US / ટ્રમ્પ-કિમ વિયેતનામમાં મળશે, ચીનના પાડોશી દેશની પસંદગી પાછળનું રાજકારણ

ટ્રમ્પે ટ્વીટમાં કિમ જોંગના વખાણ પણ કર્યા હતા અને કહ્યું કે, તેઓના રિપ્રેઝન્ટેટિવ્સ હમણાં જ નોર્થ કોરિયા માટે રવાના થયા છે.
ટ્રમ્પે ટ્વીટમાં કિમ જોંગના વખાણ પણ કર્યા હતા અને કહ્યું કે, તેઓના રિપ્રેઝન્ટેટિવ્સ હમણાં જ નોર્થ કોરિયા માટે રવાના થયા છે.
X
ટ્રમ્પે ટ્વીટમાં કિમ જોંગના વખાણ પણ કર્યા હતા અને કહ્યું કે, તેઓના રિપ્રેઝન્ટેટિવ્સ હમણાં જ નોર્થ કોરિયા માટે રવાના થયા છે.ટ્રમ્પે ટ્વીટમાં કિમ જોંગના વખાણ પણ કર્યા હતા અને કહ્યું કે, તેઓના રિપ્રેઝન્ટેટિવ્સ હમણાં જ નોર્થ કોરિયા માટે રવાના થયા છે.

  • માર્ચ, 1965માં વિયેતનામના હનાંગ શહેરમાં પહેલીવાર અમેરિકન સૈન્યએ એન્ટ્રી કરી હતી 
  • દક્ષિણ પૂર્વ એશિયામાં પૂંજીવાદ અને સામ્યવાદની વચ્ચેના યુદ્ધમાં અમેરિકાના હસ્તક્ષેપની આ શરૂઆત હતી 
  • અંદાજિત 40 વર્ષ બાદ આ જ શહેર વિયેતનામના જૂના દુશ્મન ગણાતા અમેરિકા અને કોલ્ડ વૉરના સાથી નોર્થ કોરિયાની યજમાનીની તૈયારીઓ શરૂ કરી 

divyabhaskar.com

Feb 09, 2019, 01:21 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પની આગામી 27 અને 28 ફેબ્રુઆરીના રોજ એકવાર ફરીથી મળવા જઇ રહ્યા છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરી નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે વિયેતનામની રાજધાની હનોઇમાં બીજી સમિટ કરશે. ટ્રમ્પે કહ્યું કે, કિમની લીડરશિપમાં દેશ ભવિષ્યમાં શ્રેષ્ઠ ઇકોનોમિક પાવરહાઉસ બનશે. ટ્રમ્પે ટ્વીટમાં કિમ જોંગના વખાણ પણ કર્યા હતા અને કહ્યું કે, તેઓના રિપ્રેઝન્ટેટિવ્સ હમણાં જ નોર્થ કોરિયા માટે રવાના થયા છે. 
1. વિયેતનામ જ શા માટે?

આખરે આ મુલાકાત માટે વિયેતનામને જ શા માટે પસંદ કરવામાં આવ્યું? તેની પાછળના આ કારણો છેઃ


સામ્યવાદી શાસન પર મૂડીવાદી અર્થતંત્રવાળું વિયેતનામ અમેરિકા અને નોર્થ કોરિયા બંને એકબીજાંની નજીકના દેશો છે. ઓસ્ટ્રેલિયાની સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં વિયેતનામ મામલાઓના જાણકાર કાર્લ થાયેર અનુસાર, વિયેતનામની સ્થિતિ એક તટસ્થ યજમાનની છે. જે અમેરિકા અને નોર્થ કોરિયાની તમામ કસોટીઓ પર ખરું ઉતર્યું છે. 


કાર્લ થાયેરે કહ્યું કે, ટ્રમ્પ-કિમની બીજી મુલાકાત માટે વિયેતનામની પસંદગી માત્ર એક સાંકેતિક નથી. વિયેતનામ પર બનેલી સહમતિનો હેતુ એ વાત ઉપરથી પણ સમજી શકાય છે કે, સમિટ માટે સુરક્ષિત માહોલ આપવા માટે વિયેતનામની કેપેબિલિટી પર બંને દેશોને ભરોસો છે. 


કિમ જોંગ ઉન માટે વિયેતનામનો નિર્ણય ચીન ઉપરથી એક સુરક્ષિત ઉડાણનો છે. ચીન અને વિયેતનામ બંને એવા દેશો છે જેના નોર્થ કોરિયા સાથે સારાં સંબંધો છે. થાયેર અનુસાર, કિમ જોંગ ઉન પહેલીવાર વિયેતનામની યાત્રા કરશે. આ યાત્રાથી તેઓ એવું સાબિત કરવાનો પણ અવસર જોઇ રહ્યા છે કે, નોર્થ કોરિયા કોઇ અલગ પડી ગયેલો દેશ નથી. 


અમેરિકા વિરૂદ્ધ પહેલા લડાઇ લડવા અને ત્યારબાદ તેની સાથે કૂટનીતિ સંબંધોની પહેલ કરવાનો વિયેતનામનો ઇતિહાસ, મુક્ત વેપાર સમજૂતી માટે સમિટ એવી ઘણી બાબતો છે જેમાં નોર્થ કોરિયાના સરમુખત્યારને રસ હોઇ શકે છે. કિમ જોંગ ઉન પોતે પણ વિયેતનામની વાર્તાને જોવા માટે ઉત્સુક હશે. આ તેમના માટે પ્રેરણા સ્ત્રોત હોઇ શકે છે કે, તેઓ નોર્થ કોરિયાને કેવી રીતે આગળ લઇ જઇ શકે છે. 

2. ટ્રમ્પની સહમતિનો અર્થ
જો કિમ જોંગ ઉન વિયેતનામની આર્થિક સફળતાથી પ્રેરિત થશે તો તે વાત અમેરિકાના પક્ષમાં જઇ શકે છે. વર્ષ 1986માં આર્થિક સુધારાઓની શરૂઆત બાદથી જ વિયેતનામને સમાજવાદ તરફ લઇ જવાની બજાર અર્થવ્યવસ્થા ઉભી કરવાનું લક્ષ્ય રાખે છે. આજે વિયેતનામ એશિયાની સૌથી ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. ગત વર્ષે અમેરિકના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પોતાની વિયેતનામ યાત્રા દરમિયાન કહ્યું હતું કે, કિમ જોંગ ઉન આ અવસરનો ફાયદો ઉઠાવી શક્યા તો તેઓ નોર્થ કોરિયામાં ચમત્કાર કરી શકે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી