યુએસ / બોર્ડર વૉલ, તણાવ અને ટ્રમ્પની નેશનલ ઇમરજન્સી; વધુ એક શટડાઉનની શક્યતા

ટ્રમ્પે બોર્ડર વૉલ માટે 5.7 બિલિયન ડોલર (40,000 કરોડ રૂપિયા)ના ફંડની માગણી કરી છે.
ટ્રમ્પે બોર્ડર વૉલ માટે 5.7 બિલિયન ડોલર (40,000 કરોડ રૂપિયા)ના ફંડની માગણી કરી છે.
ટોમ મેકક્લિટોક ટ્રમ્પના બોર્ડર વૉલના સમર્થક છે 
ટોમ મેકક્લિટોક ટ્રમ્પના બોર્ડર વૉલના સમર્થક છે 
X
ટ્રમ્પે બોર્ડર વૉલ માટે 5.7 બિલિયન ડોલર (40,000 કરોડ રૂપિયા)ના ફંડની માગણી કરી છે.ટ્રમ્પે બોર્ડર વૉલ માટે 5.7 બિલિયન ડોલર (40,000 કરોડ રૂપિયા)ના ફંડની માગણી કરી છે.
ટોમ મેકક્લિટોક ટ્રમ્પના બોર્ડર વૉલના સમર્થક છે ટોમ મેકક્લિટોક ટ્રમ્પના બોર્ડર વૉલના સમર્થક છે 

  • ટ્રમ્પે રવિવારની ટ્વીટરમાં રિપબ્લિકન રિપ્રેઝન્ટેટિવ ટોમ મેકક્લિટોકનો ઉલ્લેખ કર્યો હતો. 
  • મેકક્લિટોકે કહ્યું કે, ટ્રમ્પ યુએસ-મેક્સિકો બોર્ડર વૉલ મુદ્દે હવે તમે ગમે તે ક્ષણે નેશનલ ઇમરજન્સી જાહેર કરી શકે છે 
  • અમેરિકન કોંગ્રેસે પણ દાવો કર્યો છે કે, ટ્રમ્પ તેમના વિટો પાવરનો ઉપયોગ કરી ઇમરજન્સી જાહેર કરી શકે છે 
  • રવિવારે ટ્રમ્પે ડેમોક્રેટ્સ વધુ એક શટડાઉન લાવવાની તૈયારી કરી રહ્યું છે તેવો દાવો કર્યો હતો

divyabhaskar.com

Feb 11, 2019, 01:37 PM IST

વોશિંગ્ટન (યુએસ): અમેરિકામાં યુએસ-મેક્સિકો બોર્ડર વૉલનો મુદ્દો વધુને વધુ ઉગ્ર થઇ રહ્યો છે. દિવાલ માટે ફંડની રકમને લઇને ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે ઉભા થયેલા મતભેદો, 35 દિવસ સુધી ચાલેલા ઐતિહાસિક શટડાઉન અને ટ્રમ્પના વિટો પાવર એટલે કે, નેશનલ ઇમરજન્સી જાહેર કરવાના નિવેદન વચ્ચે બોર્ડર બહાર આશ્રય ઇચ્છતા ઇમિગ્રન્ટ્સની સ્થિતિ વધુ કફોડી થઇ રહી છે. રવિવારે ટ્રમ્પે વધુ એક વખત નેશનલ ઇમરજન્સી જાહેર કરવાની વાત કહી છે. ટ્રમ્પે બોર્ડર વૉલ માટે 5.7 બિલિયન ડોલર (40,000 કરોડ રૂપિયા)ના ફંડની માગણી કરી છે. ટ્રમ્પે રિપબ્લિકન રિપ્રેઝન્ટેટિવ અને પોતાના સૌથી મોટાં સમર્થક ટોમ મેકક્લિટોકના ટ્વીટને રિ-ટ્વીટ કરી હતી. ટોમ મેકક્લિટોકે ટ્વીટ કરી હતી કે, 'પ્રેસિડન્ટ ગમે તે ક્ષણે નેશનલ ઇમરજન્સી જાહેર કરવાના મૂડમાં છે.'

