સીનિયર બુશને શ્રદ્ધાંજલિ: ટ્રમ્પ 200 મીટર દૂર બ્લેયર હાઉસ સુધી પણ લિમોઝીનમાં ગયા

divyabhaskar.com

Dec 05, 2018, 06:00 PM IST
બ્લેયર હાઉસમાં જ્યોર્જ બુશને મળતી મલેનિયા ટ્રમ્પ, સાથે લોરા બુશ (સૌથી ડાબે) અને ડોનાલ્ડ ટ્રમ્પ
બ્લેયર હાઉસમાં જ્યોર્જ બુશને મળતી મલેનિયા ટ્રમ્પ, સાથે લોરા બુશ (સૌથી ડાબે) અને ડોનાલ્ડ ટ્રમ્પ
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ એચ ડબલ્યુ બુશ
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ એચ ડબલ્યુ બુશ
સીનિયર બુશને શ્રદ્ધાંજલિ આપતા ટ્રમ્પ અને મલેનિયા
સીનિયર બુશને શ્રદ્ધાંજલિ આપતા ટ્રમ્પ અને મલેનિયા
લોરા બુશે ટ્રમ્પને બ્લેયર હાઉસ આવવા માટે ધન્યવાદ પાઠવ્યા.
લોરા બુશે ટ્રમ્પને બ્લેયર હાઉસ આવવા માટે ધન્યવાદ પાઠવ્યા.

- જ્યોર્જ એચ બુશનું 94 વર્ષની ઉંમરે ગત શુક્રવારે નિધન થયું હતું, તેઓના અંતિમ સંસ્કાર ગુરૂવારે થશે.
- અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ બુશના પરિવારો વચ્ચે મતભેદ છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ એચ ડબલ્યુ બુશ (94)ને શ્રદ્ધાંજલિ આપી. ટ્રમ્પે બ્લેયર હાઉસમાં એચ ડબલ્યુ બુશના દીકરા જ્યોર્જ બુશ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. ટ્રમ્પની સાથે અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ હતી. આ વિઝિટ અન્ય એક કારણે ચર્ચામાં રહી. ટ્રમ્પે રાષ્ટ્રપતિ ભવનથી બ્લેયર હાઉસ સુધી માત્ર 200 મીટરના અંતર માટે લિમોઝીન અને 7 ગાડીઓના કાફલાનો ઉપયોગ કર્યો. અમેરિકામાં બ્લેર હાઉસ એ પ્રેસિડન્ટનું ગેસ્ટ હાઉસ છે, જે એક અલગ બિલ્ડિંગ હોય છે. બ્લેર હાઉસ એક પ્રકારે વિશ્વની એક્સક્લૂઝિવ હોટલ જ ગણાય છે, જે વ્હાઇટ હાઉસ કરતાં પણ મોટું હોય છે.

અમેરિકાના 41માં પ્રેસિડન્ટ હતા જ્યોર્જ એચ ડબલ્યુ બુશ


- જ્યોર્જ એચ બુશનું ગત શુક્રવારે નિધન થયું હતું. ગુરૂવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ અમેરિકાના 41માં પ્રેસિડન્ટ હતા. તેઓએ 1989થી 1993 સુધી આ જવાબદારી સંભાળી હતી.
- ટ્રમ્પની બ્લેયર હાઉસ વિઝિટ અંદાજિત 23 મિનિટની રહી. આ દરમિયાન તેઓ જ્યોર્જ બુશ અને તેમની પત્ની લોરા બુશ સાથે હાથ મિલાવ્યો. મલેનિયાએ પણ જ્યોર્જ બુશ સાથે મુલાકાત કરી.
- લોરા બુશે ટ્રમ્પને બ્લેયર હાઉસ આવવા માટે ધન્યવાદ પાઠવ્યા. તેઓએ એ વાત ઉપર પણ ખુશી વ્યક્ત કરી કે ટ્રમ્પ અને મલેનિયાએ બુશ કપલને ક્રિસમસ ડેકોરેશન જોવા માટે વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું હતું.


બુશના નાના ભાઇને ટ્રમ્પે કહ્યું હતું - નિરુત્સાહી


- બુશ અને ટ્રમ્પના પરિવારો વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા છે. ટ્રમ્પે પ્રેસિડન્ટ ચૂંટણીના કેમ્પેઇન દરમિયાન જ્યોર્જ બુશના નાના ભાઇ જેબ બુશને નિરુત્સાહી કહ્યો હતો. જ્યારે જેબે ટ્રમ્પને અરાજક ઉમેદવાર કહ્યા હતા.
- જ્યોર્જ બુશે પણ 2016માં એક લેખકે કહ્યું હતું કે, ટ્રમ્પને પ્રેસિડન્ટ હોવાનો અર્થ ખબર નથી. તેમના પિતા જ્યોર્જ એચ બુશે પણ કહ્યું હતું કે, પ્રેસિડન્ટ ચૂંટણીમાં તેઓએ હિલેરી ક્લિન્ટનને વોટ આપ્યો હતો.
- બીજી તરફ, ટ્રમ્પે પણ જ્યોર્જ બુશને અત્યાર સુધીના સૌથી ખરાબ પ્રેસિડન્ટ ગણાવ્યા હતા.

X
બ્લેયર હાઉસમાં જ્યોર્જ બુશને મળતી મલેનિયા ટ્રમ્પ, સાથે લોરા બુશ (સૌથી ડાબે) અને ડોનાલ્ડ ટ્રમ્પબ્લેયર હાઉસમાં જ્યોર્જ બુશને મળતી મલેનિયા ટ્રમ્પ, સાથે લોરા બુશ (સૌથી ડાબે) અને ડોનાલ્ડ ટ્રમ્પ
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ એચ ડબલ્યુ બુશભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ એચ ડબલ્યુ બુશ
સીનિયર બુશને શ્રદ્ધાંજલિ આપતા ટ્રમ્પ અને મલેનિયાસીનિયર બુશને શ્રદ્ધાંજલિ આપતા ટ્રમ્પ અને મલેનિયા
લોરા બુશે ટ્રમ્પને બ્લેયર હાઉસ આવવા માટે ધન્યવાદ પાઠવ્યા.લોરા બુશે ટ્રમ્પને બ્લેયર હાઉસ આવવા માટે ધન્યવાદ પાઠવ્યા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી