ટ્રમ્પ વિરૂદ્ધ આર્ટિકલ લખવાની શંકા ઉપરાષ્ટ્રપતિ પેન્સ પર, સટોડિયાઓએ લગાવ્યો દાવ

શિક્ષા મંત્રી અને વિદેશ મંત્રી સટોડિયાઓના લિસ્ટમાં બીજાં નંબર પર છે. (ફાઇલ)
શિક્ષા મંત્રી અને વિદેશ મંત્રી સટોડિયાઓના લિસ્ટમાં બીજાં નંબર પર છે. (ફાઇલ)

divyabhaskar.com

Sep 07, 2018, 03:44 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સ (એનવાયટી)માં ટ્રમ્પ વિરૂદ્ધ બુધવારે આર્ટિકલ લખનાર વરિષ્ઠ અધિકારીની ઓળખને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે. વળી, સટોડિયાઓને અધિકારીના નામને લઇને દાવ લગાવવાનું શરૂ કર્યુ છે. જેમાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પર સૌથી વધુ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, આ લિસ્ટમાં વિદેશ મંત્રી માઇક પોમ્પિયોનું નામ પણ સામેલ છે.

- અમેરિકાની ગેમ્બલિંગ વેબસાઇટ માઇબુકીના જીએમ જેક સ્લેટરે ક્યાસ લગાવ્યો છે કે, દેશની રાજનીતિમાં ટૂંક સમયમાં જ મોટાં ફેરફાર જોવા મળશે, જે માટે સટોડિયાઓ બિલકુલ તૈયાર છે.
- તેઓની વેબસાઇટે લેખ લખવાની ઓળખ માટે 100 ડોલર (અંદાજિત 7200 રૂપિયા)ની શરત રાખી છે. જીતનારને બેગણી રકમ આપવામાં આવશે.
- અત્યાર સુધી 5 હજાર ડોલર (3.60 લાખ રૂપિયા)ની શરત લગાવવામાં આવી ચૂકી છે. સૌથી વધુ દાવ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પર લગાવવામાં આવ્યા હતા.
- જૈકના જણાવ્યા અનુસાર, શિક્ષા મંત્રી બેટ્સે ડેવોસ અને વિદેશ મંત્રી માઇક પોમ્પિયો બીજાં નંબર પર છે. સેનાધ્યક્ષ જ્હોન કેલી અને વિત્ત સચિવ સ્ટીવન મનુચિનને સટોડિયાઓએ ત્રીજાં નંબરે રાખ્યા છે.


આ છે મામલો


- એક અમેરિકન ઓફિસરે બુધવારે ન્યૂયોર્ક ટાઇમ્સમાં આઇ એમ પાર્ટ ઓફ રેજિસ્ટન્સ ઇનસાઇડ ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ટાઇટલ હેઠળ આર્ટિકલ લખવામાં આવ્યો હતો.
- તેમાં ઓફિસરના નામનો કોઇ ખુલાસો કરવામાં આવ્યો નહતો, આ લેખને વ્હાઇટ હાઉસે કાયરતાપૂર્ણ હરકત ગણાવી છે.


ટ્રમ્પ વિરૂદ્ધ US ઓફિસરના આર્ટિકલ સામે ભડક્યું વ્હાઇટ હાઉસ, કહ્યું - કાયરતાપૂર્ણ હરકત

X
શિક્ષા મંત્રી અને વિદેશ મંત્રી સટોડિયાઓના લિસ્ટમાં બીજાં નંબર પર છે. (ફાઇલ)શિક્ષા મંત્રી અને વિદેશ મંત્રી સટોડિયાઓના લિસ્ટમાં બીજાં નંબર પર છે. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી