Home » International News » America » US President said he usually tweets at breakfast at lunch or sometimes in bed

ટ્રમ્પે કહ્યું, ઘણીવાર પથારીમાં સૂતા-સૂતા જ કરું છું ટ્વીટ!

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 01:46 PM

ટ્રમ્પે કહ્યું કે, આ ખૂબ જ અજીબ સ્થિતિ છે. વિશ્વમાં કેટલાંક લોકો તો તેમના ટ્વીટની રાહ જૂએ છે

  • US President said he usually tweets at breakfast at lunch or sometimes in bed
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બ્રિટનની એક ITV ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે પોતાના ટ્વીટર પોસ્ટના વખાણ પણ કર્યા.

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ટ્વીટર પર હંમેશા સક્રિય રહેનાર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે ઘણીવાર પથારીમાં પડ્યા પડ્યા જ ટ્વીટ કરી દે છે. જો કે, તેઓએ એમ પણ કહ્યું કે, આવું ખૂબ જ ઓછું થાય છે જ્યારે કોઇ અન્ય વ્યક્તિ તેમના એકાઉન્ટથી ટ્વીટ કરે. નવી યોજનાઓની જાહેરાત, પોતાના વિરોધીઓ પર હુમલા અને નોર્થ કોરિયા સહિત અન્ય દેશો સામે વાદ-વિવાદમાં ઉતરવા માટે ટ્રમ્પ ઘણીવાર ટ્વીટરનો ઉપયોગ કરે છે.


    ટ્રમ્પના 4 કરોડથી વધુ ફોલોઅર્સ
    - સોમવારે સવાર સુધી ટ્વીટર પર @realDonaldTrump એકાઉન્ટના 4 કરોડ, 72 લાખથી પણ વધુ ફૉલોઅર્સ હતા.
    - બ્રિટનની એક ITV ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે પોતાના ટ્વીટર પોસ્ટના વખાણ પણ કર્યા. ટ્રમ્પે કહ્યું કે, 'ફેક ન્યૂઝ'ના જમાનામાં તેઓને વોટર્સ સાથે સંવાદ માટે સોશિયલ મીડિયાની જરૂર છે.
    - ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, જો મારી પાસે સંવાદનું આ માધ્યમ ના હોત તો હું મારો બચાવ ના કરી શક્યો હોત. મને ઘણાં ખોટાં સમાચાર મળે છે, કેટલાંક સમાચાર કાં તો સાવ ખોટાં હોય છે અથવા ઉપજાવી કાઢેલા હોય છે.

    - એટલું જ નહીં, ટ્રમ્પે કહ્યું કે, આ ખૂબ જ અજીબ સ્થિતિ છે. વિશ્વમાં કેટલાંક લોકો તો તેમના ટ્વીટની રાહ જૂએ છે.
    - સામાન્ય રીતે પોતે જ ટ્વીટ કરે છે, બેડ પર સૂતા-સૂતા તો કેટલીક વાર નાશ્તો-ભોજન લેતી વખતે.
    - ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ 71 વર્ષની ઉંમરે પણ બર્ગર ખાય છે અને કોક પીવે છે, તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, હું સારું ભોજન લઉં છું. વિશ્વના બેસ્ટ શેફ્સના હાથે બનાવેલું ભોજન. મને લાગે છે કે, હું ખરેખર સારું ભોજન લઉં છું.

  • US President said he usually tweets at breakfast at lunch or sometimes in bed
    દાવોસમાં બ્રિટિશ પીએમ થેરેસા મે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