ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Once the threat turns out to be fake, however they are back and in greater numbers

  US: મિસાઇલ હુમલાની અફવા ફેલાતા જ, લોકોએ પોર્ન સાઇટ જોવાનું શરૂ કર્યુ

  divyabhaskar.com | Last Modified - Jan 19, 2018, 04:47 PM IST

  હવાઇમાં મિસાઇલ હુમલાની અફવા ફેલાઇ હતી. જેવી અફવાની પુષ્ટી થઇ તો પોર્ન સાઇટના ટ્રાફિકમાં 50 ટકાનો વધારો થઇ ગયો.
  • અફવાની વાત સાચી થયાના એક મિનિટ બાદ જ 50 ટકા લોકો સાઇટ પર હતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અફવાની વાત સાચી થયાના એક મિનિટ બાદ જ 50 ટકા લોકો સાઇટ પર હતા.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના હવાઇમાં મિસાઇલ હુમલાની અફવા ફેલાઇ હતી. જેવી આ અફવાની પુષ્ટી થઇ તો પોર્ન સાઇટ ટ્રાફિકમાં 50 ટકાનો વધારો થઇ ગયો. વેબસાઇટ માટે ટ્રાફિકનો અર્થ તેને જોઇ રહેલા યૂઝર્સની સંખ્યા થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વની સૌથી મોટી પોર્ન સાઇટે ખુલાસો કર્યો છે કે, જેવી મિસાઇલ હુમલાની ખબર અફવામાં ફેરવાઇ, લોકોએ રિલેક્સ થવા માટે પોર્ન સાઇટનો સહારો લીધો. હજારો લોકોને શનિવારે (13 જાન્યુઆરી)ના રોજ ફોન પર મિસાઇલ હુમલાનું એલર્ટ મળ્યું હતું. લોકોને મેસેજ મળ્યો હતો કે, ઝડપથી સુરક્ષિત સ્થળો પર શરણ લઇ લો, આ કોઇ ડ્રિલ નથી. પ્રસારણકર્તાઓએ ટીવી કાર્યક્રમોને વચ્ચે રોકીને આ વાતની ઘોષણા કરી હતી કે મિસાઇલ હુમલામાં અનેક લોકો આવી શકે છે, તેથી તેઓ ઝડપથી શરણ શોધી લે. પરંતુ જેવું આ એલર્ટ અફવામાં બદલાયું લોકોએ ઓનલાઇન જઇને પોતાનું ટેન્શન દૂર કરવાનો વિચાર કર્યો અને પોર્ન સાઇટ પર યુઝર્સની સંખ્યામાં અચાનક જ વધારો થઇ ગયો.

   50 ટકા લોકો સાઇટ પર હતા
   - એક પ્રખ્યાત સાઇટે જણાવ્યું કે, અફવાની વાત સાચી થયાના એક મિનિટ બાદ જ 50 ટકા લોકો સાઇટ પર હતા.
   - વેબસાઇટનું ટ્રાફિક જણાવતા જાણકારોએ કહ્યું કે, 15 મિનિટ બાદ જ સાઇટ પર સૌથી વધારે ટ્રાફિક નોંધવામાં આવ્યો. જેમાં વેબસાઇટનો ટ્રાફિક 77 ટકા સુધી નોંધવામાં આવ્યો.
   - વેબસાઇટે આ ખુલાસો એક રિપોર્ટના એક મહિના બાદ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક દાયકા પહેલાંની સરખામણીમાં લોકો ઓછું પોર્ન જોવા લાગ્યા છે.

   અફવા ફેલાવનાર એલર્ટ વિશે તપાસ સમિતી
   - હવાઇની મેનેજમેન્ટ એજન્સી હાઇ-એમાએ અફવા ફેલાવનાર એલર્ટ વિશે જાણકારી મેળવવા માટે તપાસ સમિતી બેસાડી છે.
   - એક અધિકારીના જણાવ્યા અનુસાર, સ્ટાફના એક વ્યક્તિએ ખોટું બટન દબાવી દીધું, જેના કારણે મેસેજ જતો રહ્યો અને અંધાધૂંધી ફેલાઇ ગઇ.
   - હવાઇ નોર્થ કોરિયા અને અમેરિકાની વચ્ચે છે. મિસાઇલ હુમલાનું એલર્ટ એવા સમયે આવ્યું જ્યારે સરમુખત્યાર કિમ જોંગ ઉન ઘણીવાર મિસાઇલ પરીક્ષણ કરાવી ચૂક્યા છે.
   - એજન્સી હાઇ-એમાએ કહ્યું કે, જો મિસાઇલ હુમલો થાય છે તો હથિયારને હવાઇ પહોંચવામાં માત્ર 20 મિનિટ લાગે છે.

  • જેવું આ એલર્ટ અફવામાં બદલાયું લોકોએ ઓનલાઇન જઇને પોતાનું ટેન્શન દૂર કરવાનો વિચાર કર્યો અને પોર્ન સાઇટ પર યુઝર્સની સંખ્યામાં અચાનક જ વધારો થઇ ગયો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેવું આ એલર્ટ અફવામાં બદલાયું લોકોએ ઓનલાઇન જઇને પોતાનું ટેન્શન દૂર કરવાનો વિચાર કર્યો અને પોર્ન સાઇટ પર યુઝર્સની સંખ્યામાં અચાનક જ વધારો થઇ ગયો

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના હવાઇમાં મિસાઇલ હુમલાની અફવા ફેલાઇ હતી. જેવી આ અફવાની પુષ્ટી થઇ તો પોર્ન સાઇટ ટ્રાફિકમાં 50 ટકાનો વધારો થઇ ગયો. વેબસાઇટ માટે ટ્રાફિકનો અર્થ તેને જોઇ રહેલા યૂઝર્સની સંખ્યા થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વની સૌથી મોટી પોર્ન સાઇટે ખુલાસો કર્યો છે કે, જેવી મિસાઇલ હુમલાની ખબર અફવામાં ફેરવાઇ, લોકોએ રિલેક્સ થવા માટે પોર્ન સાઇટનો સહારો લીધો. હજારો લોકોને શનિવારે (13 જાન્યુઆરી)ના રોજ ફોન પર મિસાઇલ હુમલાનું એલર્ટ મળ્યું હતું. લોકોને મેસેજ મળ્યો હતો કે, ઝડપથી સુરક્ષિત સ્થળો પર શરણ લઇ લો, આ કોઇ ડ્રિલ નથી. પ્રસારણકર્તાઓએ ટીવી કાર્યક્રમોને વચ્ચે રોકીને આ વાતની ઘોષણા કરી હતી કે મિસાઇલ હુમલામાં અનેક લોકો આવી શકે છે, તેથી તેઓ ઝડપથી શરણ શોધી લે. પરંતુ જેવું આ એલર્ટ અફવામાં બદલાયું લોકોએ ઓનલાઇન જઇને પોતાનું ટેન્શન દૂર કરવાનો વિચાર કર્યો અને પોર્ન સાઇટ પર યુઝર્સની સંખ્યામાં અચાનક જ વધારો થઇ ગયો.

   50 ટકા લોકો સાઇટ પર હતા
   - એક પ્રખ્યાત સાઇટે જણાવ્યું કે, અફવાની વાત સાચી થયાના એક મિનિટ બાદ જ 50 ટકા લોકો સાઇટ પર હતા.
   - વેબસાઇટનું ટ્રાફિક જણાવતા જાણકારોએ કહ્યું કે, 15 મિનિટ બાદ જ સાઇટ પર સૌથી વધારે ટ્રાફિક નોંધવામાં આવ્યો. જેમાં વેબસાઇટનો ટ્રાફિક 77 ટકા સુધી નોંધવામાં આવ્યો.
   - વેબસાઇટે આ ખુલાસો એક રિપોર્ટના એક મહિના બાદ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક દાયકા પહેલાંની સરખામણીમાં લોકો ઓછું પોર્ન જોવા લાગ્યા છે.

   અફવા ફેલાવનાર એલર્ટ વિશે તપાસ સમિતી
   - હવાઇની મેનેજમેન્ટ એજન્સી હાઇ-એમાએ અફવા ફેલાવનાર એલર્ટ વિશે જાણકારી મેળવવા માટે તપાસ સમિતી બેસાડી છે.
   - એક અધિકારીના જણાવ્યા અનુસાર, સ્ટાફના એક વ્યક્તિએ ખોટું બટન દબાવી દીધું, જેના કારણે મેસેજ જતો રહ્યો અને અંધાધૂંધી ફેલાઇ ગઇ.
   - હવાઇ નોર્થ કોરિયા અને અમેરિકાની વચ્ચે છે. મિસાઇલ હુમલાનું એલર્ટ એવા સમયે આવ્યું જ્યારે સરમુખત્યાર કિમ જોંગ ઉન ઘણીવાર મિસાઇલ પરીક્ષણ કરાવી ચૂક્યા છે.
   - એજન્સી હાઇ-એમાએ કહ્યું કે, જો મિસાઇલ હુમલો થાય છે તો હથિયારને હવાઇ પહોંચવામાં માત્ર 20 મિનિટ લાગે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Once the threat turns out to be fake, however they are back and in greater numbers
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `