અમેરિકા / હવાઇમાં 307 કિમી/કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું, 1નું મોત; જનજીવન પ્રભાવિત

divyabhaskar.com | Updated - Feb 12, 2019, 08:07 PM
મંગળવાર સુધી હવાઇના 13,308 ફૂટ ઉંચા પર્વતો પર આવેલા વિઝિટર્સ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે.
મંગળવાર સુધી હવાઇના 13,308 ફૂટ ઉંચા પર્વતો પર આવેલા વિઝિટર્સ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે.
X
મંગળવાર સુધી હવાઇના 13,308 ફૂટ ઉંચા પર્વતો પર આવેલા વિઝિટર્સ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે.મંગળવાર સુધી હવાઇના 13,308 ફૂટ ઉંચા પર્વતો પર આવેલા વિઝિટર્સ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે.

  • હવાઇમાં વાવાઝોડાંના કારણે પૂર આવ્યું હતું અને ભારે હિમવર્ષા થઇ હતી
  • નોર્થવેસ્ટ માયુ આઇલેન્ડ પર હિમવર્ષાના કારણે 66 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે 
  • માયુ સ્ટેટમાં 6,200 ફૂટની ઉંચાઇએ અને રાજ્યના નિચાણવાળા વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થઇ છે 
  • હવાઇના બિગ આઇલેન્ડમાં 307 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના સેન્ટ્રલ પેસિફિકમાં આવેલા હવાઇ આઇલેન્ડમાં વાવાઝોડું અને ભારે હિમવર્ષા થઇ છે. વાવાઝોડાંના કારણે વીજ પુવરઠો ખોરવાયો છે, ઠેર-ઠેર વૃક્ષો પડી ગયા હતા અને દરિયાઇ વિસ્તારમાં પૂર આવ્યું હતું. હવાઇ આઇલેન્ડના નોર્થવેસ્ટ માયુ આઇલેન્ડમાં બરફની ચાદર છવાઇ ગઇ હતી. માયુ આઇલેન્ડમાં 6,200 ફૂટ બરફ જામી ગયો હતો. આ અગાઉ સ્ટેટમાં ક્યારેય આટલી ભારે હિમવર્ષા થઇ નથી. નેશનલ વેધર સર્વિસે આ વાવાઝોડાંને ઐતિહાસિક ગણાવ્યું હતું. શુક્રવારથી આ વાવાઝોડાંની શરૂઆત થઇ હતી. વાવાઝોડાંમાં 66 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. 

હવામાન વિભાગે ઐતિહાસિક હિમવર્ષા ગણાવી

1.હવામાન વિભાગના સીનિયર કર્મચારીના જણાવ્યા અનુસાર, શિયાળાની ઋતુમાં આઇલેન્ડ પર 241 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે, પરંતુ આ વાવાઝોડાંના કારણે 1594 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. મંગળવાર સુધી હવાઇના 13,308 ફૂટ ઉંચા પર્વતો પર આવેલા વિઝિટર્સ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે. 
બરફવર્ષા અને ભારે પવનના કારણે મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આઇલેન્ડમાં રોડ ઉપર પણ 50 ફૂટ બરફ જામી ગયો છે. 
2.શનિવારે રાત્રે વાવાઝોડાં અને ભારે હિમવર્ષાના પગલે સાઉથ કૌઇ આઇલેન્ડ પર વરસાદી વાવાઝોડાંની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કૌઇના પોર્ટ એલન ટાઉનમાં હાલ 107 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જ્યારે રવિવારે આઇલેન્ડ પર 40 ફૂટ ઉંચા મોજાં ઉછળ્યા હતા. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App