1

Divya Bhaskar

Home » International News » America » વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે બોલ્યા ટ્રમ્પ | White House clarified later that he was referring to an LA Times article

USમાં કલ્પના ન કરી શકાય તે હદે સ્ત્રીઓ પર બળાત્કાર થઈ રહ્યા છેઃ ટ્રમ્પ

Divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 04:58 PM IST

ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતાં ઇમિગ્રન્ટ્સના કારણે સ્ત્રીઓ પર બળાત્કાર અને ક્રાઇમના કિસ્સાઓમાં સતત વધારો

  • વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે બોલ્યા ટ્રમ્પ | White House clarified later that he was referring to an LA Times article
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    સેન્ટ્રલ અમેરિકાના માઇગ્રન્ટ્સ વિરોધ પ્રદર્શન કરીને યુએસમાં જ વસવાટ કરવા ઇચ્છે છે.

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ સેન્ટ્રલ અમેરિકન્સની અમેરિકામાં ઘૂસવા મુદ્દે ગુરૂવારે ટ્રમ્પે ફરી એકવાર ઇમિગ્રેશન લૉનો રાગ આલાપ્યો હતો. પ્રેસિડેન્શિયલ કેમ્પેઇન દરમિયાન ટ્રમ્પે કરેલા વાયદાને ફરીથી યાદ કરીને કહ્યું કે, અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતાં ઇમિગ્રન્ટ્સના કારણે સ્ત્રીઓ પર બળાત્કાર અને ક્રાઇમના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે વધુ એક વખત ઇમિગ્રેશન પર નિંદાત્મક ભાષણ આપ્યું. ટ્રમ્પે વધુ એક વખત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને 'ક્રિમિનલ' અને 'રેપિસ્ટ' કહ્યા છે.

    સ્ત્રીઓના બળાત્કારના કિસ્સાઓમાં થયો વધારો


    - ટ્રમ્પે કહ્યું કે, દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલા લોકોના બેકગ્રાઉન્ડ વિશે જાણકારી મેળવવી લગભગ અશક્ય છે. એ જાણી ના શકાય કે, તેઓ ચોર, ખૂની કે બળાત્કારી છે.
    - ટ્રમ્પે પોતાના પ્રેસિડેન્શિયલ કેમ્પેઇન દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતા લોકોને ક્રિમિનલ અને રેપિસ્ટ કહ્યા હતા. ગુરૂવારે ફરીથી તેઓએ આવા જ શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
    - મૂળ, વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટ ટેક્સ રિફોર્મ મુદ્દે હતી, જેને ટ્રમ્પે 'બોરિંગ' ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, ટેક્સ રિફોર્મ ઇવેન્ટ્સ મને હંમેશાથી કંટાળાજનક લાગે છે. આ મીટિંગ દરમિયાન મને નવેમ્બર,2016ના ઇલેક્શનની યાદ આવી જાય છે.
    - ટ્રમ્પ રાઉન્ડટેબલ મીટિંગ માટે તદ્દન ઓફ સ્ક્રિપ્ટ હતા. એટલું જ નહીં, ટેક્સ રિફોર્મ માટે જે સ્પીચ તેઓને આપવાની હતી તેના કાગળો પણ ટ્રમ્પે ઉડાવી દીધા હતા.
    - ટ્રમ્પે કહ્યું કે, પહેલાં ક્યારેય વિચાર્યા ના હોય તેવા સ્તરે સ્ત્રીઓના બળાત્કાર થઇ રહ્યા છે.
    - વ્હાઇટ હાઉસે રિફોર્મ મીટિંગ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે, ટ્રમ્પે એલએ ટાઇમ્સના આર્ટિકલના સંદર્ભે ભાષણ આપ્યું હતું. જેમાં મેક્સિકોથી યુએસ તરફ આગળ વધી રહેલા ઇમિગ્રન્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
    - આ આર્ટિકલ મૂળ હોન્ડૂરાસના માઇગ્રન્ટ્સ પર હતો.
    - ટ્રમ્પનું આ નિવેદન મેક્સિકોના માઇગ્રન્ટ્સે ટ્રમ્પ સામે કરેલા કટાક્ષ બાદ આવ્યું છે. મેક્સિકો પહોંચેલા માઇગ્રન્ટ્સે ટ્રમ્પને કહ્યું હતું કે, કોઇ પણ સંજોગોમાં તેઓ યુએસ બોર્ડર તરફનો પોતાનો પ્રવાસ યથાવત જ રાખશે.

    બોર્ડર વૉલ બનાવવાની થઇ રહી છે તૈયારીઓ


    - ટ્રમ્પે વધુ એક વખત યુએસના ઇમિગ્રેશન લૉ પર પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટના ઇમિગ્રેશન લૉ 'ગાંડપણ' છે. 'યુએસ પાસે પોતાની વૉલ હશે. અમે અહીં મજબૂત દિવાલ ઉભી કરીશું. મિલિટરી આગામી દિવસોમાં જ તેના બાંધકામની પ્રક્રિયા શરૂ કરી દેશે.'
    - ટ્રમ્પે કહ્યું કે, ગેરકાયદેસર ઇમિગ્રેશનની સૌથી મોટી ખામી એ છે કે, અમેરિકન ઓથોરિટીઝને 'ખ્યાલ જ નથી કે તેઓ કોણ છે અને શું કરે છે.'
    - યુએસમાં વ્યાપક પ્રમાણમાં વધી રહેલી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગેંગ્સનો ઉલ્લેખ કરી ટ્રમ્પે કહ્યું, 'આપણે નથી જાણતા કે, તેઓ ખૂની, સીરિયલ કિલર્સ કે પછી MS-13 ગેંગમાંથી કોઇ એક છે.'
    - ટ્રમ્પે કહ્યું, એમએસ-13 એવી ખૂંખાર ગેંગ છે જેણે અમેરિકાના ટાઉનમાં પોતાનો ખૌફ ફેલાવીને રાખ્યો છે. તેઓ પહેલાં નિર્દોષ લોકોને લૂંટે છે અને ચાકૂથી જીવલેણ હુમલા કરીને કરપીણ હત્યાઓ કરે છે. આ ગેંગ મેમ્બર્સને બાળકોને પણ દર્દમાં જોવાની મજા આવે છે. તેઓ નાના બાળકોને પણ આ લૂંટ અને હત્યાની કરામત શીખવે છે. પરિણામે પેરેન્ટ્સ તેમના સંતાનોને ગુમાવે છે.
    - 'આ પ્રકારના ગુનેગારો અને ગુનાહિત માનસિકતાને આપણે આપણાં દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી આપીએ છીએ. જે હવે નહીં! હવે આનાથી વધારે નહીં!'


    ઇમિગ્રન્ટ્સે કહ્યું, ટૂંક સમયમાં જ મળીશું મિ. પ્રેસિડન્ટ!


    - ટેક્સ રિફોર્મ મીટિંગમાં પણ યુએસ-મેક્સિકો બોર્ડર અને ઇમિગ્રન્ટ્સ વિશે ચર્ચા કરવા પાછળ એક કારણ હોન્ડૂરાસના ઇમિગ્રન્ટ્સે ટ્રમ્પને કરેલો કટાક્ષ જવાબદાર છે.
    - ટ્રમ્પે થોડાં દિવસ પહેલાં મેક્સિકોને આ માઇગ્રન્ટ્સને અટકાવવા કડક પગલાં લેવાના આદેશ આપ્યા હતા. જે હેઠળ બુધવારે મેક્સિકો ગવર્મેન્ટે આ માઇગ્રન્ટ્સને અટકાવી દીધા હતા.
    - જો કે, સેન્ટ્રલ અમેરિકન્સ માઇગ્રન્ટ્સે પ્રેસ સામે 'We'll see you soon Mr President' (તમને ટૂંક સમયમાં જ મળીશું મિ. પ્રેસિડન્ટ) એવું કહ્યું હતું.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, 4,000 નેશનલ ગાર્ડ સોલ્જર્સ ગોઠવાશે યુએસ બોર્ડર પર...

  • વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે બોલ્યા ટ્રમ્પ | White House clarified later that he was referring to an LA Times article
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ટેક્સ રિફોર્મ મીટિંગમાં ટ્રમ્પે કહ્યું કે, સેન્ટ્રલ અમેરિકાના આશ્રયસ્થાનોમાં જ સ્ત્રીઓ પર સૌથી વધુ હુમલાઓ થઇ રહ્યા છે. જેનો અર્થ એ થાય છે કે, ગેરકાયદેસર રીતે યુએસમાં ઘૂસણખોરી કરનારા લોકો લૂંટારુઓ અને ક્રિમિનલ્સ હોય છે તેવો મારો મત સાચો છે.

    4,000 નેશનલ ગાર્ડ સોલ્જર્સ ગોઠવાશે US બોર્ડર પર 


    - મંગળવારે પ્રેસિડન્ટ ટ્રમ્પે વિવાદાસ્પદ અને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે, તેઓ સાઉથ બોર્ડર પર એક સૈન્ય ટુકડી મોકલશે. આ સૈન્ય દળ ત્યાં સુધી સાઉથ બોર્ડર પર ગોઠવાયેલી રહેશે જ્યાં સુધી બોર્ડર વૉલનું કામ પુર્ણ નથી થતું. 
    - નેશનલ ગાર્ડ ડિપ્લોયમેન્ટના જણાવ્યા અનુસાર, અમેરિકામાં સતત વધી રહેલા સ્મગલર્સ, હિસ્ટોરિક ટ્રેન્ડ્સ અને ગેરકાયદેસર ઘૂસણખોરીને અટકાવવા માટે આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે. 
    - ઉલ્લેખનીય છે કે, ગત રવિવારથી શરૂ થયેલી સેન્ટ્રલ અમેરિકન્સના દેખાવકારોની રેલી 25 માર્ચના રોજ મેક્સિકો બોર્ડર પહોંચી હતી. આ દેખાવકારોમાં સૌથી વધુ સંખ્યા હોન્ડૂરાસના નાગરિકોની છે. 
    - પ્રેસિડન્ટ ટ્રમ્પે દેખાવકારો અમેરિકામાં આશ્રય મેળવવા માટે આવી રહ્યા છે તે સમાચાર બાદ જ બોર્ડર અને ઇમિગ્રેશન લૉના સુધારણાને ઝડપી બનાવવાના પ્રયાસો વધારી દીધા છે. 
    - મંગળવારે ટ્રમ્પે મેક્સિકોને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ રદ કરવાની ધમકી આપ્યા બાદ મેક્સિકોએ આ દેખાવકારોને અટકાવવાના પ્રયાસો કર્યા હતા. 1,200 જેટલાં દેખાવકારોમાંથી માત્ર 200 જેટલાં લોકો જ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે દેશમાં આવી શકે છે. 

  • વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે બોલ્યા ટ્રમ્પ | White House clarified later that he was referring to an LA Times article
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    મેક્સિકો પહોંચેલા માઇગ્રન્ટ્સે ટ્રમ્પને કહ્યું હતું કે, કોઇ પણ સંજોગોમાં તેઓ યુએસ બોર્ડર તરફનો પોતાનો પ્રવાસ યથાવત જ રાખશે.
  • વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે બોલ્યા ટ્રમ્પ | White House clarified later that he was referring to an LA Times article
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રમ્પે પોતાના પ્રેસિડેન્શિયલ કેમ્પેઇન દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતા લોકોને ક્રિમિનલ અને રેપિસ્ટ કહ્યા હતા.
  • વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે બોલ્યા ટ્રમ્પ | White House clarified later that he was referring to an LA Times article
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રમ્પે વધુ એક વખત યુએસના ઇમિગ્રેશન લૉ પર પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટના ઇમિગ્રેશન લૉ 'ગાંડપણ' છે. 'યુએસ પાસે પોતાની વૉલ હશે. અમે અહીં મજબૂત દિવાલ ઉભી કરીશું.
  • વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે બોલ્યા ટ્રમ્પ | White House clarified later that he was referring to an LA Times article
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રમ્પ રાઉન્ડટેબલ મીટિંગ માટે તદ્દન ઓફ સ્ક્રિપ્ટ હતા. એટલું જ નહીં, ટેક્સ રિફોર્મ માટે જે સ્પીચ તેઓને આપવાની હતી તેના કાગળો પણ ટ્રમ્પે ઉડાવી દીધા હતા.
  • વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે બોલ્યા ટ્રમ્પ | White House clarified later that he was referring to an LA Times article
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    વિરોધ પ્રદર્શન માટેના આ ટ્રેકને પ્યુબ્લોસ સિન ફ્રોન્ટેરાસ દ્વારા ઓર્ગેનાઇઝ્ડ કરવામાં આવ્યો છે. પ્યુબ્લોસ સિન ફ્રોન્ટેરાસનો અર્થ થાય છે બોર્ડર વગરના લોકો.
  • વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે બોલ્યા ટ્રમ્પ | White House clarified later that he was referring to an LA Times article
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આ દેખાવોમાં 80 ટકા માઇગ્રન્ટ્સ હોન્ડૂરાસના છે, જેઓ અહીંની રાજકીય અશાંતિ અને ગેંગવોરથી પરેશાન છે.
  • વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે બોલ્યા ટ્રમ્પ | White House clarified later that he was referring to an LA Times article
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રમ્પે કહ્યું કે, ગેરકાયદેસર ઇમિગ્રેશનની સૌથી મોટી ખામી એ છે કે, અમેરિકન ઓથોરિટીઝને 'ખ્યાલ જ નથી કે તેઓ કોણ છે અને શું કરે છે.'
  • વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે બોલ્યા ટ્રમ્પ | White House clarified later that he was referring to an LA Times article
    અમેરિકામાં સતત વધી રહેલા સ્મગલર્સ, હિસ્ટોરિક ટ્રેન્ડ્સ અને ગેરકાયદેસર ઘૂસણખોરીને અટકાવવા માટે આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending