્રેસિડન્ટ નિક્સનની ચૂંટણી અભિયાન સાથે હતો.
- ચોરી કરનારાઓને વિપક્ષીઓના ફોન ટેપ કરવા અને સંવેદનશીલ દસ્તાવેજો ચોરી કરવાના આરોપી ગણવામાં આવ્યા હતા.
- નિક્સને આ મામલાને ઢાંકવાની કોશિશ કરી હતી, પરંતુ ઓગસ્ટ 1974માં ન્યૂયોર્ક ટાઇમ્સ અને વોશિંગ્ટન પોસ્ટમાં આ કિસ્સો છપાયા બાદ તેઓને રાજીનામું આપવું પડ્યું હતું.

X
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે, શું બોબ ડેમોક્રેટ્સ માટે કામ કરી રહ્યા છે? (ફાઇલ)પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે, શું બોબ ડેમોક્રેટ્સ માટે કામ કરી રહ્યા છે? (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી