ટ્રમ્પે મને બળજબરીથી કિસ કરી સેક્સ કરવાની કોશિશ કરીઃ વધુ એક મહિલાનો દાવો

ન્યૂયોર્કની એક કોર્ટે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ યૌન શોષણનો કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.

divyabhaskar.com | Updated - Mar 22, 2018, 05:25 PM
સમર જેર્વોસે 2016ની પ્રેસિડન્ટ ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. (ફાઇલ)
સમર જેર્વોસે 2016ની પ્રેસિડન્ટ ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ મહિલા શોષણના એક જૂના મામલે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલે ન્યૂયોર્કની એક કોર્ટે પ્રેસિડન્ટ ટ્રમ્પ વિરૂદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. 43 વર્ષની સમર જેર્વોસે ટ્રમ્પ પર બળજબરીપૂર્વક સેક્સ કરવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે. મેનહટનમાં સ્ટેટ સુપ્રીમ કોર્ટની જસ્ટીસ જેનિફર શેક્ટરના આ નિર્ણય બાદ ટ્રમ્પ પર શોષણનો આરોપ લગાવનાર અન્ય મહિલાઓ માટે કાયદેસરનો રસ્તો સાફ થઇ શકે છે.

કોર્ટે બિલ ક્લિન્ટનના કેસની અપાવી યાદ


- ટ્રમ્પના વકીલની દલીલ હતી કે, હાલના પ્રેસિડન્ટ સ્ટેટ કોર્ટના કાયદાકીય અધિકાર ક્ષેત્રમાં નથી આવતા.
- જસ્ટીસ શેક્ટરે આ દલીલને ફગાવી દીધી હતી. જજે અમેરિકાની ટોપ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો હવાલો આપતા કહ્યું કે, આ પહેલાં પણ પાઉલા જોન્સને પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન વિરૂદ્ધ શોષણનો કેસ લડવાની અનુમતિ આપવામાં આવી હતી.

અમેરિકાના પ્રેસિડન્ટ કાયદાથી ઉપર નહીં: જજ


- જસ્ટિસ શેક્ટરે નિર્ણયમાં લખ્યું, અમેરિકાના પ્રેસિડન્ટ પોતાની ખાનગી પ્રવૃતિઓના કારણે કાયદાના દાયરામાં આવે છે. તેઓ કાયદાથી ઉપર નથી, કાયદાથી ઉપર કોઇ નથી. આવું પહેલેથી જ નક્કી થઇ ગયું છે કે, અમેરિકાના પ્રેસિડન્ટને પણ કોઇ છૂટ નથી અને તેઓ સંપુર્ણ રીતે ખાનગી કામો માટે કાયદાના ઘેરામાં છે.


ટ્રમ્પની કંપનીમાં કામ કરી ચૂકી છે સમર


- જેર્વોસે 2016ની પ્રેસિડન્ટ ચૂંટણી કેમ્પેઇન દરમિયાન ટ્રમ્પ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જેર્વોસના જણાવ્યા અનુસાર, 2007માં તેની ઇચ્છા વિરૂદ્ધ ટ્રમ્પે તેને ખોટી રીતે અડકી અને કિસ કરી, બળજબરીથી તેને ગળે લગાવી દીધી. તે સમયે જેર્વોસ ટ્રમ્પના રિયાલિટી ટીવી શો 'ધ એપરેન્ટિસ'ની સલાહકાર હતી.

આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પે આ આરોપો અંગે શું કહ્યું...

જસ્ટિસ શેક્ટરના નિર્ણયમાં લખ્યું, 'અમેરિકાના પ્રેસિડન્ટ પોતાની ખાનગી પ્રવૃતિઓના કારણે કાયદાના દાયરામાં રહે છે. તેઓ કાયદાથી ઉપર નથી.' (ફાઇલ)
જસ્ટિસ શેક્ટરના નિર્ણયમાં લખ્યું, 'અમેરિકાના પ્રેસિડન્ટ પોતાની ખાનગી પ્રવૃતિઓના કારણે કાયદાના દાયરામાં રહે છે. તેઓ કાયદાથી ઉપર નથી.' (ફાઇલ)

ટ્રમ્પે આરોપોને ખોટાં ગણાવ્યા 


- ટ્રમ્પે સાર્વજનિક રીતે જેર્વોસની ટીકા કરી અને તેને ખોટાં ગણાવ્યા. ટ્રમ્પે જેર્વોસ સામે આરોપ લગાવતા કહ્યું કે, જેર્વોસ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ઉપજાવી કાઢેલા આરોપો લગાવી રહી છે. ટ્રમ્પે સમર જેર્વોસ વિરૂદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. 

 

મોડલને અફેર છૂપાવવામાં આપ્યા હતા 97 લાખ રૂ. 


- કોર્ટમાં ટ્રમ્પના સેક્સ સ્કેન્ડલના અનેક કેસો સામે આવી રહ્યા છે. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સનો દાવો છે કે, ટ્રમ્પે 2006માં તેની સાથે અસુરક્ષિત સેક્સ કર્યુ હતું. ટ્રમ્પે ડેનિયલ્સ પર કેસ કર્યો છે. 
- ટ્રમ્પના કેસ અનુસાર, ડેનિયલ્સની સાથે કરારમાં એવી શરત હતી કે, આ મામલાને તે સાર્વજનિક નહીં કરે. તે હેઠળ તેને 97 લાખ રૂપિયા આપ્યા હતા. 

 

જેર્વોસે 2016ની પ્રેસિડન્ટ ચૂંટણી કેમ્પેઇન દરમિયાન ટ્રમ્પ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો
જેર્વોસે 2016ની પ્રેસિડન્ટ ચૂંટણી કેમ્પેઇન દરમિયાન ટ્રમ્પ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો
X
સમર જેર્વોસે 2016ની પ્રેસિડન્ટ ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. (ફાઇલ)સમર જેર્વોસે 2016ની પ્રેસિડન્ટ ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. (ફાઇલ)
જસ્ટિસ શેક્ટરના નિર્ણયમાં લખ્યું, 'અમેરિકાના પ્રેસિડન્ટ પોતાની ખાનગી પ્રવૃતિઓના કારણે કાયદાના દાયરામાં રહે છે. તેઓ કાયદાથી ઉપર નથી.' (ફાઇલ)જસ્ટિસ શેક્ટરના નિર્ણયમાં લખ્યું, 'અમેરિકાના પ્રેસિડન્ટ પોતાની ખાનગી પ્રવૃતિઓના કારણે કાયદાના દાયરામાં રહે છે. તેઓ કાયદાથી ઉપર નથી.' (ફાઇલ)
જેર્વોસે 2016ની પ્રેસિડન્ટ ચૂંટણી કેમ્પેઇન દરમિયાન ટ્રમ્પ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતોજેર્વોસે 2016ની પ્રેસિડન્ટ ચૂંટણી કેમ્પેઇન દરમિયાન ટ્રમ્પ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App