 

USમાં 31 ઇમરજન્સી હજુ પણ સક્રિય

1. USમાં અગાઉ 58 વખત ઇમરજન્સી જાહેર
અમેરિકામાં 1976થી ઇમરજન્સીનો કાયદો ઘડવામાં આવ્યો ત્યારથી લઇને વર્તમાન સુધી 58 નેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે, જેમાંથી 31 ઇમરજન્સી હજુ પણ યથાવત છે. 
1976માં નેશનલ ઇમરજન્સી એક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે અનુસારઃ અમેરિકાના પ્રેસિડન્ટ સ્ટેટ સપ્લિમેન્ટ્સ માટે ફેડરલ સહાય, સ્થાનિક પ્રયત્નો, જીવન રક્ષમ માટેની ક્ષમતા, પ્રોપર્ટીને બચાવવા, પ્રજાના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લગતા નિર્ણય માટે, અમેરિકાના કોઇ પણ સ્થળ કે પ્રદેશોમાં વિનાશના જોખમને ટાળવા માટે નેશનલ ઇમરજન્સી જાહેર કરી શકે છે.
બરાક ઓબામાએ 2009માં દેશવ્યાપી H1N1 સ્વાઇન ફ્લૂ રોગચાળાના કારણે નેશનલ ઇમરજન્સી જાહેર કરી હતી. જ્યોર્જ ડબલ્યુ બુશે 2001માં 11 સપ્ટેમ્બરના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ પોતાની શક્તિઓને વધારવા માટેની માગણી કરી નેશનલ ઇમરજન્સી જાહેર કરી હતી. 
જો ટ્રમ્પ બોર્ડર વૉલ મુદ્દે નેશનલ ઇમરજન્સી જાહેર કરે તો તેઓએ પણ બુશે જે કાયદો સક્રિય કર્યો હતો તે જ કાયદો લાગુ કરવો પડશે. આ કાયદા હેઠળ પ્રેસિડન્ટ ટ્રમ્પને લશ્કરી નિર્માણ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા લશ્કરી નિર્માણ ભંડોળને રિડાયરેક્ટ કરવાની મંજૂરી આપશે. જે અન્ય કાયદા દ્વારા અધિકૃત નથી. કોંગ્રેસ સંયુક્ત ઠરાવ બાદ જ જાહેર કરાયેલી ઇમરજન્સીને સમાપ્ત કરી શકે છે. 
5. મેકક્લિટોક ઇમરજન્સી ઇચ્છે છે
મેકક્લિટોક પોતે પણ ઇચ્છે છે કે, ટ્રમ્પ નેશનલ ઇમરજન્સી જાહેર કરે. મેકક્લિટોકે કહ્યું કે, મારી પ્રેસિડન્ટને સલાહ છે કે, તેઓ કાયદાકીય રીતે સત્તાનો ઉપયોગ કરે અને મિલિટરી પ્રોજેક્ટ્સના ફંડને અમેરિકાની બોર્ડર્સને સુરક્ષિત કરવામાં ઉપયોગ કરે. મને લાગે છે કે, નેશનલ ડિફેન્સ માટે જો કંઇ સૌથી વધુ મહત્વનું છે તો તે સાઉથ બોર્ડરની સુરક્ષા છે. મેકક્લિટોકે બે અઠવાડિયા પહેલાં પણ વ્હાઇટ હાઉસમાં નેશનલ ઇમરજન્સી જાહેર કરવાની અપીલ કરી હતી. 
મૂળભૂત રીતે બોર્ડર સિક્યોરિટીને અવગણના કરી નેશનલ ડિફેન્સ માટે વિચારવું તે અયોગ્ય છે. પ્રેસિડન્ટ તેઓના પાવરનો ઉપયોગ કરીને જે બોર્ડર વૉલ તૈયાર કરાવશે, તેનાથી આપણાં હાલના ઇમિગ્રેશન કાયદાઓમાં ફેરફાર અથવા ફેરફાર માટેની કોઇ પણ માગણીઓને પહોંચી વળવાની જરૂરિયાતોને પણ આપમેળે ટાળી દેશે. જો આગામી ત્રણ અઠવાડિયા સુધી અયોગ્ય માગણીઓ અને મતાગ્રહ યથાવત રહેશે, જેની ડેમોક્રેટ્સ પાસેથી અમને આશા છે જ તો હું પ્રેસિડન્ટને મજૂબત અપીલ કરીશ કે તેઓ પોતાના પાવરનો ઉપયોગ કરે. 
