Home » International News » America » New CDC statistics show over 4,000 Americans died from the flu or pneumonia

અમેરિકામાં ટેમિફ્લૂનો ભય, અઠવાડિયામાં 4000થી ઉપર પહોંચ્યો મૃત્યુઆંક

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 04:00 PM

ફેબ્રુઆરી મહિનાના પહેલાં અઠવાડિયામાં બીમારીનો આંકડો 1 બિમારની સામે 10નાં મોતનો છે

 • New CDC statistics show over 4,000 Americans died from the flu or pneumonia
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ફ્લૂના કારણે ફાર્મસીઓમાં પણ દવાઓના વેચાણની અછત સર્જાઇ છે.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીડીસી (સેન્ટર ફોર ડિઝાસ્ટર કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) આંકડાઓ અનુસાર, કુલ 4,064 અમેરિકન્સ નવા વર્ષના ત્રીજાં અઠવાડિયે ફ્લૂના કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે ફેબ્રુઆરી મહિનાના પહેલાં અઠવાડિયામાં બીમારીનો આંકડો 1 બિમારની સામે 10નાં મોતનો છે. આ ફ્લૂના કારણે ફાર્મસીઓમાં પણ દવાઓના વેચાણની અછત સર્જાઇ છે. કેટલાંક સ્ટેટ્સમાં પ્રિસ્ક્રિપ્શનમાં નોંધનીય વધારો થયો છે.


  છેલ્લાં એક અઠવાડિયામાં મૃત્યુઆંકમાં વધારો


  - ઓરિઝોના, ઇન્ડિયાના, કેન્ટુકી અને આર્કાન્સાસમાં ગયા વર્ષની સરખામણીએ દવાના પ્રિસ્ક્રિપ્શનમાં 20 ટકાનો વધારો થયો છે. જ્યારે સાઉથ અને મિડવેસ્ટમાં હાઇ વોલ્યુમ પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે.
  - ટેમિફ્લૂના પ્રિસ્ક્રિપ્શનનો રેશિયો વાર્ષિક 6 ગણો વધારે છે. સતત વધી રહેલા પ્રિસ્ક્રિપ્શનના કારણે અમેરિકામાં મેડિકેશન અછત સર્જાઇ છે.
  - સીડીસી એક્ટિંગ ડિરેક્ટર એન્ન સ્નુચેટે આગામી થોડાં અઠાડિયામાં આ મૃત્યુઆંકમાં સતત વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે.
  - એન્નના જણાવ્યા અનુસાર, બદનસીબે મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાય નહીં. આગામી સમયમાં અમેરિકામાં વધુમાં વધુ લોકો ન્યૂમોનિયા અથવા ઇન્ફ્યૂએન્ઝા રિલેટેડ બીમારીઓના કારણે મૃત્યુ પામશે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, ઇન્ફ્યૂએન્ઝા વિશે વધુ માહિતી...

 • New CDC statistics show over 4,000 Americans died from the flu or pneumonia
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઓરિઝોના, ઇન્ડિયાના, કેન્ટુકી અને આર્કાન્સાસમાં ગયા વર્ષની સરખામણીએ દવાના પ્રિસ્ક્રિપ્શનમાં 20 ટકાનો વધારો થયો છે

  અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ 


  - ઇન્ફ્લૂએન્ઝાથી પીડિત અનેક લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 
  - શુક્રવારે જાહેર થયેલા ગવર્મેન્ટ રિપોર્ટમાં આ વર્ષે ફ્લૂ રોગચાલો વર્ષ 2009માં ફેલાયેલા સ્વાઇન ફ્લૂ જેટલો જ ખતરનાક છે. 
  - રિપોર્ટમાં દર 1 ડોક્ટરે 13 દર્દીઓમાં ખાંસી, તાવ અને ફ્લૂના અન્ય લક્ષણો જોવા મળે છે. 
  - આશ્ચર્યજનક રીતે આ વખતે ફેબ્રુઆરી મહિનામાં તાવ અને તેના કારણે મોતના આંકડાઓ વધ્યા છે. જ્યારે સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ફ્લૂ સિઝન હોય છે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે ઇન્ફ્લૂએન્ઝા?

 • New CDC statistics show over 4,000 Americans died from the flu or pneumonia
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સીડીસી એક્ટિંગ ડિરેક્ટર એન્ન સ્નુચેટે આગામી થોડાં અઠાડિયામાં આ મૃત્યુઆંકમાં સતત વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે

  શું છે ઇન્ફ્લૂએન્ઝા? 


  - ઇન્ફ્લૂએન્ઝા સામાન્ય રીતે શ્વસન માર્ગે થતો ચેપી વાઇરસ છે. જે દર્દીના ગળા, નાક અને ફેફસાંમાં ઇન્ફેક્શન થાય છે. આ ચેપથી સામાન્ય તાવમાં પણ દર્દીનું મોત થઇ શકે છે. 
  - ઇન્ફ્લૂએન્ઝા એક વ્યક્તિથી બીજાં વ્યક્તિ સુધી ખાંસી કે છીંક દ્વારા ફેલાય છે. આનાથી દર્દી જાહેર સ્થળોએ છીંક કે ખાંસી ખાય તો તેની નજીક બેઠેલાં વ્યક્તિને તરત જ ચેપ લાગવાની શક્યતાઓ હોય છે. આ સિવાય દર્દી સામાન્ય તાવ દરમિયાન સતત તેની આંખો, ગળું કે નાક, મોંઢાને અડકશે તો પણ વાઇરસ ઝડપથી ફેલાવાની શક્યતાઓ છે. 
  - ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, ઇન્ફેક્શનવાળા વ્યક્તિ પાસેથી બીજાં વ્યક્તિ સુધી આ ચેપ પહેલાં દિવસથી જ ફેલાય છે. જેનો અર્થ એ થાય છે કે, તમને પોતાને ખ્યાલ આવે કે તમે બીમાર છો, તો પહેલાં જ તમારો ચેપ અન્ય વ્યક્તિને લાગી જાય છે. 
  - આ ચેપ સૌથી વધુ બાળકો, નાના બાળકો અને વૃદ્ધોને ઝડપથી પોતાની પકડમાં લે છે. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, તેની દવાઓ અને લક્ષણો વિશે... 

   

 • New CDC statistics show over 4,000 Americans died from the flu or pneumonia
  આશ્ચર્યજનક રીતે આ વખતે ફેબ્રુઆરી મહિનામાં તાવ અને તેના કારણે મોતના આંકડાઓ વધ્યા છે

  કેવા લક્ષણોથી ખ્યાલ આવશે? 


  - ઇન્ફ્લૂએન્ઝામાં તાવ, માથાનો દુઃખાવો, ઠંડી, કફ કે ખાંસી, વારંવાર શરદી, ગળાનો સોજો કે દુઃખાવો, મસલ્સ પેઇન અને નબળાઇ કે વારંવાર થાક લાગી જવો જેવા લક્ષણો શરીરમાં જોવા મળે છે. 
  - જો કે, એક મહત્વની વાત એ પણ છે કે, દરેક તાવ ઇન્ફ્લૂએન્ઝા જ છે તેવું સમજવાની ભૂલ ના કરવી. 
  - કેટલાંક દર્દીઓને ચેપ દરમિયાન ઉલટીઓ કે ડાયરિયા થવાની શક્યતાઓ પણ છે. આવા લક્ષણો બાળકો અને વૃદ્ધોમાં સૌથી વધારે જોવા મળે છે. 


  ઇન્ફ્લૂએન્ઝાની શું દવા છે? 


  - પ્રિસ્ક્રિપ્શન મેડિસિન્સ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપવામાં આવે છે. 
  - આ દવાઓ તમને મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર નહીં મળે, તે માટે તમારાં ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોવું અત્યંત જરૂરી છે. 
  - ઇન્ફ્લૂએન્ઝાની દવાઓ એન્ટીબાયોટિક્સ કરતાં અલગ છે. આ દવાઓ બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