7. ડેમોક્રેટ્સ વધુ એક શટડાઉન લાવશે
મેકક્લિટોકનું આ નિવેદન ટ્રમ્પની વધુ એક શટડાઉનની જાહેરાત બાદ આવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, વર્જિનિયા કોન્ટ્રોવર્સીના પગલે ડેમોક્રેટ્સ વધુ એક શટડાઉન ઇચ્છે છે. 
ડેમોક્રેટિવ ગવર્રન રાલ્ફ નોર્થમને લઇને વર્જિનિયા વિવાદ શરૂ થયો છે. હકીકતમાં એક વર્ષો જૂના યરબુક ફોટોમાં બે માણસો બ્લેક ફેસ પહેરીને KKK મેમ્બર તરીકે ઉભા છે. આ તસવીરમાં એક વ્યક્તિ નોર્થમ હોવાનો ખુલાસો થયો છે. રવિવારે નોર્થમ વધુ એકવાર વિવાદમાં ફસાયા હતા. નોર્થમે 1619માં વર્જિનિયામાં આવેલા ફર્સ્ટ આફ્રિકનને ઇન્ડેન્ટેડ (કરારબદ્ધ) સર્વન્ટ (નોકર) ગણાવ્યો હતો. 
વર્જિનિયા વિવાદના એક દિવસ બાદ ડેમોક્રેટિક એટર્ની જનરલ માર્ક હેરિંગે સ્વીકાર કર્યો હતો કે, તેઓએ 1980માં એક કોલેજ પાર્ટીમાં રૅપર જેવું ડ્રેસિંગ કરીને બ્લેકફેસ પહેર્યો હતો. શુક્રવારે વધુ એક મહિલાએ લેફ્ટ. ગવર્નર જસ્ટિન ફૅરફેક્સ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. 
પ્રેસિડન્ટ ટ્રમ્પે રવિવારે ટ્વીટ કરી હતી કે, સારાં ઇકોમોનિક નંબર, વર્જિનિયા વિવાદ અને સ્ટેટ યુનિયન એડ્રેસ - ડેમોક્રેટ્સ માટે આ અત્યંત ખરાબ અઠવાડિયું રહ્યું. હવે જ્યારે બોર્ડર કમિટિએ તેઓની સામે તક મુકી છે, ત્યારે તેઓ શટડાઉન ઇચ્છે છે. ડેમોક્રેટ્સને વિવાદ માટે નવો વિષય જોઇએ છે. 
11. યુનિયન સ્પીચમાં ડેમોક્રેટ્સની ઝાટકણી
ટ્રમ્પે રાજકીય વિવાદોને લઇને ડેમોક્રેટ્સની ઝાટકણી કરી હતી. આ વિવાદો હેઠળ વર્જિનિયાના ત્રણ ડેમોક્રેટ્સનું પોલિટિકલ કરિયર જોખમમાં મુકાયું છે. ટ્રમ્પે યુનિયન સ્પીચમાં યુએસની સશક્ત ઇકોમોનિના વખાણ કર્યા હતા. 
આજે સોમવારે ટ્રમ્પ અલ પાસોની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓએ રવિવારે એક પછી એક ટ્વીટ કરી હતી જેમાં શુક્રવારે ડેમોક્રેટ્સ વધુ એક શટડાઉન ઇચ્છે છે તેવું જણાવ્યું હતું. ટ્રમ્પની લેટેસ્ટ ટ્વીટ પરથી એવા રિપોર્ટ્સ મળી રહ્યા છે કે, ડેમોક્રેટ્સને ફંડની મંજૂરી મુદ્દે શુક્રવારે આપેલી ડેડલાઇનનો અંત આવી ગયો છે. હાલ દ્વિપક્ષી સાંસદો બંને પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છે જેથી બીજું શટડાઉન ટાળી શકાય. 17 દ્વિપક્ષી સાંસદોની ટીમે બોર્ડર નેગોશિએશન ટીમ સાથે ચર્ચા કરી હતી અને ફંડ મુદ્દે આજે સોમવાર સુધીનો સમય માંગ્યો છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી